< 民数记 7 >
1 摩西立完了帐幕,就把帐幕用膏抹了,使它成圣,又把其中的器具和坛,并坛上的器具,都抹了,使它成圣。
૧જે દિવસે મૂસાએ મુલાકાતમંડપ ઊભો કરવાનું કાર્ય સંપૂર્ણ કર્યુ, તે દિવસે તેણે મંડપનો તેમ જ તેમાંની બધી સાધનસામગ્રી વેદી તથા તેનાં બધાં સાધનોનું અભિષેક અને શુધ્ધીકરણ કર્યું. તથા તે પાત્રોને પવિત્ર કર્યાં.
2 当天,以色列的众首领,就是各族的族长,都来奉献。他们是各支派的首领,管理那些被数的人。
૨તે દિવસે એમ થયું કે, ઇઝરાયલનાં અધિપતિઓએ એટલે તેઓના પિતાના ઘરના ઉપરીઓએ અર્પણ કર્યું. તેઓ કુળોના અધિપતિઓ અને જેઓની ગણતરી થઈ હતી તેઓના ઉપરીઓ હતા.
3 他们把自己的供物送到耶和华面前,就是六辆篷子车和十二只公牛。每两个首领奉献一辆车,每首领奉献一只牛。他们把这些都奉到帐幕前。
૩તેઓ યહોવાહની સમક્ષ પોતાનું અર્પણ લાવ્યા એટલે બે બળદ જોડેલા છત્રવાળાં છ ગાડાં તથા બાર બળદ. બબ્બે અધિપતિઓ માટે એકેક ગાડું અને દરેકને માટે એકેક બળદ. આ બધું તેઓએ મુલાકાતમંડપની સમક્ષ રજૂ કર્યુ.
૪પછી યહોવાહે મૂસાને કહ્યું કે,
5 “你要收下这些,好作会幕的使用,都要照利未人所办的事交给他们。”
૫“તેઓ પાસેથી તું તે લે કે, તેઓ મુલાકાતમંડપની સેવા કરવાના કામમાં આવે. અને તેઓને તું લેવીઓને આપ એટલે દરેકને તું તેઓની સેવા મુજબ આપ.”
૬તેથી મૂસાએ તે ગાડાં અને બળદો લઈને લેવીઓને આપ્યા.
7 把两辆车,四只牛,照革顺子孙所办的事交给他们,
૭બે ગાડાં અને ચાર બળદો તેણે ગેર્શોનના દીકરાઓને તેઓની સેવા મુજબ આપ્યા.
8 又把四辆车,八只牛,照米拉利子孙所办的事交给他们;他们都在祭司亚伦的儿子以他玛手下。
૮અને તેણે ચાર ગાડાં તથા આઠ બળદ મરારીના દીકરાઓને તેઓની સેવાઓ મુજબ હારુન યાજકના દીકરા ઈથામારની આગેવાની હેઠળ આપ્યા.
9 但车与牛都没有交给哥辖子孙;因为他们办的是圣所的事,在肩头上抬圣物。
૯પરંતુ કહાથના દીકરાઓને તેણે કંઈ જ આપ્યું નહિ, કારણ કે તેમનું કામ પવિત્રસ્થાનના સંબંધમાં હતું અને તેને તેઓ પોતાના ખભા ઉપર ઊંચકી લેતા હતા.
10 用膏抹坛的日子,首领都来行奉献坛的礼,众首领就在坛前献供物。
૧૦વેદીનો અભિષેક થયો તે દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવાને આગેવાનોએ અર્પણ કર્યું તેઓએ વેદી આગળ પોતાનું અર્પણ ચઢાવ્યું.
11 耶和华对摩西说:“众首领为行奉献坛的礼,要每天一个首领来献供物。”
૧૧યહોવાહે મૂસાને કહ્યું, સર્વ અધિપતિઓ પોતપોતાના દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા સારુ અર્પણ ચઢાવે.
12 头一日献供物的是犹大支派的亚米拿达的儿子拿顺。
૧૨અને પહેલે દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળનો આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો.
13 他的供物是:一个银盘子,重一百三十舍客勒,一个银碗,重七十舍客勒,都是按圣所的平,也都盛满了调油的细面作素祭;
૧૩અને તેનું અર્પણ ચાંદીની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું. પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો હતો; બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૧૪તેણે દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર પણ આપ્યું.
15 一只公牛犊,一只公绵羊,一只一岁的公羊羔作燔祭;
૧૫તથા દહનીયાર્પણ માટે એક વાછરડો એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન.
૧૬તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યો.
