< 诗篇 53 >
1 大卫的训诲诗,交与伶长。调用麻哈拉。 愚顽人心里说:没有 神。 他们都是邪恶,行了可憎恶的罪孽; 没有一个人行善。
૧મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ. દાઉદનું માસ્કીલ. મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે જ નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે; ભલું કરનાર કોઈ નથી.
2 神从天上垂看世人,要看有明白的没有? 有寻求他的没有?
૨સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ, તે જોવાને ઈશ્વરે આકાશમાંથી મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી.
3 他们各人都退后,一同变为污秽; 并没有行善的,连一个也没有。
૩તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ.
4 作孽的没有知识吗? 他们吞吃我的百姓如同吃饭一样,并不求告 神。
૪શું ખોટું કરનારને કંઈ સમજણ નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી.
5 他们在无可惧怕之处就大大害怕, 因为 神把那安营攻击你之人的骨头散开了。 你使他们蒙羞,因为 神弃绝了他们。
૫જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે.
6 但愿以色列的救恩从锡安而出。 神救回他被掳的子民那时, 雅各要快乐,以色列要欢喜。
૬સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે! જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે, ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે.