< 诗篇 39 >

1 大卫的诗,交与伶长耶杜顿。 我曾说:我要谨慎我的言行, 免得我舌头犯罪; 恶人在我面前的时候, 我要用嚼环勒住我的口。
મુખ્ય ગવૈયા યદૂથૂન માટે. દાઉદનું ગીત. મેં નક્કી કર્યું કે, “હું જે કહું છું, તે હું ધ્યાન રાખીશ કે જેથી હું મારી જીભે પાપ ન કરું. જ્યાં સુધી દુષ્ટો મારી આસપાસ હશે, ત્યાં સુધી હું મારા મોં પર લગામ રાખીશ.
2 我默然无声,连好话也不出口; 我的愁苦就发动了,
હું શાંત રહ્યો; સત્ય બોલવાથી પણ હું છાનો રહ્યો અને મારો શોક વધી ગયો.
3 我的心在我里面发热。 我默想的时候,火就烧起, 我便用舌头说话。
મારું હૃદય મારામાં તપી ગયું; જ્યારે મેં આ બાબતો વિષે વિચાર કર્યો, ત્યારે વિચારોનો અગ્નિ સળગી ઊઠ્યો. પછી અંતે હું બોલ્યો કે,
4 耶和华啊,求你叫我晓得我身之终! 我的寿数几何? 叫我知道我的生命不长!
“હે યહોવાહ, મને જણાવો કે મારું આયુષ્ય કેટલું છે? અને મારા આયુષ્યના દિવસો કેટલા છે, તે મને જણાવો. હું કેવો ક્ષણભંગુર છું, તે મને સમજાવો.
5 你使我的年日窄如手掌; 我一生的年数,在你面前如同无有。 各人最稳妥的时候,真是全然虚幻。 (细拉)
જુઓ, તમે મારા દિવસો મુઠ્ઠીભર કર્યા છે અને મારું આયુષ્ય તમારી આગળ કંઈ જ નથી. ચોક્કસ દરેક માણસ વ્યર્થ છે.
6 世人行动实系幻影。 他们忙乱,真是枉然; 积蓄财宝,不知将来有谁收取。
નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે. નિશ્ચે દરેક જણ મિથ્યા ગભરાય છે તે સંગ્રહ કરે છે પણ તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.
7 主啊,如今我等什么呢? 我的指望在乎你!
હવે, હે પ્રભુ, હું શાની રાહ જોઉં? તમે જ મારી આશા છો.
8 求你救我脱离一切的过犯, 不要使我受愚顽人的羞辱。
મારા સર્વ અપરાધો પર મને વિજય અપાવો: મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો.
9 因我所遭遇的是出于你, 我就默然不语。
હું ચૂપ રહ્યો છું અને મેં મારું મુખ ઉઘાડ્યું નથી કેમ કે તમે જે કર્યુ છે એ હું જાણું છું.
10 求你把你的责罚从我身上免去; 因你手的责打,我便消灭。
૧૦હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રબળ હાથના પ્રહારે હું નિશ્ચે નષ્ટ જેવો જ થઈ ગયો છું.
11 你因人的罪恶惩罚他的时候, 叫他的笑容消灭,如衣被虫所咬。 世人真是虚幻! (细拉)
૧૧જ્યારે તમે લોકોને તેઓનાં પાપોને કારણે શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક લોકો કંઈ જ નથી પણ વ્યર્થ છે.
12 耶和华啊,求你听我的祷告, 留心听我的呼求! 我流泪,求你不要静默无声! 因为我在你面前是客旅, 是寄居的,像我列祖一般。
૧૨હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ કાને ધરો; મારાં આંસુ જોઈને! શાંત બેસી ન રહો, કેમ કે હું તમારી સાથે વિદેશી જેવો છું, મારા સર્વ પૂર્વજોની જેમ હું પણ મુસાફર છું.
13 求你宽容我, 使我在去而不返之先可以力量复原。
૧૩હું મૃત્યુ પામું તે અગાઉ, તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે જેથી હું ફરીથી હર્ષ પામું.

< 诗篇 39 >