< 尼希米記 11 >

1 百姓的首領住在耶路撒冷。其餘的百姓掣籤,每十人中使一人來住在聖城耶路撒冷,那九人住在別的城邑。
લોકોના તમામ આગેવાનો યરુશાલેમમાં વસ્યા અને બાકીના લોકોએ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દસમાંથી એક માણસ પવિત્ર નગર યરુશાલેમમાં રહેવા માટે જાય. બાકીના નવ અન્ય નગરોમાં જઈને વસે.
2 凡甘心樂意住在耶路撒冷的,百姓都為他們祝福。
યરુશાલેમમાં રહેવા માટે જે લોકો રાજીખુશીથી આગળ આવ્યા, તે સર્વ માણસોને બાકીના લોકોએ શુભેચ્છા પાઠવી.
3 以色列人、祭司、利未人、尼提寧,和所羅門僕人的後裔都住在猶大城邑,各在自己的地業中。本省的首領住在耶路撒冷的記在下面:
પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં રહ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકો, યાજકો, લેવીઓ, ભક્તિસ્થાનના સેવકો અને સુલેમાનના ચાકરોના વંશજો યહૂદિયાના નગરોમાં પોતપોતાનાં વતનમાં રહ્યા.
4 其中有些猶大人和便雅憫人。猶大人中有法勒斯的子孫、烏西雅的兒子亞他雅。烏西雅是撒迦利雅的兒子;撒迦利雅是亞瑪利雅的兒子;亞瑪利雅是示法提雅的兒子;示法提雅是瑪勒列的兒子。
યહૂદાના કેટલાક અને બિન્યામીનના કેટલાક વંશજો યરુશાલેમમાં વસ્યા. તેઓ આ છે. યહૂદાના વંશજોમાંના: અથાયા ઉઝિયાનો પુત્ર, ઉઝિયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો પુત્ર અને માહલાલેલ પેરેસના વંશજોમાંનો એક હતો.
5 又有巴錄的兒子瑪西雅。巴錄是谷何西的兒子;谷何西是哈賽雅的兒子;哈賽雅是亞大雅的兒子;亞大雅是約雅立的兒子;約雅立是撒迦利雅的兒子;撒迦利雅是示羅尼的兒子。
અને માસેયા બારુખનો પુત્ર, બારુખ કોલ-હોઝેનો, કોલ-હોઝે હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખાર્યાનો પુત્ર, ઝખાર્યા શીલોનીનો પુત્ર હતો.
6 住在耶路撒冷、法勒斯的子孫共四百六十八名,都是勇士。
પેરેસના સર્વ વંશજો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ હતા. તેઓ સર્વ પરાક્રમી પુરુષો હતા.
7 便雅憫人中有米書蘭的兒子撒路。米書蘭是約葉的兒子;約葉是毗大雅的兒子;毗大雅是哥賴雅的兒子;哥賴雅是瑪西雅的兒子;瑪西雅是以鐵的兒子;以鐵是耶篩亞的兒子。
બિન્યામીનના વંશજો આ છે: સાલ્લૂ તે મશુલ્લામનો પુત્ર, મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, પદાયા કોલાયાનો, કોલાયા માસેયાનો, માસેયા ઇથીએલનો, ઇથીએલ યશાયાનો પુત્ર હતો.
8 其次有迦拜、撒來的子孫,共九百二十八名。
અને તેના પછી ગાબ્બાય અને સાલ્લાય, તેઓ નવસો અઠ્ઠાવીસ હતા.
9 細基利的兒子約珥是他們的長官。哈西努亞的兒子猶大是耶路撒冷的副官。
ઝિખ્રીનો પુત્ર, યોએલ, તેઓનો આગેવાન હતો. હાસ્સેનુઆનો પુત્ર યહૂદા એ નગરનો દ્વિતીય ક્રમનો અધિકારી હતો.
