< 诗篇 78 >

1 亚萨的训诲诗。 我的民哪,你们要留心听我的训诲, 侧耳听我口中的话。
આસાફનું માસ્કીલ. મારા લોકો, મારો નિયમ સાંભળો, મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.
2 我要开口说比喻; 我要说出古时的谜语,
હું ડહાપણ વિશેનું ગીત ગાઈશ; હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ કે,
3 是我们所听见、所知道的, 也是我们的祖宗告诉我们的。
જે વાત આપણે સાંભળી છે તથા શીખ્યા છીએ જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
4 我们不将这些事向他们的子孙隐瞒, 要将耶和华的美德和他的能力, 并他奇妙的作为,述说给后代听。
યહોવાહનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના વંશજોથી આપણે તે સંતાડીશું નહિ.
5 因为,他在雅各中立法度, 在以色列中设律法; 是他吩咐我们祖宗要传给子孙的,
કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે.
6 使将要生的后代子孙可以晓得; 他们也要起来告诉他们的子孙,
જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનોને તે જણાવે, માટે તેમણે આજ્ઞા આપી છે.
7 好叫他们仰望 神, 不忘记 神的作为, 惟要守他的命令。
જેથી તેઓ સહુ ઈશ્વરની આશા રાખે અને તેમનાં અદ્દભુત કાર્યોને વીસરી જાય નહિ, પણ તેમની આજ્ઞાઓને પાળે.
8 不要像他们的祖宗, 是顽梗悖逆、居心不正之辈, 向着 神,心不诚实。
પછી તેઓ પોતાના પૂર્વજોના જેવા ન થાય, કે જેઓ હઠીલા તથા બંડખોર પેઢીના છે, એવી પેઢી કે જેઓનાં હૃદય સ્થિર નથી અને જેઓનો આત્મા સમર્પિત કે ઈશ્વરને વિશ્વાસુ નથી.
9 以法莲的子孙带着兵器,拿着弓, 临阵之日转身退后。
એફ્રાઇમના લોકો શસ્ત્રસજ્જિત ધનુર્ધારી હોવા છતાં પણ લડાઈના દિવસમાં પાછા હઠી ગયા.
10 他们不遵守 神的约, 不肯照他的律法行;
૧૦તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
11 又忘记他所行的 和他显给他们奇妙的作为。
૧૧તેમણે કરેલાં અદ્દભુત કાર્યો, ચમત્કારો તેમણે તેઓને બતાવ્યા હતા તે તેઓ ભૂલી ગયા.
12 他在埃及地,在琐安田, 在他们祖宗的眼前施行奇事。
૧૨મિસર દેશમાં, સોઆનનાં ક્ષેત્રમાં, તેઓના પૂર્વજોની આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં.
13 他将海分裂,使他们过去, 又叫水立起如垒。
૧૩તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા; તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં.
14 他白日用云彩, 终夜用火光引导他们。
૧૪તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી દોરતા.
15 他在旷野分裂磐石, 多多地给他们水喝,如从深渊而出。
૧૫તેમણે અરણ્યમાં ખડકને તોડીને અને ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
16 他使水从磐石涌出, 叫水如江河下流。
૧૬તેમણે ખડકમાંથી પાણીની ધારો કાઢી અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
17 他们却仍旧得罪他, 在干燥之地悖逆至高者。
૧૭તેમ છતાં તેઓએ તેમની વિરુદ્ધ પાપ કરવાનું ચાલુ જ રાખ્યું, અરણ્યમાં પરાત્પરની વિરુદ્ધ તેઓ બંડ કરતા રહ્યા.
18 他们心中试探 神, 随自己所欲的求食物,
૧૮પોતાના ખાઉધરાપણાને વશ થઈને ખોરાક માગીને તેઓએ પોતાના હૃદયથી ઈશ્વરની પરીક્ષા કરી.
19 并且妄论 神说: 神在旷野岂能摆设筵席吗?
