< 以西結書 45 >

1 你們拈鬮分地為業,要獻上一分給耶和華為聖供地,長二萬五千肘,寬一萬肘。這分以內,四圍都為聖地。
જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું; એટલે કે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો. તે ભાગ પચીસ હજાર હાથ લાંબો તથા દસ હજાર હાથ પહોળો હોય. તેની ચારે બાજુનો ભાગ પવિત્ર ગણાય.
2 其中有作為聖所之地,長五百肘,寬五百肘,四面見方。四圍再有五十肘為郊野之地。
આમાંથી પવિત્રસ્થાનની ચારેબાજુ પાંચસો હાથ લાંબી તથા પાંચસો હાથ પહોળી ચોરસ જગા રાખવી તેની આસપાસ પચાસ હાથ પહોળી જગા રાખવી.
3 要以肘為度量地,長二萬五千肘,寬一萬肘。其中有聖所,是至聖的。
આ ભાગમાંથી તારે પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા માપવી તે તારે માટે પવિત્રસ્થાન એટલે પરમપવિત્રસ્થાન થાય.
4 這是全地的一分聖地,要歸與供聖所職事的祭司,就是親近事奉耶和華的,作為他們房屋之地與聖所之聖地。
તે જમીનનો પવિત્ર ભાગ છે. જેઓ યહોવાહની સેવા કરવા સારુ પાસે આવે છે, તે યાજકોને સારુ રહે. તે જગા તેઓનાં ઘરો માટે તથા પવિત્રસ્થાનને સારુ થાય.
5 又有一分,長二萬五千肘,寬一萬肘,要歸與在殿中供職的利未人,作為二十間房屋之業。
પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા, લેવીઓ કે જેઓ સભાસ્થાનની સેવા કરતા લેવીઓ માટે વતનરૂપી થાય.
6 也要分定屬城的地業,寬五千肘,長二萬五千肘,挨着那分聖供地,要歸以色列全家。
“પવિત્ર ભૂમિની પાસે લગોલગ પાંચહજાર હાથ પહોળો અને પચીસહજાર હાથ લાંબો ભાગ નગરને માટે નિયુક્ત કરવો. આ નગર બધા ઇઝરાયલી લોકો માટે છે.
7 歸王之地要在聖供地和屬城之地的兩旁,就是聖供地和屬城之地的旁邊,西至西頭,東至東頭,從西到東,其長與每支派的分一樣。
સરદારને માટે પવિત્રસ્થાનની તથા નગરની બન્ને બાજુએ તથા પશ્ચિમ દિશાએ તથા પૂર્વ દિશાએ જમીન હોય. લંબાઈમાં ભાગોમાંના એકની બરાબર, પશ્ચિમ તરફની સીમા પૂર્વ તરફની સીમા સુધી હોય.
8 這地在以色列中必歸王為業。我所立的王必不再欺壓我的民,卻要按支派將地分給以色列家。
સરદારને આ જમીન ઇઝરાયલમાં સંપત્તિ તરીકે મળે, મારા સરદારો ફરી કદી મારા લોકો પર જુલમ કરે નહિ; પણ, તેઓ ઇઝરાયલી લોકોને, તેઓનાં કુળ પ્રમાણે જમીન આપે.’”
9 主耶和華如此說:「以色列的王啊,你們應當知足,要除掉強暴和搶奪的事,施行公平和公義,不再勒索我的民。這是主耶和華說的。
પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘હે ઇઝરાયલના સરદારો, ‘આટલું બસ કરો, હિંસા તથા ઝઘડો દૂર કરો; યથાર્થ ઇનસાફ કરો! મારા લોકો પરથી તમારો જુલમ બંધ કરો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
10 「你們要用公道天平、公道伊法、公道罷特。
૧૦‘તમારે સાચાં ત્રાજવાં, સાચો એફાહ, સાચા બાથ રાખવા.
11 伊法與罷特大小要一樣。罷特可盛賀梅珥十分之一,伊法也可盛賀梅珥十分之一,都以賀梅珥的大小為準。
૧૧એફાહ તથા બાથ એક જ માપના હોવા જોઈએ. બાથમાં હોમેરનો દસમો ભાગ હોય, એફાહમાં હોમેરનો દસમો ભાગ હોય. તેનું માપ હોમેરના ભાગ જેટલું હોય.
12 舍客勒是二十季拉;二十舍客勒,二十五舍客勒,十五舍客勒,為你們的彌那。
૧૨એક શેકેલ વીસ ગેરાહનો હોય; માનેહ સાઠ શેકેલનો હોવો જોઈએ. તમારો માનેહ વીસ શેકેલ, પચીસ તથા પચાસ શેકેલનો હોવો જોઈએ.
13 「你們當獻的供物乃是這樣:一賀梅珥麥子要獻伊法六分之一;一賀梅珥大麥要獻伊法六分之一。
૧૩તમારે નીચે દર્શાવ્યા પ્રમાણે અર્પણ કરવું: દરેક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠો ભાગ, દરેક હોમેર જવમાંથી છઠ્ઠો ભાગ તમારે આપવો.
