< 民数记 24 >
1 巴兰见耶和华喜欢赐福与以色列,就不像前两次去求法术,却面向旷野。
૧બલામે જોયું કે ઇઝરાયલને આશીર્વાદ આપવો તે યહોવાહને પસંદ પડ્યું છે, તેથી તે મંત્રવિદ્યા કરવા ગયો નહિ, પણ, તેણે અરણ્યની તરફ જોયું.
2 巴兰举目,看见以色列人照着支派居住。 神的灵就临到他身上,
૨તેણે દ્રષ્ટિ કરીને જોયું તો ઇઝરાયલીઓએ પોતાના કુળ પ્રમાણે છાવણી નાખી હતી અને ઈશ્વરનો આત્મા તેના પર આવ્યો.
3 他便题起诗歌说: 比珥的儿子巴兰说, 眼目闭住的人说,
૩તેણે ભવિષ્યવાણી કરીને કહ્યું, “બેઓરનો દીકરો બલામ કહે છે, જે માણસની આંખો વિશાળ રીતે ખુલ્લી હતી.
4 得听 神的言语, 得见全能者的异象, 眼目睁开而仆倒的人说:
૪તે બોલે છે અને ઈશ્વરના શબ્દો સાંભળે છે. જે પોતાની ખુલ્લી આંખે ઊંધો પડીને સર્વસમર્થનું દર્શન પામે છે.
5 雅各啊,你的帐棚何等华美! 以色列啊,你的帐幕何其华丽!
૫હે યાકૂબ, તારા તંબુઓ, હે ઇઝરાયલ તારા મંડપ કેવા સુંદર છે!
6 如接连的山谷, 如河旁的园子, 如耶和华所栽的沉香树, 如水边的香柏木。
૬ખીણોની માફફ તેઓ પથરાયેલા છે, નદીકિનારે બગીચા જેવા, યહોવાહે રોપેલા અગરના છોડ જેવા, પાણી પાસેના દેવદાર વૃક્ષ જેવા.
7 水要从他的桶里流出; 种子要撒在多水之处。 他的王必超过亚甲; 他的国必要振兴。
૭તેની ડોલમાંથી પાણી વહેશે, ઘણાં પાણીઓમાં તેનું બીજ છે. તેઓનો રાજા અગાગ કરતાં મોટો થશે, તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.
8 神领他出埃及; 他似乎有野牛之力。 他要吞吃敌国, 折断他们的骨头, 用箭射透他们。
૮ઈશ્વર તેઓને મિસરમાંથી કાઢી લાવે છે. તેનામાં જંગલી બળદના જેવી તાકાત છે. તે પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને ખાઈ જશે. તે તેઓનાં હાડકાં ભાંગીને ટુકડા કરશે. તે પોતાના તીરોથી તેઓને વીંધી નાખશે.
9 他蹲如公狮, 卧如母狮,谁敢惹他? 凡给你祝福的,愿他蒙福; 凡咒诅你的,愿他受咒诅。
૯તે સિંહ તથા સિંહણની માફક નીચે નમીને ઊંઘે છે. તેને ઉઠાડવાની હિંમત કોણ કરે? તને જે આશીર્વાદ આપે તે આશીર્વાદિત થાઓ; તને જે શાપ આપે તે શાપિત થાઓ.”
10 巴勒向巴兰生气,就拍起手来,对巴兰说:“我召你来为我咒诅仇敌,不料,你这三次竟为他们祝福。
૧૦બાલાકને બલામ પર ખૂબ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેણે પોતાના હાથ મસળ્યા. બાલાકે બલામને કહ્યું, “મારા દુશ્મનોને શાપ આપવા માટે મેં તને બોલાવ્યો છે, પણ જો, તેં ત્રણ વાર તેઓને આશીર્વાદ આપ્યો.
11 如今你快回本地去吧!我想使你得大尊荣,耶和华却阻止你不得尊荣。”
૧૧તો અત્યારે મને છોડીને ઘરે જા. મેં કહ્યું હું તને મોટો બદલો આપીશ, પણ યહોવાહે તને તે બદલો પ્રાપ્ત કરવાથી વંચિત રાખ્યો છે.”
