< 诗篇 8 >
1 大卫的诗,交与伶长。用迦特乐器。 耶和华—我们的主啊, 你的名在全地何其美! 你将你的荣耀彰显于天。
૧મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તીથ. દાઉદનું ગીત. હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.
2 你因敌人的缘故, 从婴孩和吃奶的口中, 建立了能力, 使仇敌和报仇的闭口无言。
૨તમારા શત્રુઓને કારણે, તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, શત્રુને તથા વેરીને તમે શાંત પાડો.
3 我观看你指头所造的天, 并你所陈设的月亮星宿,
૩આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું,
4 便说:人算什么,你竟顾念他! 世人算什么,你竟眷顾他!
૪ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?
5 你叫他比天使微小一点, 并赐他荣耀尊贵为冠冕。
૫કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે.
6 你派他管理你手所造的, 使万物,就是一切的牛羊、 田野的兽、空中的鸟、海里的鱼, 凡经行海道的,都服在他的脚下。
૬તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે:
૭સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ,
૮આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.
૯હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!