< 诗篇 36 >
1 耶和华的仆人大卫的诗,交与伶长。 恶人的罪过在他心里说: 我眼中不怕 神!
૧મુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું (ગીત). દુષ્ટનો અપરાધ મારા હૃદયમાં કહે છે કે; તેની દ્રષ્ટિમાં ઈશ્વરનો ભય છે જ નહિ.
2 他自夸自媚, 以为他的罪孽终不显露,不被恨恶。
૨કેમ કે તે પોતાના મનમાં અભિમાન કરે છે કે મારો અન્યાય પ્રગટ થશે નહિ અને મારો તિરસ્કાર થશે નહિ.
3 他口中的言语尽是罪孽诡诈; 他与智慧善行已经断绝。
૩તેના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે; તેને જ્ઞાની થવાનું તથા ભલું કરવાનું ગમતું નથી.
4 他在床上图谋罪孽, 定意行不善的道,不憎恶恶事。
૪તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને યોજના ઘડે છે; તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે; તે દુષ્ટતાને નકારતો નથી.
5 耶和华啊,你的慈爱上及诸天; 你的信实达到穹苍。
૫હે યહોવાહ, તમારી કૃપા આકાશો સુધી વિસ્તરેલી છે; તમારું વિશ્વાસપણું વાદળો સુધી વ્યાપેલું છે.
6 你的公义好像高山; 你的判断如同深渊。 耶和华啊,人民、牲畜,你都救护。
૬તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું અચળ છે; તમારો ન્યાય અતિ ગહન છે. હે યહોવાહ, તમે માનવજાતનું અને પશુનું રક્ષણ કરો છો.
7 神啊,你的慈爱何其宝贵! 世人投靠在你翅膀的荫下。
૭હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે! તમારી પાંખોની છાયામાં સર્વ મનુષ્ય આશ્રય લે છે.
8 他们必因你殿里的肥甘得以饱足; 你也必叫他们喝你乐河的水。
૮તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે; તમારા આશીર્વાદોની નદીઓમાંથી તેઓ પીશે.
9 因为,在你那里有生命的源头; 在你的光中,我们必得见光。
૯કારણ કે તમારી પાસે જીવનનો ઝરો છે; અમે તમારા અજવાળામાં અજવાળું જોઈશું.
10 愿你常施慈爱给认识你的人, 常以公义待心里正直的人。
૧૦જેઓ તમને ઓળખે છે, તેમના ઉપર તમારી દયા તથા જેમનાં હૃદય પવિત્ર છે, તેમની સાથે તમારું ન્યાયીપણું જારી રાખજો.
11 不容骄傲人的脚践踏我; 不容凶恶人的手赶逐我。
૧૧મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ. દુષ્ટોના હાથ મને નસાડી મૂકે નહિ.
12 在那里,作孽的人已经仆倒; 他们被推倒,不能再起来。
૧૨દુષ્ટોનું કેવું પતન થયું છે; તેઓ એવા પડી ગયા છે કે પાછા ઊઠી શકશે નહિ.