< 诗篇 68 >
1 大卫的诗歌,交与伶长。 愿 神兴起,使他的仇敌四散, 叫那恨他的人从他面前逃跑。
૧મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; ગાયન. ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ; તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.
2 他们被驱逐,如烟被风吹散; 恶人见 神之面而消灭,如蜡被火熔化。
૨તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.
૩પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો; તેઓ આનંદ કરો અને હર્ષ પામો.
4 你们当向 神唱诗,歌颂他的名; 为那坐车行过旷野的修平大路。 他的名是耶和华, 要在他面前欢乐!
૪ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.
૫અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
6 神叫孤独的有家, 使被囚的出来享福; 惟有悖逆的住在干燥之地。
૬ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.
7 神啊,你曾在你百姓前头出来, 在旷野行走。 (细拉)
૭હે ઈશ્વર, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યા, જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, (સેલાહ)
8 那时,地见 神的面而震动,天也落雨; 西奈山见以色列 神的面也震动。
૮ત્યારે પૃથ્વી કાંપી; વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.
9 神啊,你降下大雨; 你产业以色列疲乏的时候,你使他坚固。
૯હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો; જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.
10 你的会众住在其中; 神啊,你的恩惠是为困苦人预备的。
૧૦તમારા લોકો તેમાં રહે છે; હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.
૧૧પ્રભુ હુકમ આપે છે અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું.
12 统兵的君王逃跑了,逃跑了; 在家等候的妇女分受所夺的。
૧૨રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે:
13 你们安卧在羊圈的时候, 好像鸽子的翅膀镀白银,翎毛镀黄金一般。
૧૩જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે ચાંદીનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો.
14 全能者在境内赶散列王的时候, 势如飘雪在撒们。
૧૪જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું.
૧૫એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે; બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે.
16 你们多峰多岭的山哪, 为何斜看 神所愿居住的山? 耶和华必住这山,直到永远!
૧૬અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો? નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે.
17 神的车辇累万盈千; 主在其中,好像在西奈圣山一样。
૧૭ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે; જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે.
18 你已经升上高天,掳掠仇敌; 你在人间,就是在悖逆的人间,受了供献, 叫耶和华 神可以与他们同住。
૧૮તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી ભેટો લીધી, એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.
19 天天背负我们重担的主, 就是拯救我们的 神, 是应当称颂的! (细拉)
૧૯પ્રભુની સ્તુતિ થાઓ, કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા ઉદ્ધારના ઈશ્વર છે. (સેલાહ)
20 神是为我们施行诸般救恩的 神; 人能脱离死亡是在乎主耶和华。
૨૦ઈશ્વર એ આપણા ઈશ્વર છે જેમણે આપણને બચાવ્યા; મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાહ પાસે છે.
21 但 神要打破他仇敌的头, 就是那常犯罪之人的发顶。
૨૧પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે, પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે.
22 主说:我要使众民从巴珊而归, 使他们从深海而回,
૨૨પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ, હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ.
23 使你打碎仇敌,你的脚踹在血中, 使你狗的舌头从其中得分。
૨૩કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે.”
24 神啊,你是我的 神,我的王; 人已经看见你行走,进入圣所。
૨૪હે ઈશ્વર, તેઓએ તમારી સવારી જોઈ છે, મારા ઈશ્વર, મારા રાજાના પવિત્રસ્થાનની સવારી તેઓએ જોઈ છે.
25 歌唱的行在前,作乐的随在后, 都在击鼓的童女中间。
૨૫આગળ ગાયકો ચાલતા હતા, પાછળ વાજાં વગાડનારા ચાલતા હતા અને તેઓની વચમાં ખંજરી વગાડનારી કન્યાઓ ચાલતી હતી.
26 从以色列源头而来的, 当在各会中称颂主 神!
૨૬હે ભક્તમંડળ, તમે ઈશ્વરની સ્તુતિ કરો; ઇઝરાયલના વંશજો તમે યહોવાહની સ્તુતિ કરો.
27 在那里,有统管他们的小便雅悯, 有犹大的首领和他们的群众, 有西布伦的首领, 有拿弗他利的首领。
૨૭પ્રથમ ત્યાં બિન્યામીનનું નાનું કુળ આગેવાની આપે છે, પછી યહૂદાના આગેવાનો અને તેઓની સભા, ત્યારબાદ ઝબુલોનના આગેવાનો અને નફતાલીના આગેવાનો પણ ત્યાં છે.
28 以色列的能力是 神所赐的; 神啊,求你坚固你为我们所成全的事!
૨૮તમારા ઈશ્વરે તમારું બળ સર્જ્યું છે; હે ઈશ્વર, જેમ ભૂતકાળમાં તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમ અમને તમારું સામર્થ્ય પ્રગટ કરો.
૨૯કેમ કે યરુશાલેમના તમારા ઘરમાં રાજાઓ તમારી પાસે ભેટો લાવશે.
30 求你叱喝芦苇中的野兽和群公牛, 并列邦中的牛犊。 把银块踹在脚下; 神已经赶散好争战的列邦。
૩૦સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો, બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો. જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.
31 埃及的公侯要出来朝见 神; 古实人要急忙举手祷告。
૩૧મિસરમાંથી રાજકુમારો આવશે; કૂશના લોકો જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.
32 世上的列国啊,你们要向 神歌唱; 愿你们歌颂主!
૩૨હે પૃથ્વીના રાજ્યો, તમે ઈશ્વર માટે ગાઓ; (સેલાહ) યહોવાહનું સ્તવન કરો.
33 歌颂那自古驾行在诸天以上的主! 他发出声音,是极大的声音。
૩૩પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો; જુઓ, તે પોતાની સામર્થ્યવાન વાણી કાઢે છે.
34 你们要将能力归给 神。 他的威荣在以色列之上; 他的能力是在穹苍。
૩૪પરાક્રમ કેવળ ઈશ્વરનું છે; તેમની સત્તા ઇઝરાયલ પર છે અને તેમનું સામર્થ્ય આકાશોમાં છે.
35 神啊,你从圣所显为可畏; 以色列的 神是那将力量权能赐给他百姓的。 神是应当称颂的!
૩૫હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં અતિ ભયાવહ છો; ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરની સ્તુતિ થાઓ.