< 詩篇 4 >

1 大衛的詩,交與伶長。用絲弦的樂器。 顯我為義的上帝啊, 我呼籲的時候,求你應允我! 我在困苦中,你曾使我寬廣; 現在求你憐恤我,聽我的禱告!
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું ગીત. હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો.
2 你們這上流人哪,你們將我的尊榮變為羞辱要到幾時呢? 你們喜愛虛妄,尋找虛假,要到幾時呢? (細拉)
હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? (સેલાહ)
3 你們要知道,耶和華已經分別虔誠人歸他自己; 我求告耶和華,他必聽我。
પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે.
4 你們應當畏懼,不可犯罪; 在床上的時候,要心裏思想,並要肅靜。 (細拉)
તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. (સેલાહ)
5 當獻上公義的祭, 又當倚靠耶和華。
ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.
6 有許多人說:誰能指示我們甚麼好處? 耶和華啊,求你仰起臉來,光照我們。
ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.
7 你使我心裏快樂, 勝過那豐收五穀新酒的人。
લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.
8 我必安然躺下睡覺, 因為獨有你-耶和華使我安然居住。
હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.

< 詩篇 4 >