< 诗篇 52 >

1 以东人多益来告诉扫罗说:“大卫到了亚希米勒家。”那时,大卫作这训诲诗,交与伶长。 勇士啊,你为何以作恶自夸? 神的慈爱是常存的。
મુખ્ય ગવૈયાને માટે દાઉદનું માસ્કીલ: દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે, તે વખતનું. ઓ શક્તિશાળી માણસ, તું તારાં દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.
2 你的舌头邪恶诡诈, 好像剃头刀,快利伤人。
તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે.
3 你爱恶胜似爱善, 又爱说谎,不爱说公义。 (细拉)
તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે.
4 诡诈的舌头啊, 你爱说一切毁灭的话!
અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.
5 神也要毁灭你,直到永远; 他要把你拿去,从你的帐棚中抽出, 从活人之地将你拔出。 (细拉)
ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. (સેલાહ)
6 义人要看见而惧怕, 并要笑他,
વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; તેઓ હસીને તેને કહેશે કે,
7 说:看哪,这就是那不以 神为他力量的人, 只倚仗他丰富的财物,在邪恶上坚立自己。
“જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.”
8 至于我,就像 神殿中的青橄榄树; 我永永远远倚靠 神的慈爱。
પણ હું તો ઈશ્વરના ઘરના લીલા જૈતૂનવૃક્ષ જેવો છું; હું ઈશ્વરની કૃપા પર સદાકાળ ભરોસો રાખું છું.
9 我要称谢你,直到永远, 因为你行了这事。 我也要在你圣民面前仰望你的名; 这名本为美好。
હે ઈશ્વર, તમે જે કર્યું છે, તે માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ. હું તમારા નામ પર આશા રાખું છું, કેમ કે તમારું નામ ઉત્તમ છે અને હું તે તમારાં સંતોની સમક્ષ પ્રગટ કરીશ.

< 诗篇 52 >