૧૯તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા; તેઓએ કહ્યું, “શું અરણ્યમાં ઈશ્વર મેજ તૈયાર કરી શકે?
20 他曾击打磐石,使水涌出,成了江河; 他还能赐粮食吗? 还能为他的百姓预备肉吗?
૨૦જુઓ, જ્યારે તેમણે ખડકને લાકડી મારી, ત્યારે પાણી વહી આવ્યું અને પાણીનાં ઝરણાં વહેવા માંડ્યાં. પણ શું તે આપણને રોટલી આપી શકે છે? શું તે પોતાના લોકોને માટે માંસ પૂરું પાડી શકશે?”
21 所以,耶和华听见就发怒; 有烈火向雅各烧起; 有怒气向以色列上腾;
૨૧જ્યારે યહોવાહે આ સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થયા; તેથી યાકૂબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠ્યો અને ઇઝરાયલ પર તેમનો કોપ ભભૂક્યો,
22 因为他们不信服 神, 不倚赖他的救恩。
૨૨કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ અને તેમના દ્વારા મળતા ઉદ્ધાર પર ભરોસો રાખ્યો નહિ.
23 他却吩咐天空, 又敞开天上的门,
૨૩છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી અને આકાશના દ્વાર ખોલી નાખ્યાં.
24 降吗哪,像雨给他们吃, 将天上的粮食赐给他们。
૨૪તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી અને તેમણે સ્વર્ગમાંથી ધાન્ય આપ્યું.
25 各人吃大能者的食物; 他赐下粮食,使他们饱足。
૨૫લોકોએ દૂતોનો ખોરાક ખાધો. અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી તેમણે ભોજન આપ્યું.
26 他领东风起在天空, 又用能力引了南风来。
૨૬તેમણે આકાશમાં પૂર્વ તરફથી પવન ફુંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી પવન ફુંકાવ્યો.
27 他降肉,像雨在他们当中,多如尘土, 又降飞鸟,多如海沙,
૨૭તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પીંછાવાળા પક્ષીઓ તેઓના પર વરસાવ્યાં.
28 落在他们的营中, 在他们住处的四面。
૨૮તેમણે તેઓની છાવણી મધ્યે અને તેઓના તંબુઓની ચારેબાજુએ તે પાડ્યાં.
29 他们吃了,而且饱足; 这样就随了他们所欲的。
૨૯લોકો ધરાઈ રહ્યા ત્યાં સુધી ખાધું. તેઓના માગ્યા પ્રમાણે તેમણે આપ્યું.
30 他们贪而无厌, 食物还在他们口中的时候,
૩૦પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યા નહિ; તેઓનો ખોરાક તેઓના મુખમાં જ હતો,
31 神的怒气就向他们上腾, 杀了他们内中的肥壮人, 打倒以色列的少年人。
૩૧એટલામાં, ઈશ્વરનો કોપ તેઓ પર પ્રગટ્યો અને તેઓમાંના હુષ્ટપુષ્ટોને મારી નાખ્યા. તેમણે ઇઝરાયલના શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.
32 虽是这样,他们仍旧犯罪, 不信他奇妙的作为。
૩૨આમ છતાં, તેઓ પાપ કરતા રહ્યા અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
33 因此,他叫他们的日子全归虚空, 叫他们的年岁尽属惊恐。
૩૩માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા; અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં.
34 他杀他们的时候,他们才求问他, 回心转意,切切地寻求 神。
૩૪જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા.
35 他们也追念 神是他们的磐石, 至高的 神是他们的救赎主。
૩૫તેઓએ યાદ કર્યુ કે ઈશ્વર તેઓના ખડક છે અને પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે.
36 他们却用口谄媚他, 用舌向他说谎。
૩૬પણ તેઓએ પોતાના મુખે તેમની પ્રશંસા કરી અને પોતાની જીભે તેમની સમક્ષ જૂઠું બોલ્યા.
37 因他们的心向他不正, 在他的约上也不忠心。
૩૭કેમ કે તેઓનાં હૃદય તેમના પ્રત્યે વિશ્વાસુ નહોતાં અને તેઓ તેમના કરાર પ્રત્યે વફાદાર નહોતા.