12 巴兰对巴勒说:“我岂不是对你所差遣到我那里的使者说:
૧૨બલામે બાલાકને જવાબ આપ્યો, “જે સંદેશાવાહકો તેં મારી પાસે મોકલ્યા હતા તેઓને પણ શું એવું નહોતું કહ્યું કે,
13 ‘巴勒就是将他满屋的金银给我,我也不得越过耶和华的命,凭自己的心意行好行歹。耶和华说什么,我就要说什么’?”
૧૩‘જો બાલાક મને તેના મહેલનું સોનુંચાંદી આપે, તો પણ હું યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ જઈને મારી મરજી પ્રમાણે સારું કે ખરાબ કંઈ જ કરી શકતો નથી. હું તો યહોવાહ જે કહે છે તે જ કરીશ.’
14 “现在我要回本族去。你来,我告诉你这民日后要怎样待你的民。”
૧૪તો હવે, જો હું મારા લોકો પાસે જાઉ છું. પણ તે અગાઉ તને ચેતવણી આપું છું કે આ લોકો ભવિષ્યમાં તારા લોકો સાથે શું કરશે.”
15 他就题起诗歌说: 比珥的儿子巴兰说: 眼目闭住的人说,
૧૫બલામે ભવિષ્યવાણી કરતાં કહ્યું, “બેઓરના દીકરા બલામ, જેની આંખો ખુલ્લી હતી તે કહે છે.
16 得听 神的言语, 明白至高者的意旨, 看见全能者的异象, 眼目睁开而仆倒的人说:
૧૬જે ઈશ્વરની વાણી સાંભળે છે, જેને પરાત્પર ઈશ્વર પાસેથી ડહાપણ પ્રાપ્ત થયું છે, જે ખુલ્લી આંખો રાખીને સર્વસમર્થ ઈશ્વરનું દર્શન પામે છે, તે કહે છે.
17 我看他却不在现时; 我望他却不在近日。 有星要出于雅各,有杖要兴于以色列, 必打破摩押的四角,毁坏扰乱之子。
૧૭હું તેને જોઉં છું, પણ તે અત્યારે નહિ. હું તેને જોઉં છું, પણ પાસે નહિ. યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે, ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે. તે મોઆબના આગેવાનોનો નાશ કરી નાખશે. અને શેથના બધા વંશજોનો તે નાશ કરશે.
18 他必得以东为基业, 又得仇敌之地西珥为产业; 以色列必行事勇敢。
૧૮અદોમ ઇઝરાયલનું વતન પ્રાપ્ત કરશે. અને સેઈર પણ તેનું વતન પ્રાપ્ત કરશે, તે બન્ને ઇઝરાયલના શત્રુઓ હતા, જેના પર ઇઝરાયલ વિજેતા થશે.
19 有一位出于雅各的,必掌大权; 他要除灭城中的余民。
૧૯યાકૂબમાંથી એક રાજા નીકળશે જે આધિપત્ય ધારણ કરશે, તે નગરમાંથી બાકી રહેલા લોકોનો વિનાશ કરશે.”
20 巴兰观看亚玛力,就题起诗歌说: 亚玛力原为诸国之首, 但他终必沉沦。
૨૦પછી બલામે અમાલેકીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું, “અમાલેકી પહેલું મોટું રાજ્ય હતું, પણ તેનો છેલ્લો અંત વિનાશ હશે.”
21 巴兰观看基尼人,就题起诗歌说: 你的住处本是坚固; 你的窝巢做在岩穴中。
૨૧અને બલામે કેનીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું, “તું જે જગ્યાએ રહે છે તે મજબૂત છે, અને તારા માળા ખડકોમાં બાંધેલા છે.
૨૨તોપણ કાઈન વેરાન કરાયો છે જ્યારે આશ્શૂર તને કેદ કરીને દૂર લઈ જશે.”
23 巴兰又题起诗歌说: 哀哉! 神行这事,谁能得活?
૨૩બલામે છેલ્લી ભવિષ્યવાણી કરતાં કહ્યું, “અરે! ઈશ્વર આ પ્રમાણે કરશે ત્યારે કોણ જીવતું બચશે?
24 必有人乘船从基提界而来, 苦害亚述,苦害希伯; 他也必至沉沦。
૨૪કિત્તીમના કિનારા પરથી વહાણો આવશે; તેઓ આશ્શૂર પર હુમલો કરશે અને એબેરને કચડી નાખશે, પણ તેઓનો, અંતે વિનાશ થશે.”
૨૫પછી બલામ ઊઠીને ચાલ્યો ગયો. તે પોતાને ઘરે પાછો ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે ગયો.