10 祭司中有雅斤,又有約雅立的兒子耶大雅;
૧૦યાજકોમાંના યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,
11 還有管理上帝殿的西萊雅。西萊雅是希勒家的兒子;希勒家是米書蘭的兒子;米書蘭是撒督的兒子;撒督是米拉約的兒子;米拉約是亞希突的兒子。
૧૧સરાયા તે હિલ્કિયાનો પુત્ર, હિલ્કિયા મશુલ્લામનો, મશુલ્લામ સાદોકનો, સાદોક મરાયોથનો, મરાયોથ અહિટૂબનો પુત્ર હતો. સરાયા ઈશ્વરના સભાસ્થાનનો કારભારી હતો,
12 還有他們的弟兄在殿裏供職的,共八百二十二名;又有耶羅罕的兒子亞大雅。耶羅罕是毗拉利的兒子;毗拉利是暗洗的兒子;暗洗是撒迦利亞的兒子;撒迦利亞是巴施戶珥的兒子;巴施戶珥是瑪基雅的兒子。
૧૨અને તેઓના ભાઈઓ જેઓ સભાસ્થાનનું કામ કરતા હતા, તેઓ આઠસો બાવીસ હતા. માલ્કિયાના પુત્ર, પાશહૂરના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર, આમ્સીના પુત્ર, પલાલ્યાના પુત્ર, યરોહામનો પુત્ર, અદાયા.
13 還有他的弟兄作族長的,二百四十二名;又有亞薩列的兒子亞瑪帥。亞薩列是亞哈賽的兒子;亞哈賽是米實利末的兒子;米實利末是音麥的兒子。
૧૩તેના ભાઈઓ જેઓ પોતાના કુટુંબોના આગેવાનો હતા તેઓ બસો બેતાળીસ હતા. ઈમ્મેરના પુત્ર, મશિલ્લેમોથના પુત્ર, આહઝાયના પુત્ર, અઝારેલનો પુત્ર, અમાશસાય,
14 還有他們弟兄、大能的勇士共一百二十八名。哈基多琳的兒子撒巴第業是他們的長官。
૧૪અને તેઓના ભાઈઓ, એ પરાક્રમી પુરુષો એકસો અઠ્ઠાવીસ હતા. હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો અધિકારી હતો.
15 利未人中有哈述的兒子示瑪雅。哈述是押利甘的兒子;押利甘是哈沙比雅的兒子;哈沙比雅是布尼的兒子。
૧૫લેવીઓમાંના: બુન્નીના પુત્ર, હશાબ્યાના પુત્ર, આઝ્રીકામના પુત્ર, હાશ્શૂબનો પુત્ર શમાયા,
16 又有利未人的族長沙比太和約撒拔管理上帝殿的外事。
૧૬લેવીઓના આગેવાનોમાંના શાબ્બથાય તથા યોઝાબાદ ઈશ્વરના ભક્તિસ્થાનના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા.
17 祈禱的時候,為稱謝領首的是米迦的兒子瑪他尼。米迦是撒底的兒子;撒底是亞薩的兒子;又有瑪他尼弟兄中的八布迦為副。還有沙母亞的兒子押大。沙母亞是加拉的兒子;加拉是耶杜頓的兒子。
૧૭અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મિખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો. અને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.
18 在聖城的利未人共二百八十四名。
૧૮પવિત્ર નગરમાં બધા મળીને બસો ચોર્યાસી લેવીઓ હતા.
19 守門的是亞谷和達們,並守門的弟兄,共一百七十二名。
૧૯દ્વારપાળો: આક્કુબ, ટાલ્મોન તથા તેમના સગાંઓ, જે દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા.
20 其餘的以色列人、祭司、利未人都住在猶大的一切城邑,各在自己的地業中。
૨૦બાકીના ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, યહૂદિયાનાં સર્વ નગરોમાં પોતપોતાના વતનોમાં રહ્યા.