17 两只公牛,五只公绵羊,五只公山羊,五只一岁的公羊羔作平安祭。这是亚米拿达儿子拿顺的供物。
૧૭અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષનાં પાંચ હલવાન હતાં; આમ્મીનાદાબના દીકરા નાહશોનનું અર્પણ એ હતું.
18 第二日来献的是以萨迦子孙的首领、苏押的儿子拿坦业。
૧૮બીજે દિવસે સુઆરનો દીકરા નથાનએલ એટલે ઇસ્સાખારના અધિપતિએ અર્પણ કર્યું.
19 他献为供物的是:一个银盘子,重一百三十舍客勒,一个银碗,重七十舍客勒,都是按圣所的平,也都盛满了调油的细面作素祭;
૧૯અને તેણે આ અર્પણ ચઢાવ્યું. એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસો વીસ શેકેલ હતું તથા પવિત્ર સ્થાનના શેકેલ મુજબ સિતેર શેકેલ ચાંદીનો એક પ્યાલો. આ બન્ને પાત્રોમાં ખાધાર્પણ તરીકે તેલથી મોહેલો મેંદાથી ભરેલો હતો.
૨૦દશ શેકેલ ધૂપથી ભરેલું સોનાનું ધૂપપાત્ર તેણે આપ્યું.
21 一只公牛犊,一只公绵羊,一只一岁的公羊羔作燔祭;
૨૧તથા તેણે દહનીયાર્પણ માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન આપ્યું.
૨૨તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યું.
23 两只公牛,五只公绵羊,五只公山羊,五只一岁的公羊羔作平安祭。这是苏押儿子拿坦业的供物。
૨૩અને તેણે શાંત્યર્પણોના યજ્ઞ માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન આપ્યાં. સુઆરના દીકરા નથાનએલનું અર્પણ એ હતું.
24 第三日来献的是西布伦子孙的首领、希伦的儿子以利押。
૨૪ત્રીજે દિવસે હેલોનનો દીકરો અલિયાબ, ઝબુલોનના દીકરાનો આગેવાન હતો તેણે તેનું અર્પણ આપ્યું.
25 他的供物是:一个银盘子,重一百三十舍客勒,一个银碗,重七十舍客勒,都是按圣所的平,也都盛满了调油的细面作素祭;
૨૫તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ એક ચાંદીનો પ્યાલો હતો. બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૨૬વળી તેણે દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું આપ્યું.
27 一只公牛犊,一只公绵羊,一只一岁的公羊羔作燔祭;
૨૭તેણે દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન આપ્યા.
૨૮પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.
29 两只公牛,五只公绵羊,五只公山羊,五只一岁的公羊羔作平安祭。这是希伦儿子以利押的供物。
૨૯તેણે શાંત્યર્પણોને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને પહેલા વર્ષનાં પાંચ હલવાન આપ્યાં. તે હેલોનના દીકરા અલિયાબનું અર્પણ એ હતું.
30 第四日来献的是吕便子孙的首领、示丢珥的儿子以利蓿。
૩૦ચોથે દિવસે શદેઉરનો દીકરો અલીસૂર રુબેનના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.
31 他的供物是:一个银盘子,重一百三十舍客勒,一个银碗,重七十舍客勒,都是按圣所的平,也都盛满了调油的细面作素祭;
૩૧અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો હતો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૩૨વળી તેણે દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર અર્પણ કર્યું.
33 一只公牛犊,一只公绵羊,一只一岁的公羊羔作燔祭;
૩૩દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
૩૪પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.
35 两只公牛,五只公绵羊,五只公山羊,五只一岁的公羊羔作平安祭。这是示丢珥的儿子以利蓿的供物。
૩૫તેણે શાંત્યર્પણોના યજ્ઞને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન આપ્યાં. એ શદેઉરના દીકરા અલીસૂરનું અર્પણ હતું.
36 第五日来献的是西缅子孙的首领、苏利沙代的儿子示路蔑。
૩૬પાંચમે દિવસે સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ, શિમયોનના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.
37 他的供物是:一个银盘子,重一百三十舍客勒,一个银碗,重七十舍客勒,都是按圣所的平,也都盛满了调油的细面作素祭;
૩૭અને તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું. અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૩૮દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું હતું.
39 一只公牛犊,一只公绵羊,一只一岁的公羊羔作燔祭;
૩૯દહનીયાર્પણ માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાનનું અર્પણ તેણે કર્યું.
૪૦પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યો.
41 两只公牛,五只公绵羊,五只公山羊,五只一岁的公羊羔作平安祭。这是苏利沙代儿子示路蔑的供物。
૪૧અને શાંત્યર્પણોનો યજ્ઞના માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ સૂરીશાદ્દાયના દીકરા શલુમિયેલનું અર્પણ હતું.
