< 箴言 24 >

1 你不要嫉妒惡人, 也不要起意與他們相處;
દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, તેઓની સાથે રહેવાની ઇચ્છા ન કર.
2 因為,他們的心圖謀強暴, 他們的口談論奸惡。
કારણ કે તેઓનાં મન હિંસાના વિચારો કરે છે અને તેઓના હોઠ ઉપદ્રવની વાતો કરે છે.
3 房屋因智慧建造, 又因聰明立穩;
ડહાપણ વડે ઘર બંધાય છે અને બુદ્ધિથી તે સ્થિર થાય છે.
4 其中因知識充滿各樣美好寶貴的財物。
ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે.
5 智慧人大有能力; 有知識的人力上加力。
બહાદુર માણસ બળવાન હોય છે, પણ જે વ્યક્તિ પાસે ડહાપણ છે તે બહાદુર વ્યક્તિ કરતાં વધારે બળવાન હોય છે.
6 你去打仗,要憑智謀; 謀士眾多,人便得勝。
કેમ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે અને વધારે સલાહકારીઓમાં સલામતી છે.
7 智慧極高,非愚昧人所能及, 所以在城門內不敢開口。
ડહાપણ એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે; તે જાહેરમાં પોતાનું મુખ ખોલી શકતો નથી.
8 設計作惡的, 必稱為奸人。
જે ખોટાં કામ કરવા માટે યુક્તિઓ રચે છે તેને લોકો ઉપદ્રવી પુરુષ કહેશે.
9 愚妄人的思念乃是罪惡; 褻慢者為人所憎惡。
મૂર્ખની યોજનાઓ પાપી છે અને લોકો બડાઈ કરનારને ધિક્કારે છે.
10 你在患難之日若膽怯, 你的力量就微小。
૧૦જો તું સંકટને દિવસે નાહિંમત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.
11 人被拉到死地,你要解救; 人將被殺,你須攔阻。
૧૧જેઓને મોત માટે ઘસડી જવામાં આવે છે તેઓને છોડાવ જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહિ.
12 你若說:這事我未曾知道, 那衡量人心的豈不明白嗎? 保守你命的豈不知道嗎? 他豈不按各人所行的報應各人嗎?
૧૨જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા.” તો જે અંત: કરણોની ચકાસણી કરે છે તે શું તેનો વિચાર કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ?
13 我兒,你要吃蜜,因為是好的; 吃蜂房下滴的蜜便覺甘甜。
૧૩મારા દીકરા, મધ ખા કેમ કે તે ગુણકારી છે, મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે.
14 你心得了智慧,也必覺得如此。 你若找着,至終必有善報; 你的指望也不致斷絕。
૧૪ખરેખર ડહાપણ તારા આત્માને માટે છે, જો તને તે મળ્યું હોય, તો તને તેનું પ્રતિફળ મળશે અને તારી આશા વ્યર્થ જશે નહિ.
15 你這惡人,不要埋伏攻擊義人的家; 不要毀壞他安居之所。
૧૫હે દુષ્ટ માણસ, સજ્જનના ઘર આગળ લાગ જોઈ બેસી રહીશ નહિ, તેના ઘર પર આક્રમણ કરીશ નહિ.
16 因為,義人雖七次跌倒,仍必興起; 惡人卻被禍患傾倒。
૧૬કારણ કે નીતિમાન માણસ સાત વાર પડશે તોપણ તે પાછો ઊભો થશે, પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જશે.
17 你仇敵跌倒,你不要歡喜; 他傾倒,你心不要快樂;
૧૭જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ.
18 恐怕耶和華看見就不喜悅, 將怒氣從仇敵身上轉過來。
૧૮નહિ તો યહોવાહ તે જોઈને નારાજ થશે અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે.
19 不要為作惡的心懷不平, 也不要嫉妒惡人;
૧૯દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ અને દુષ્ટોની અદેખાઈ ન કર.
20 因為,惡人終不得善報; 惡人的燈也必熄滅。
૨૦કારણ કે દુર્જનોનું કોઈ ભવિષ્ય નથી અને દુષ્ટોનો દીવો હોલવાઈ જશે.
21 我兒,你要敬畏耶和華與君王, 不要與反覆無常的人結交,
૨૧મારા દીકરા, યહોવાહનું તથા રાજાનું ભય રાખ; બળવાખોરો સાથે કશો સંબંધ ન રાખ,
22 因為他們的災難必忽然而起。 耶和華與君王所施行的毀滅, 誰能知道呢?
૨૨કારણ કે તેઓના પર અચાનક આફત આવી પડશે અને તે બન્નેના તરફથી આવતા વિનાશની ખબર કોને છે?
23 以下也是智慧人的箴言: 審判時看人情面是不好的。
૨૩આ પણ જ્ઞાનીઓનાં વચન છે. ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી.
24 對惡人說「你是義人」的, 這人萬民必咒詛,列邦必憎惡。
૨૪જે કોઈ દુષ્ટને કહે છે, “તું નેક છે,” તે લોકો દ્વારા શાપિત ગણાશે અને પ્રજાઓ તેને ધિક્કારશે.
25 責備惡人的,必得喜悅; 美好的福也必臨到他。
૨૫પણ જે કોઈ દોષિતને ઠપકો આપશે તેઓ આનંદિત થશે અને તેઓના પર ઘણો આશીર્વાદ ઊતરશે.
26 應對正直的,猶如與人親嘴。
૨૬જે કોઈ સાચો જવાબ આદરપૂર્વક આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે.
27 你要在外頭預備工料, 在田間辦理整齊, 然後建造房屋。
૨૭તારું બહારનું કામ તૈયાર રાખ અને તારા ખેતરનું કામ તૈયાર કર અને ત્યારપછી તારું ઘર બાંધ.
28 不可無故作見證陷害鄰舍, 也不可用嘴欺騙人。
૨૮વિનાકારણ તારા પડોશી વિરુદ્ધ સાક્ષી પૂરીશ નહિ અને તારા હોઠોથી ઠગાઈ ન કર.
29 不可說:人怎樣待我,我也怎樣待他; 我必照他所行的報復他。
૨૯એમ ન કહે કે, “જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ; તેને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ.”
30 我經過懶惰人的田地、 無知人的葡萄園,
૩૦હું આળસુ વ્યક્તિના ખેતર પાસે થઈને તથા બેવકૂફ માણસની દ્રાક્ષવાડી પાસે થઈને જતો હતો;
31 荊棘長滿了地皮, 刺草遮蓋了田面, 石牆也坍塌了。
૩૧ત્યારે મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, જમીન કાંટાથી છવાઈ ગઈ હતી અને તેની પથ્થરનો કોટ તૂટી ગયો હતો.
32 我看見就留心思想; 我看着就領了訓誨。
૩૨પછી મેં જોયું અને વિચાર કર્યો; હું સમજ્યો અને મને શિખામણ મળી.
33 再睡片時,打盹片時, 抱着手躺臥片時,
૩૩હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો.
34 你的貧窮就必如強盜速來, 你的缺乏彷彿拿兵器的人來到。
૩૪એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે.

< 箴言 24 >