21 尼提寧卻住在俄斐勒;西哈和基斯帕管理他們。
૨૧ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહ્યા અને સીહા તથા ગિશ્પા તેમના અધિકારી હતા.
22 在耶路撒冷、利未人的長官,管理上帝殿事務的是歌唱者亞薩的子孫、巴尼的兒子烏西。巴尼是哈沙比雅的兒子;哈沙比雅是瑪他尼的兒子;瑪他尼是米迦的兒子。
૨૨યરુશાલેમના લેવીઓનો અધિકારી પણ, ઈશ્વરના ભક્તિસ્થાનના કામ પર, આસાફના વંશજોમાંના એટલે ગાનારોમાંના મિખાનો દીકરો માત્તાન્યાનો દીકરો હશાબ્યાનો દીકરો બાનીનો દીકરો ઉઝિઝ હતો.
23 王為歌唱的出命令,每日供給他們必有一定之糧。
૨૩તેઓ વિષે રાજાની એવી આજ્ઞા હતી કે ગાનારાઓને દરરોજ જરૂરિયાત પ્રમાણે નિયુક્ત ભથ્થું આપવું.
24 猶大兒子謝拉的子孫、米示薩別的兒子毗他希雅輔助王辦理猶大民的事。
૨૪યહૂદાના દીકરો ઝેરાહના વંશજોમાંના મશેઝાબએલનો દીકરો પથાહ્યા લોકોને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો.
25 至於村莊和屬村莊的田地,有猶大人住在基列‧亞巴和屬基列‧亞巴的鄉村;底本和屬底本的鄉村;葉甲薛和屬葉甲薛的村莊;
૨૫ખેતરોવાળાં ગામો વિષે યહૂદાના વંશજોમાંના કેટલાક કિર્યાથ-આર્બામાં તથા તેનાં ગામોમાં, દિબોનમાં તથા તેનાં ગામોમાં, યકાબ્સેલમાં તથા તેનાં ગામોમાં રહ્યા.
26 耶書亞、摩拉大、伯‧帕列、
૨૬અને યેશૂઆમાં, મોલાદામાં, બેથ-પેલેટમાં.
27 哈薩‧書亞、別是巴,和屬別是巴的鄉村;
૨૭હસાર-શૂઆલમાં, બેરશેબામાં તથા તેનાં ગામોમાં પણ રહ્યા.
28 洗革拉、米哥拿,和屬米哥拿的鄉村;
૨૮તેઓમાંના સિકલાગમાં, મખોનામાં તથા તેના ગામોમાં,
29 音‧臨門、瑣拉、耶末、
૨૯એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં,
30 撒挪亞、亞杜蘭,和屬這兩處的村莊;拉吉和屬拉吉的田地;亞西加和屬亞西加的鄉村。他們所住的地方是從別是巴直到欣嫩谷。
૩૦ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓનાં ગામોમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં રહ્યા. આમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.
31 便雅憫人從迦巴起,住在密抹、亞雅、伯特利和屬伯特利的鄉村。
૩૧બિન્યામીનના વંશજો પણ ગેબાથી તે મિખ્માશ, અઝઝાહ, બેથેલ તથા તેનાં ગામોમાં રહ્યા.
32 亞拿突、挪伯、亞難雅、
૩૨તેઓ અનાથોથ, નોબ, અનાન્યા,
33 夏瑣、拉瑪、基他音、
૩૩હાસોર, રામા, ગિત્તાઈમ,
34 哈疊、洗編、尼八拉、
૩૪હાદીદ, સબોઈમ, નબાલ્લાટ,
35 羅德、阿挪、匠人之谷。
૩૫લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા.
36 利未人中有幾班曾住在猶大地歸於便雅憫的。
૩૬અને યહૂદિયામાંના લેવીઓના કેટલાક સમૂહો બિન્યામીનના વંશજોની સાથે વસ્યા.

< 尼希米記 11 >