14 你們獻所分定的油,按油的罷特,一柯珥油要獻罷特十分之一(原來十罷特就是一賀梅珥)。
૧૪તેલનો નીમેલો ભાગ આ પ્રમાણે એટલે દરેક કોર માટે, દરેક હોમેર માટે તથા દર હોમેર એક દશાંશ બાથ તેલનો હોવો જોઈએ, કેમ કે દશ બાથનો એક હોમેર થાય છે.
15 從以色列滋潤的草場上每二百羊中,要獻一隻羊羔。這都可作素祭、燔祭、平安祭,為民贖罪。這是主耶和華說的。
૧૫ઇઝરાયલના પાણીવાળા પ્રદેશમાંનાં બસો ટોળાંમાંથી એક ઘેટું કે બકરો ખાદ્યાર્પણ તરીકે, દહનીયાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે લોકોને શુદ્ધ કરવા માટે આપવું. આમ પ્રભુ યહોવાહ કહે છે.
16 此地的民都要奉上這供物給以色列中的王。
૧૬દેશના બધા લોકોએ ઇઝરાયલના સરદારને આ હિસ્સો આપવો.
17 王的本分是在節期、月朔、安息日,就是以色列家一切的節期,奉上燔祭、素祭、奠祭。他要預備贖罪祭、素祭、燔祭,和平安祭,為以色列家贖罪。」
૧૭પર્વોમાં, ચંદ્રદર્શનોમાં તથા વિશ્રામવારોમાં, ઇઝરાયલી લોકોના ખાસ તહેવારોમાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણો આપવાં એ સરદારોની જવાબદારી છે. તે ઇઝરાયલી લોકોનાં શુદ્ધિકરણ માટે પાપાર્થાર્પણો, ખાદ્યાર્પણો, દહનીયાર્પણ તથા શાંત્યર્પણો પૂરા પાડશે.’”
18 主耶和華如此說:「正月初一日,你要取無殘疾的公牛犢,潔淨聖所。
૧૮પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘પહેલા મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો લેવો અને પવિત્રસ્થાનને માટે પાપાર્થાર્પણ ચઢાવવું.
19 祭司要取些贖罪祭牲的血,抹在殿的門柱上和壇磴臺的四角上,並內院的門框上。
૧૯યાજક પાપાર્થાર્પણનું કેટલુંક રક્ત લઈને તે સભાસ્થાનની બારસાખ પર, વેદીના ચાર ખૂણા પર તથા અંદરના આંગણાના દરવાજે લગાડે.
20 本月初七日也要為誤犯罪的和愚蒙犯罪的如此行,為殿贖罪。
૨૦દરેક વ્યક્તિએ અજાણતાંથી તથા અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તો તેણે તે મહિનાના સાતમા દિવસે પણ આ પ્રમાણે કરવું. સભાસ્થાન માટે આ રીતે તમારે શુદ્ધ કરવું.
21 「正月十四日,你們要守逾越節,守節七日,要吃無酵餅。
૨૧પહેલા મહિનાના ચૌદમા દિવસે તમારે પાસ્ખાપર્વ પાળવું. સાત દિવસ સુધી પાસ્ખાપર્વ પાળવું. તારે બેખમીર રોટલી ખાવી.
22 當日,王要為自己和國內的眾民預備一隻公牛作贖罪祭。
૨૨તે દિવસે સરદારે પોતાના તથા ઇઝરાયલી લોકોના પાપને માટે એક બળદને પાપાર્થાર્પણ તરીકે તૈયાર કરવો.
23 這節的七日,每日他要為耶和華預備無殘疾的公牛七隻、公綿羊七隻為燔祭。每日又要預備公山羊一隻為贖罪祭。
૨૩એ પર્વના સાત દિવસ સરદાર યહોવાહ માટે દહનીયાર્પણ તૈયાર કરે સાત દિવસ ખોડખાંપણ વગરના સાત બળદો તથા ખોડખાંપણ વગરના સાત ઘેટાને, પાપાર્થાર્પણ તરીકે દરરોજ એક બકરાને રજૂ કરે.
24 他也要預備素祭,就是為一隻公牛同獻一伊法細麵,為一隻公綿羊同獻一伊法細麵,每一伊法細麵加油一欣。
૨૪સરદાર દરેક બળદ એક એફાહ તથા ઘેટા માટે એક એફાહ, દરેક એફાહ એક હિન તેલ ખાદ્યાર્પણ તરીકે રજૂ કરે.
25 七月十五日守節的時候,七日他都要如此行,照逾越節的贖罪祭、燔祭、素祭,和油的條例一樣。」
૨૫સાતમા મહિનાના પંદરમા દિવસે, સરદાર પર્વમાં સાત દિવસ એ જ પ્રમાણે કરે; એટલે પાપાર્થાર્પણ, દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેલનાં અર્પણ ચઢાવવાં.’”

< 以西結書 45 >