42 第六日来献的是迦得子孙的首领、丢珥的儿子以利雅萨。
૪૨છઠ્ઠે દિવસે દુએલના દીકરા એલિયાસાફ ગાદના દીકરાનો અધિપતિ અર્પણ લાવ્યો.
43 他的供物是:一个银盘子,重一百三十舍客勒,一个银碗,重七十舍客勒,都是按圣所的平,也都盛满了调油的细面作素祭;
૪૩અને તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું, પવિત્રસ્થાનના સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૪૪દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર હતું.
45 一只公牛犊,一只公绵羊,一只一岁的公羊羔作燔祭;
૪૫દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
૪૬પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.
47 两只公牛,五只公绵羊,五只公山羊,五只一岁的公羊羔作平安祭。这是丢珥的儿子以利雅萨的供物。
૪૭અને શાંત્યર્પણોના યજ્ઞ માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ દુએલના દીકરા એલિયાસાફનું અર્પણ હતું.
48 第七日来献的是以法莲子孙的首领、亚米忽的儿子以利沙玛。
૪૮સાતમે દિવસે આમ્મીહૂદનો દીકરો અલિશામા એફ્રાઇમના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો.
49 他的供物是:一个银盘子,重一百三十舍客勒,一个银碗,重七十舍客勒,都是按圣所的平,也都盛满了调油的细面作素祭;
૪૯અને તેનું અર્પણ આ હતું એટલે કે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ વજન હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૫૦દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું હતું તે આપ્યું.
51 一只公牛犊,一只公绵羊,一只一岁的公羊羔作燔祭;
૫૧દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
૫૨પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.
53 两只公牛,五只公绵羊,五只公山羊,五只一岁的公羊羔作平安祭。这是亚米忽儿子以利沙玛的供物。
૫૩અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમ્મીહૂદના દીકરા અલિશામાનું અર્પણ હતું.
54 第八日来献的是玛拿西子孙的首领、比大蓿的儿子迦玛列。
૫૪આઠમા દિવસે પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ, મનાશ્શાના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.
55 他的供物是:一个银盘子,重一百三十舍客勒,一个银碗,重七十舍客勒,都是按圣所的平,也都盛满了调油的细面作素祭;
૫૫અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૫૬દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.
57 一只公牛犊,一只公绵羊,一只一岁的公羊羔作燔祭;
૫૭દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાનનું તેણે અર્પણ કર્યું.
૫૮પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.
59 两只公牛,五只公绵羊,五只公山羊,五只一岁的公羊羔作平安祭。这是比大蓿儿子迦玛列的供物。
૫૯અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન પદાહસૂરના દીકરા ગમાલ્યેલનું અર્પણ એ હતું.
60 第九日来献的是便雅悯子孙的首领、基多尼的儿子亚比但。
૬૦નવમા દિવસે ગિદિયોનીનો દીકરો અબીદાન, બિન્યામીનના દીકરાઓનો આગેવાન તે પણ અર્પણ લાવ્યો.
61 他的供物是:一个银盘子,重一百三十舍客勒,一个银碗,重七十舍客勒,都是按圣所的平,也都盛满了调油的细面作素祭;
૬૧અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું. અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૬૨દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.
63 一只公牛犊,一只公绵羊,一只一岁的公羊羔作燔祭;
૬૩દહનીયાર્પણને માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન એ તેણે આપ્યાં.
૬૪પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર એ તેણે આપ્યો.
65 两只公牛,五只公绵羊,五只公山羊,五只一岁的公羊羔作平安祭。这是基多尼儿子亚比但的供物。
૬૫અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ ગીદિયોનીના દીકરા અબીદાનનું અર્પણ હતું.
66 第十日来献的是但子孙的首领、亚米沙代的儿子亚希以谢。
૬૬દસમે દિવસે આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર, દાનના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો.
67 他的供物是:一个银盘子,重一百三十舍客勒,一个银碗,重七十舍客勒,都是按圣所的平,也都盛满了调油的细面作素祭;
૬૭અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક ચાંદીનો પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૬૮દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર હતું તે તેણે આપ્યું.
69 一只公牛犊,一只公绵羊,一只一岁的公羊羔作燔祭;
૬૯દહનીયાર્પણના માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષના એક હલવાનનું અર્પણ આપ્યું.
૭૦પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યું.
71 两只公牛,五只公绵羊,五只公山羊,五只一岁的公羊羔作平安祭。这是亚米沙代儿子亚希以谢的供物。
૭૧અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમ્મીશાદ્દાય દીકરા અહીએઝેરનું અર્પણ હતું.