38 但他有怜悯, 赦免他们的罪孽, 不灭绝他们, 而且屡次消他的怒气, 不发尽他的忿怒。
૩૮તેમ છતાં તેમણે, દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી અને તેઓનો નાશ ન કર્યો. હા, ઘણીવાર તેમણે પોતાનો ક્રોધ સમાવી દીધો અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
39 他想到他们不过是血气, 是一阵去而不返的风。
૩૯તેમણે સંભાર્યુ કે તેઓ દેહથી બનેલા છે એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
40 他们在旷野悖逆他, 在荒地叫他担忧,何其多呢!
૪૦તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની વિરુદ્ધ બંડ કર્યું અને રાનમાં તેમને દુ: ખી કર્યા!
41 他们再三试探 神, 惹动以色列的圣者。
૪૧વારંવાર તેઓએ ઈશ્વરની કસોટી કરી અને ઇઝરાયલના પવિત્રને દુ: ખી કર્યા.
42 他们不追念他的能力 和赎他们脱离敌人的日子;
૪૨તેઓ તેમનાં મહાન સામર્થ્યનો વિચાર કર્યો નહિ, તેમણે કેવી રીતે તેઓને શત્રુઓથી છોડાવ્યા, તે પણ યાદ કર્યું નહિ.
43 他怎样在埃及地显神迹, 在琐安田显奇事,
૪૩મિસરમાં તેમણે જે ચમત્કારિક ચિહ્નો અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.
44 把他们的江河并河汊的水都变为血, 使他们不能喝。
૪૪તેમણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ તે ઝરણામાંથી પી શકે નહિ.
45 他叫苍蝇成群落在他们当中,嘬尽他们, 又叫青蛙灭了他们,
૪૫તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, તે મધમાખીઓ તેઓને કરડી અને દેડકાંઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
46 把他们的土产交给蚂蚱, 把他们辛苦得来的交给蝗虫。
૪૬તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી અને તેઓની મહેનતનું ફળ તીડને આપી દીધું.
47 他降冰雹打坏他们的葡萄树, 下严霜打坏他们的桑树,
૪૭તેમણે કરાથી તેઓની દ્રાક્ષવાડીઓ અને હિમથી તેઓનાં ગુલ્લરવૃક્ષોનો નાશ કર્યો હતો.
48 又把他们的牲畜交给冰雹, 把他们的群畜交给闪电。
૪૮તેમણે તેઓનાં જાનવર કરાને અને તેઓનાં ટોળાં વીજળીને સ્વાધીન કર્યા.
49 他使猛烈的怒气和忿怒、恼恨、苦难 成了一群降灾的使者,临到他们。
૪૯તેમણે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમણે રોષ, ગુસ્સો અને તિરસ્કાર તેઓની વિરુદ્ધ સંહારક દૂતોની માફક મોકલ્યા.
50 他为自己的怒气修平了路, 将他们交给瘟疫, 使他们死亡,
૫૦તેમણે પોતાના કોપ માટે રસ્તો ખુલ્લો કર્યો; તેમણે મરણથી તેઓના પ્રાણ બચાવ્યા નહિ પણ તેઓના પર મરકી મોકલી.
51 在埃及击杀一切长子, 在含的帐棚中击杀他们强壮时头生的。
૫૧તેમણે મિસરમાં સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા; હામના તંબુઓમાં તેઓના પ્રથમ પ્રથમજનિત નરબાળકોને માર્યા.
52 他却领出自己的民如羊, 在旷野引他们如羊群。
૫૨તે પોતાના લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ બહાર લાવ્યાં અને તેમણે અરણ્યમાં થઈને તેઓને ટોળાંની જેમ દોર્યા.
