< 詩篇 26 >

1 大衛的詩。 耶和華啊,求你為我伸冤, 因我向來行事純全; 我又倚靠耶和華,並不搖動。
દાઉદનું (ગીત). હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું; મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી.
2 耶和華啊,求你察看我,試驗我, 熬煉我的肺腑心腸。
હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત: કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો!
3 因為你的慈愛常在我眼前, 我也按你的真理而行。
કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.
4 我沒有和虛謊人同坐, 也不與瞞哄人的同群。
મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી.
5 我恨惡惡人的會, 必不與惡人同坐。
હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું અને હું તેઓની સાથે બેસીશ નહિ.
6 耶和華啊,我要洗手表明無辜, 才環繞你的祭壇;
હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
7 我好發稱謝的聲音, 也要述說你一切奇妙的作為。
જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું.
8 耶和華啊,我喜愛你所住的殿 和你顯榮耀的居所。
હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તે અને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે.
9 不要把我的靈魂和罪人一同除掉; 不要把我的性命和流人血的一同除掉。
પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.
10 他們的手中有奸惡, 右手滿有賄賂。
૧૦તેઓને હાથે ઉપદ્રવ થાય છે અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.
11 至於我,卻要行事純全; 求你救贖我,憐恤我!
૧૧પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા કરીને મને છોડાવો.
12 我的腳站在平坦地方; 在眾會中我要稱頌耶和華!
૧૨મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.

< 詩篇 26 >