< 诗篇 27 >

1 大卫的诗。 耶和华是我的亮光,是我的拯救, 我还怕谁呢? 耶和华是我性命的保障, 我还惧谁呢?
દાઉદનું (ગીત). યહોવાહ મારા ઉદ્ધારનાર તથા પ્રકાશ છે; હું કોનાથી બીહું? યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનો ભય લાગે?
2 那作恶的就是我的仇敌, 前来吃我肉的时候就绊跌仆倒。
જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે.
3 虽有军兵安营攻击我,我的心也不害怕; 虽然兴起刀兵攻击我,我必仍旧安稳。
જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.
4 有一件事,我曾求耶和华,我仍要寻求: 就是一生一世住在耶和华的殿中, 瞻仰他的荣美,在他的殿里求问。
યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
5 因为我遭遇患难,他必暗暗地保守我; 在他亭子里,把我藏在他帐幕的隐密处, 将我高举在磐石上。
કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે; તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે. તે મને ખડક પર ચઢાવશે!
6 现在我得以昂首,高过四面的仇敌。 我要在他的帐幕里欢然献祭; 我要唱诗歌颂耶和华。
પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ! હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ!
7 耶和华啊,我用声音呼吁的时候,求你垂听; 并求你怜恤我,应允我。
હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો! મારા પર દયા કરીને મને ઉત્તર આપો!
8 你说:你们当寻求我的面。 那时我心向你说:耶和华啊, 你的面我正要寻求。
મારું હૃદય તમારા વિષે કહે છે કે, “તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!
9 不要向我掩面。 不要发怒赶逐仆人, 你向来是帮助我的。 救我的 神啊,不要丢掉我, 也不要离弃我。
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!
10 我父母离弃我, 耶和华必收留我。
૧૦જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, તોપણ યહોવાહ મને સંભાળશે.
11 耶和华啊,求你将你的道指教我, 因我仇敌的缘故引导我走平坦的路。
૧૧હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગે દોરી જાઓ.
12 求你不要把我交给敌人,遂其所愿; 因为妄作见证的和口吐凶言的,起来攻击我。
૧૨મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો, કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠ્યા છે!
13 我若不信在活人之地得见耶和华的恩惠, 就早已丧胆了。
૧૩આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત!
14 要等候耶和华! 当壮胆,坚固你的心! 我再说,要等候耶和华!
૧૪યહોવાહની રાહ જો; બળવાન થા અને હિંમત રાખ! હા, યહોવાહની રાહ જો!

< 诗篇 27 >