53 他领他们稳稳妥妥地,使他们不致害怕; 海却淹没他们的仇敌。
૫૩તેમણે તેઓને એવા સુરક્ષિત ચલાવ્યા કે તેઓ બીધા નહિ, પણ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
54 他带他们到自己圣地的边界, 到他右手所得的这山地。
૫૪અને તેમણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં, એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં પોતાના લોકોને લાવ્યા.
55 他在他们面前赶出外邦人, 用绳子将外邦的地量给他们为业, 叫以色列支派的人住在他们的帐棚里。
૫૫તેમણે તેઓની આગળથી વિદેશીઓને કાઢી મૂક્યા અને જમીન માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.
56 他们仍旧试探、悖逆至高的 神, 不守他的法度,
૫૬તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની કસોટી કરવાનું તથા તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓ પાળી નહિ.
57 反倒退后,行诡诈,像他们的祖宗一样; 他们改变,如同翻背的弓。
૫૭તેઓ તેમના પૂર્વજોની જેમ પાછા ફરી જઈને અવિશ્વાસુઓની જેમ વર્તવા લાગ્યા; વાંકા ધનુષ્યના બાણની જેમ તેઓ આડે રસ્તે ચઢ્યા.
58 因他们的邱坛惹了他的怒气; 因他们雕刻的偶像触动他的愤恨。
૫૮કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો બનાવીને અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો.
59 神听见就发怒, 极其憎恶以色列人。
૫૯જ્યારે ઈશ્વરે એ સાંભળ્યું, ત્યારે તે ગુસ્સે થયા અને ઇઝરાયલનો પૂરેપૂરો નકાર કર્યો.
60 甚至他离弃示罗的帐幕, 就是他在人间所搭的帐棚;
૬૦તેથી તેમણે શીલોહ નગરનો માંડવો એટલે જે તંબુ તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો.
61 又将他的约柜交与人掳去, 将他的荣耀交在敌人手中;
૬૧તેમણે પોતાનું સામર્થ્ય બંધનમાં અને પોતાનું ગૌરવ શત્રુના હાથમાં સોંપ્યા.
62 并将他的百姓交与刀剑, 向他的产业发怒。
૬૨તેમણે પોતાના લોકોને તલવારને સ્વાધીન કર્યા અને પોતાના વારસા પર તે કોપાયમાન થયા.
63 少年人被火烧灭; 处女也无喜歌。
૬૩તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યા અને તેઓની કન્યાઓના લગ્નમાં ગીત ગાવામાં આવ્યાં નહિ.
64 祭司倒在刀下, 寡妇却不哀哭。
૬૪તેઓના યાજકો તલવારથી માર્યા ગયા અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહિ.
65 那时,主像世人睡醒, 像勇士饮酒呼喊。
૬૫જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ, દ્રાક્ષારસના કેફથી શૂરવીર પુરુષની જેમ પ્રભુ ઊઠ્યા.
66 他就打退了他的敌人, 叫他们永蒙羞辱;
૬૬તેમણે પાછળથી પોતાના શત્રુઓને માર્યા; તેમણે તેઓને સદાને માટે શરમિંદા કર્યા.
67 并且他弃掉约瑟的帐棚, 不拣选以法莲支派,
૬૭તેમણે યૂસફના તંબુનો નકાર કર્યો અને એફ્રાઇમના કુળનો સ્વીકાર કર્યો નહિ.
68 却拣选犹大支派—他所喜爱的锡安山;
૬૮તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને, પસંદ કર્યા.
69 盖造他的圣所,好像高峰, 又像他建立永存之地;
૬૯તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.
70 又拣选他的仆人大卫, 从羊圈中将他召来,
૭૦તેમણે વાડામાંથી ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
71 叫他不再跟从那些带奶的母羊, 为要牧养自己的百姓雅各 和自己的产业以色列。
૭૧દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો, ત્યાંથી તેમના લોકો યાકૂબના સંતાનનું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.
72 于是,他按心中的纯正牧养他们, 用手中的巧妙引导他们。
૭૨દાઉદે તેમને શુદ્ધ હૃદયથી અને કૌશલ્યસભર શાણપણથી દોર્યા.

< 诗篇 78 >