< 箴言 19 >

1 行为纯正的贫穷人 胜过乖谬愚妄的富足人。
અવળું બોલનારા મૂર્ખ શ્રીમંત કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર ગરીબ વ્યક્તિ સારી છે.
2 心无知识的,乃为不善; 脚步急快的,难免犯罪。
વળી ડહાપણ વગરની આકાંક્ષા સારી નથી અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે.
3 人的愚昧倾败他的道; 他的心也抱怨耶和华。
વ્યક્તિ પોતાની મૂર્ખાઈથી પાયમાલ થાય છે અને તેનું હૃદય યહોવાહ વિરુદ્ધ ચિડાય છે.
4 财物使朋友增多; 但穷人朋友远离。
સંપત્તિ ઘણા મિત્રો વધારે છે, પણ ગરીબ વ્યક્તિના મિત્રો તેને છોડી જાય છે.
5 作假见证的,必不免受罚; 吐出谎言的,终不能逃脱。
જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ. અને શ્વાસે શ્વાસે જૂઠું બોલનાર માણસ સજાથી બચી જશે નહિ.
6 好施散的,有多人求他的恩情; 爱送礼的,人都为他的朋友。
ઉદાર માણસની મહેરબાની માટે ઘણા માણસો ખુશામત કરે છે અને દરેક માણસ દાતારનો મિત્ર થવા ચાહે છે.
7 贫穷人,弟兄都恨他; 何况他的朋友,更远离他! 他用言语追随,他们却走了。
દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્કાર કરે છે, તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે! તે તેઓને બોલાવે છે, પણ તેઓ ચાલ્યા ગયા છે.
8 得着智慧的,爱惜生命; 保守聪明的,必得好处。
જે ડહાપણ મેળવે છે તે પોતાના આત્માને જ ચાહે છે. જે વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે.
9 作假见证的,不免受罚; 吐出谎言的,也必灭亡。
જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ, પણ જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે.
10 愚昧人宴乐度日是不合宜的; 何况仆人管辖王子呢?
૧૦મૂર્ખને માટે મોજશોખ ભોગવવો શોભાસ્પદ નથી ગુલામોને રાજકુમારો પર સત્તા ચલાવે તે કેટલું બધું અઘટિત છે.
11 人有见识就不轻易发怒; 宽恕人的过失便是自己的荣耀。
૧૧માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે અને અપરાધની ક્ષમા આપવી એ તેનો મહિમા છે.
12 王的忿怒好像狮子吼叫; 他的恩典却如草上的甘露。
૧૨રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ જેવી છે.
13 愚昧的儿子是父亲的祸患; 妻子的争吵如雨连连滴漏。
૧૩મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે; અને કજિયાખોર પત્ની સતત ટપકતા પાણી જેવી છે.
14 房屋钱财是祖宗所遗留的; 惟有贤慧的妻是耶和华所赐的。
૧૪ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, પણ ડાહી પત્ની યહોવાહ તરફથી મળે છે.
15 懒惰使人沉睡; 懈怠的人必受饥饿。
૧૫આળસ ભરનિદ્રામાં નાખે છે અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે.
16 谨守诫命的,保全生命; 轻忽己路的,必致死亡。
૧૬જે આજ્ઞાનું પાલન કરે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે, પણ જે પોતાના માર્ગો વિષે બેદરકાર છે તે મૃત્યુ પામે છે.
17 怜悯贫穷的,就是借给耶和华; 他的善行,耶和华必偿还。
૧૭ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે અને તે તેને તેનાં સુકૃત્યોનો બદલો આપશે.
18 趁有指望,管教你的儿子; 你的心不可任他死亡。
૧૮આશા છે ત્યાં સુધી તારા બાળકને શિક્ષા કર અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ.
19 暴怒的人必受刑罚; 你若救他,必须再救。
૧૯ઉગ્ર ક્રોધીને શિક્ષા ભોગવવી પડશે; જો તું તેને બચાવવા જશે, તો તારે વારંવાર તેમ કરવું પડશે.
20 你要听劝教,受训诲, 使你终久有智慧。
૨૦સલાહ સાંભળીને શિખામણ સ્વીકાર; જેથી તું તારા આયુષ્યનાં અંતિમ ભાગમાં જ્ઞાની થાય.
21 人心多有计谋; 惟有耶和华的筹算才能立定。
૨૧માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે, પણ ફક્ત યહોવાહની ઇચ્છાઓ જ કાયમ રહેશે.
22 施行仁慈的,令人爱慕; 穷人强如说谎言的。
૨૨માણસ પોતાની દયાવૃત્તિના પ્રમાણમાં પ્રિય થાય છે; જૂઠા માણસ કરતાં ગરીબ માણસ વધારે સારો છે.
23 敬畏耶和华的,得着生命; 他必恒久知足,不遭祸患。
૨૩યહોવાહનું ભય જીવનદાન અને સંતોષ આપે છે તેથી તેનું ભય રાખનાર પર નુકસાનકારક માર આવશે નહિ.
24 懒惰人放手在盘子里, 就是向口撤回,他也不肯。
૨૪આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું તેનું મન થતું નથી.
25 鞭打亵慢人,愚蒙人必长见识; 责备明哲人,他就明白知识。
૨૫તિરસ્કાર કરનાર વ્યક્તિને મારશો, તો ભોળો શાણો થશે; બુદ્ધિમાનને ઠપકો આપશો, તો તે ડહાપણમાં પ્રવીણ થશે.
26 虐待父亲、撵出母亲的, 是贻羞致辱之子。
૨૬જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે.
27 我儿,不可听了教训 而又偏离知识的言语。
૨૭હે મારા દીકરા, જો તું ડહાપણની વાતો સાંભળવાનું બંધ કરીશ, તો તું ડહાપણના શબ્દોને ખોઈ નાખીશ.
28 匪徒作见证戏笑公平; 恶人的口吞下罪孽。
૨૮દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે અને દુષ્ટનું મુખ અન્યાયને ગળી જાય છે.
29 刑罚是为亵慢人预备的; 鞭打是为愚昧人的背预备的。
૨૯તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા અને મૂર્ખોની પીઠને માટે ફટકા તૈયાર કરેલા છે.

< 箴言 19 >