< 诗篇 11 >
1 大卫的诗,交与伶长。 我是投靠耶和华; 你们怎么对我说:你当像鸟飞往你的山去。
૧મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું (ગીત) યહોવાહ પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો કે, “પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?”
2 看哪,恶人弯弓,把箭搭在弦上, 要在暗中射那心里正直的人。
૨કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે. તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે.
૩કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?
4 耶和华在他的圣殿里; 耶和华的宝座在天上; 他的慧眼察看世人。
૪યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.
5 耶和华试验义人; 惟有恶人和喜爱强暴的人,他心里恨恶。
૫યહોવાહ ન્યાયી તથા દુષ્ટ લોકોની પરીક્ષા કરે છે, પણ જેઓ હિંસા કરવામાં આનંદ માને છે તેઓને તે ધિક્કારે છે.
6 他要向恶人密布网罗; 有烈火、硫磺、热风,作他们杯中的分。
૬તે દુષ્ટ લોકો પર વરસાદની જેમ અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવે છે; તે તેઓના પ્યાલાનો ભાગ થશે.
7 因为耶和华是公义的,他喜爱公义; 正直人必得见他的面。
૭કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે.