< 約伯記 24 >

1 全能者既定期罰惡, 為何不使認識他的人看見那日子呢?
સર્વશક્તિમાન ઈશ્વરે સમયો કેમ નિશ્ચિત કર્યા નથી? જેઓ તેમને જાણે છે તેઓ તેમના દિવસો કેમ જોતા નથી?
2 有人挪移地界, 搶奪群畜而牧養。
ખેતરની હદને ખસેડનાર લોક તો છે; તેઓ જુલમથી ટોળાંને ચોરી જઈને તેમને ચરાવે છે.
3 他們拉去孤兒的驢, 強取寡婦的牛為當頭。
તેઓ અનાથોના ગધેડાઓને ચોરી જાય છે; અને વિધવાના બળદોને ગીરે મૂકવા માટે લઈ લે છે.
4 他們使窮人離開正道; 世上的貧民盡都隱藏。
તેઓ દરિદ્રીઓને માર્ગમાંથી કાઢી મૂકે છે. અને બધા ગરીબ લોક ભેગા થઈને છુપાઈ જાય છે.
5 這些貧窮人如同野驢出到曠野,殷勤尋找食物; 他們靠着野地給兒女糊口,
જુઓ, અરણ્યનાં જંગલી ગધેડાની જેમ, તેઓ પોતાને કામે જાય છે અને ખંતથી ખોરાકની શોધ કરે છે; અરણ્ય તેઓના સંતાનો માટે ખોરાક આપે છે.
6 收割別人田間的禾稼, 摘取惡人餘剩的葡萄,
ગરીબ બીજાના ખેતરમાં મોડી રાત સુધી ખોરાક શોધે છે; અને દુષ્ટની દ્રાક્ષોનો સળો વીણે છે.
7 終夜赤身無衣, 天氣寒冷毫無遮蓋,
તેઓ આખીરાત વસ્ત્ર વિના ઉઘાડા સૂઈ રહે છે, અને ઠંડીમાં ઓઢવાને તેમની પાસે કશું નથી.
8 在山上被大雨淋濕, 因沒有避身之處就挨近磐石。
પર્વતો પર પડતાં ઝાપટાંથી તેઓ પલળે છે, અને ઓથ ન હોવાથી તેઓ ખડકને બાથ ભીડે છે.
9 又有人從母懷中搶奪孤兒, 強取窮人的衣服為當頭,
અનાથ બાળકોને માતાના ખોળામાંથી ઉપાડી લેવામાં આવે છે. તથા ગરીબોના અંગ પરનાં વસ્ત્ર ગીરે લેનારા પણ છે.
10 使人赤身無衣,到處流行, 且因飢餓扛抬禾捆,
૧૦તેઓને વસ્ત્ર વિના ફરવું પડે છે; તેઓ જથ્થાબંધ અનાજ દુષ્ટ લોકો માટે ઊંચકે છે, છતાં પણ તેઓ ભૂખ્યા રહે છે.
11 在那些人的圍牆內造油,醡酒, 自己還口渴。
૧૧તેઓ આ માણસોના ઘરોમાં તેલ પીલે છે, અને દ્રાક્ષકુંડોમાં દ્રાક્ષ પીલે છે અને તરસ્યા જ રહે છે.
12 在多民的城內有人唉哼, 受傷的人哀號; 上帝卻不理會那惡人的愚妄。
૧૨ઘણી વસ્તીવાળા નગરોમાંથી માણસો શોક કરે છે; ઘાયલોના આત્મા બૂમ પાડે છે, તે છતાં ઈશ્વર તેઓના પ્રાર્થના સાંભળતા નથી.
13 又有人背棄光明, 不認識光明的道, 不住在光明的路上。
૧૩તેવો અજવાળા વિરુદ્ધ બળવો કરે છે; તેઓ તેનો માર્ગ જાણતા નથી અને તેમના માર્ગમાં ટકી રહેતા નથી.