72 第十一日来献的是亚设子孙的首领、俄兰的儿子帕结。
૭૨અગિયારમે દિવસે ઓક્રાનના દીકરા પાગિયેલ આશેરના દીકરાઓનો આગેવાન તે અર્પણ લાવ્યો.
73 他的供物是:一个银盘子,重一百三十舍客勒,一个银碗,重七十舍客勒,都是按圣所的平,也都盛满了调油的细面作素祭;
૭૩અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ, જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ એક ચાંદીનો પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૭૪દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું તેણે આપ્યું.
75 一只公牛犊,一只公绵羊,一只一岁的公羊羔作燔祭;
૭૫દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
૭૬પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.
77 两只公牛,五只公绵羊,五只公山羊,五只一岁的公羊羔作平安祭。这是俄兰儿子帕结的供物。
૭૭અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ ઓક્રાનના દીકરા પાગિયેલનું અર્પણ હતું.
78 第十二日来献的是拿弗他利子孙的首领、以南儿子亚希拉。
૭૮બારમે દિવસે એનાનના દીકરો અહીરા નફતાલીના દીકરાનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.
79 他的供物是:一个银盘子,重一百三十舍客勒,一个银碗,重七十舍客勒,都是按圣所的平,也都盛满了调油的细面作素祭;
૭૯અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું. અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ આ બન્ને પાત્રોમાં ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૮૦દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.
81 一只公牛犊,一只公绵羊,一只一岁的公羊羔作燔祭;
૮૧તથા દહનીયાર્પણને માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તે તેણે આપ્યું.
૮૨પાપાર્થાર્પણને માટે એક બકરાંમાંથી એક નર તેણે આપ્યો.
83 两只公牛,五只公绵羊,五只公山羊,五只一岁的公羊羔作平安祭。这是以南儿子亚希拉的供物。
૮૩અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ એનાનના દીકરા અહીરાનું અર્પણ હતું.
84 用膏抹坛的日子,以色列的众首领为行献坛之礼所献的是:银盘子十二个,银碗十二个,金盂十二个;
૮૪જે દિવસે વેદીનો અભિષેક થયો તે પ્રસંગે ઇઝરાયલના આગેવાનોએ તેનું પ્રતિષ્ઠાપન કર્યું. તે આ હતું. એટલે ચાંદીની બાર કથરોટ, ચાંદીના બાર પ્યાલા તથા સોનાનાં બાર ધૂપપાત્રો,
85 每盘子重一百三十舍客勒,每碗重七十舍客勒。一切器皿的银子,按圣所的平,共有二千四百舍客勒。
૮૫ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન એકસોને વીસ શેકેલ હતું. અને દરેક ધૂપપાત્રનું વજન સિત્તેર શેકેલ હતું. ચાંદીનાં બધાં પાત્રોનું કુલ વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ બે હજારને ચારસો શેકેલ હતું.
86 十二个金盂盛满了香,按圣所的平,每盂重十舍客勒,所有的金子共一百二十舍客勒。
૮૬સોનાનાં ધૂપપાત્રો ધૂપથી ભરેલાં, તે પ્રત્યેકનું વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ દશ શેકેલ હતું. એ ધૂપપાત્રોનું સઘળું સોનું એકસોને વીસ શેકેલ હતું.
87 作燔祭的,共有公牛十二只,公羊十二只,一岁的公羊羔十二只,并同献的素祭作赎罪祭的公山羊十二只;
૮૭દહનીયાર્પણ માટે કુલ બાર ગોધાં, બાર ઘેટાં અને એક વર્ષના બાર હલવાન, તેઓનાં ખાદ્યાર્પણ સુદ્ધાં અને પાપાર્થાર્પણ માટે બાર નર બકરાં પણ આપ્યા.
88 作平安祭的,共有公牛二十四只,公绵羊六十只,公山羊六十只,一岁的公羊羔六十只。这就是用膏抹坛之后,为行奉献坛之礼所献的。
૮૮તથા શાંત્યર્પણોના યજ્ઞને માટે કુલ ચોવીસ બળદો, સાઠ ઘેટાં, સાઠ બકરા અને એક વર્ષનાં સાઠ હલવાન હતા, વેદીનો અભિષેક કરી તેના એ પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું.
89 摩西进会幕要与耶和华说话的时候,听见法柜的施恩座以上、二基路伯中间有与他说话的声音,就是耶和华与他说话。
૮૯જ્યારે મુલાકાતમંડપમાં મૂસા યહોવાહની સાથે બોલવા ગયો ત્યારે ઈશ્વરની વાણી તેની સાથે વાત કરતી તેણે સાંભળી. બે કરુબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી ઈશ્વર તેની સાથે બોલતા હતા. યહોવાહ તેની સાથે બોલ્યા.