< 箴言 23 >

1 你若与官长坐席, 要留意在你面前的是谁。
જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.
2 你若是贪食的, 就当拿刀放在喉咙上。
જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક.
3 不可贪恋他的美食, 因为是哄人的食物。
સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે.
4 不要劳碌求富, 休仗自己的聪明。
ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; હોશિયાર થઈને પડતું મૂકજે.
5 你岂要定睛在虚无的钱财上吗? 因钱财必长翅膀,如鹰向天飞去。
જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.
6 不要吃恶眼人的饭, 也不要贪他的美味;
કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,
7 因为他心怎样思量, 他为人就是怎样。 他虽对你说,请吃,请喝, 他的心却与你相背。
કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. તે તને કહે છે, “ખાઓ અને પીઓ!” પણ તેનું મન તારા પ્રત્યે નથી.
8 你所吃的那点食物必吐出来; 你所说的甘美言语也必落空。
જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.
9 你不要说话给愚昧人听, 因他必藐视你智慧的言语。
મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.
10 不可挪移古时的地界, 也不可侵入孤儿的田地;
૧૦પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
11 因他们的救赎主大有能力, 他必向你为他们辨屈。
૧૧કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
12 你要留心领受训诲, 侧耳听从知识的言语。
૧૨શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
13 不可不管教孩童; 你用杖打他,他必不至于死。
૧૩બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.
14 你要用杖打他, 就可以救他的灵魂免下阴间。 (Sheol h7585)
૧૪જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે. (Sheol h7585)
15 我儿,你心若存智慧, 我的心也甚欢喜。
૧૫મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.
16 你的嘴若说正直话, 我的心肠也必快乐。
૧૬જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે.
17 你心中不要嫉妒罪人, 只要终日敬畏耶和华;
૧૭તારા મનમાં પાપીની ઈર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે.
18 因为至终必有善报, 你的指望也不致断绝。
૧૮ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે.
19 我儿,你当听,当存智慧, 好在正道上引导你的心。
૧૯મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.
20 好饮酒的,好吃肉的, 不要与他们来往;
૨૦દ્રાક્ષારસ પીનારાઓની અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.
21 因为好酒贪食的,必致贫穷; 好睡觉的,必穿破烂衣服。
૨૧કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.
22 你要听从生你的父亲; 你母亲老了,也不可藐视她。
૨૨તારા પોતાના પિતાનું કહેવું સાંભળ અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.
23 你当买真理; 就是智慧、训诲,和聪明也都不可卖。
૨૩સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ.
24 义人的父亲必大得快乐; 人生智慧的儿子,必因他欢喜。
૨૪નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે.
25 你要使父母欢喜, 使生你的快乐。
૨૫તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.
26 我儿,要将你的心归我; 你的眼目也要喜悦我的道路。
૨૬મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે.
27 妓女是深坑; 外女是窄阱。
૨૭ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.
28 她埋伏好像强盗; 她使人中多有奸诈的。
૨૮તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.
29 谁有祸患?谁有忧愁? 谁有争斗?谁有哀叹? 谁无故受伤?谁眼目红赤?
૨૯કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખોમાં રતાશ છે?
30 就是那流连饮酒、 常去寻找调和酒的人。
૩૦જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે.
31 酒发红,在杯中闪烁, 你不可观看, 虽然下咽舒畅, 终久是咬你如蛇,刺你如毒蛇。
૩૧જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર.
૩૨આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે.
33 你眼必看见异怪的事; 你心必发出乖谬的话。
૩૩તારી આંખો અજાણ્યા વસ્તુઓ જોશે અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે.
34 你必像躺在海中, 或像卧在桅杆上。
૩૪હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.
35 你必说:人打我,我却未受伤; 人鞭打我,我竟不觉得。 我几时清醒,我仍去寻酒。
૩૫તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ. તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.”

< 箴言 23 >