14 殺人的黎明起來, 殺害困苦窮乏人, 夜間又作盜賊。
૧૪ખૂની માણસ અજવાળું થતાં જાગીને ગરીબો અને દરિદ્રીને મારી નાખે છે. અને રાત પડે ત્યારે તે ચોર જેવો હોય છે.
15 姦夫等候黃昏, 說:必無眼能見我, 就把臉蒙蔽。
૧૫જે વ્યક્તિ વ્યભિચાર કરે છે, તે સાંજ થવાની રાહ જુએ છે; તે એમ કહે છે કે, ‘કોઈ મને જોશે નહિ.’ તે તેનું મોં ઢાંકે છે.
16 盜賊黑夜挖窟窿; 白日躲藏, 並不認識光明。
૧૬રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ચોરી કરે છે; પણ દિવસમાં તેઓ પોતાના ઘરમાં બારણાં બંધ કરીને પુરાઈ રહે છે; તેઓ અજવાળું જોવા માંગતા નથી.
17 他們看早晨如幽暗, 因為他們曉得幽暗的驚駭。
૧૭કેમ કે સવાર તો તેઓને અંધકાર સમાન લાગે છે; કેમ કે તેઓ અંધકારનો ત્રાસ જાણે છે.
18 這些惡人猶如浮萍快快飄去。 他們所得的分在世上被咒詛; 他們不得再走葡萄園的路。
૧૮દુષ્ટ માણસને પૂરનાં પાણી તાણી જાય છે; પૃથ્વી ઉપર તેઓનું વતન શાપિત થયેલું છે. તે દ્રાક્ષવાડીમાં ફરી જવા પામતો નથી.
19 乾旱炎熱消沒雪水; 陰間也如此消沒犯罪之輩。 (Sheol h7585)
૧૯અનાવૃષ્ટિ તથા ગરમી બરફના પાણીને શોષી લે છે; તેમ શેઓલ પાપીઓને શોષી લે છે. (Sheol h7585)
20 懷他的母要忘記他; 蟲子要吃他,覺得甘甜; 他不再被人記念。 不義的人必如樹折斷。
૨૦જે ગર્ભે તેને રાખ્યો તે તેને ભૂલી જશે; કીડો મજાથી તેનું ભક્ષણ કરશે, તેને કોઈ યાદ નહિ કરે, આ રીતે, અનીતિને સડેલા વૃક્ષની જેમ ભાંગી નાખવામાં આવશે.
21 他惡待不懷孕不生養的婦人, 不善待寡婦。
૨૧નિ: સંતાન સ્ત્રીઓને તે સતાવે છે. તે વિધવાઓને સહાય કરતો નથી.
22 然而上帝用能力保全有勢力的人; 那性命難保的人仍然興起。
૨૨તે પોતાના બળથી શક્તિશાળી માણસોને પણ નમાવે છે; તેઓને જિંદગીનો ભરોસો હોતો નથી ત્યારે પણ તેઓ પાછા ઊઠે છે.
23 上帝使他們安穩,他們就有所倚靠; 上帝的眼目也看顧他們的道路。
૨૩હા, ઈશ્વર તેઓને નિર્ભય સ્થિતિ આપે છે. અને તે પર તેઓ આધાર રાખે છે; તેમની નજર તેઓના માર્ગો ઉપર છે.
24 他們被高舉,不過片時就沒有了; 他們降為卑,被除滅,與眾人一樣, 又如穀穗被割。
૨૪થોડા સમય માટે દુષ્ટ માણસ ઉચ્ચ સ્થાને ચઢે છે પણ થોડી મુદત પછી તે નષ્ટ થાય છે; હા, તેઓને અધમ સ્તિથિમાં લાવવામાં આવે છે; બીજા બધાની જેમ તે મરી જાય છે; અનાજના કણસલાંની જેમ તે કપાઈ જાય છે.
25 若不是這樣,誰能證實我是說謊的, 將我的言語駁為虛空呢?
૨૫જો એવું ના હોય તો મને જૂઠો પાડનાર; તથા મારી વાતને વ્યર્થ ગણનાર કોણ છે?”

< 約伯記 24 >