< 约伯记 5 >
1 你且呼求,有谁答应你? 诸圣者之中,你转向哪一位呢?
૧“હવે હાંક માર; તને જવાબ આપનાર કોઈ છે ખરું? તું હવે ક્યા પવિત્રને શરણે જશે?
૨કેમ કે ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે; ઈર્ષ્યા મૂર્ખનો જીવ લે છે.
૩મેં મૂર્ખ વ્યક્તિને મૂળ નાખતાં જોયો છે, પણ પછી અચાનક મેં તેના ઘરને શાપ દીધો.
4 他的儿女远离稳妥的地步, 在城门口被压,并无人搭救。
૪તેનાં સંતાનો સહીસલામત નથી, તેઓ ભાગળમાં કચડાય છે. અને તેઓનો બચાવ કરે એવું કોઈ નથી.
5 他的庄稼有饥饿的人吃尽了, 就是在荆棘里的也抢去了; 他的财宝有网罗张口吞灭了。
૫તેઓનો પાક ભૂખ્યા લોકો ખાઈ જાય છે, વળી કાંટાઓમાંથી પણ તેઓ તે લઈ જાય છે. તેઓની સંપત્તિ લોભીઓ ગળી જાય છે.
6 祸患原不是从土中出来; 患难也不是从地里发生。
૬કેમ કે વિપત્તિઓ ધૂળમાંથી બહાર આવતી નથી. અને મુશ્કેલીઓ જમીનમાંથી ઊગતી નથી.
૭પરંતુ જેમ ચિનગારીઓ ઊંચી ઊડે છે. તેવી જ રીતે મનુષ્ય સંકટને સારુ સૃજાયેલું છે.
૮છતાં હું ઈશ્વરને શોધું અને મારી બાબત ઈશ્વરને સોંપું.
૯તેઓ મોટાં અને અગમ્ય કાર્યો કરે છે તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે.
૧૦તે પૃથ્વી પર વરસાદ વરસાવે છે, અને ખેતરોમાં જળ પહોંચાડે છે.
11 将卑微的安置在高处, 将哀痛的举到稳妥之地;
૧૧તે સામાન્ય માણસને માનવંતા બનાવે છે; તથા શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે.
૧૨તે ચાલાક, પ્રપંચી લોકોની યોજનાઓને એવી રદ કરે છે કે, જેથી તેઓના હાથથી તેમનાં ધારેલાં કાર્યો થઈ શકતાં નથી.
13 他叫有智慧的中了自己的诡计, 使狡诈人的计谋速速灭亡。
૧૩કપટી લોકોને તે પોતાના જ છળકપટમાં ગૂંચવી નાખે છે. અને દુષ્ટ માણસોના મનસૂબાનો નાશ કરે છે.
૧૪ધોળે દહાડે તેઓને અંધકાર દેખાય છે, અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે.
15 神拯救穷乏人 脱离他们口中的刀和强暴人的手。
૧૫પણ તે લાચારને તેઓની તલવારથી અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે.
16 这样,贫寒的人有指望, 罪孽之辈必塞口无言。
૧૬તેથી ગરીબને આશા રહે છે, અને દુષ્ટોનું મોં ચૂપ કરે છે.
17 神所惩治的人是有福的! 所以你不可轻看全能者的管教。
૧૭જુઓ, જે માણસને ઈશ્વર શિક્ષા કરે છે. તેને ધન્ય છે, માટે તું સર્વસમર્થની શિક્ષાને તુચ્છ ન ગણ.
૧૮કેમ કે તે દુ: ખી કરે છે અને તે જ પાટો બાંધે છે; તે ઘાયલ કરે છે અને તેમના હાથ તેને સાજા કરે છે.
19 你六次遭难,他必救你; 就是七次,灾祸也无法害你。
૧૯છ સંકટમાંથી તે તને બચાવશે, હા, સાતમાંથી તને કંઈ નુકસાન થશે નહિ.
20 在饥荒中,他必救你脱离死亡; 在争战中,他必救你脱离刀剑的权力。
૨૦તે તને દુકાળમાં મૃત્યુમાંથી; અને યુદ્ધમાં તલવારના ત્રાસમાંથી બચાવી લેશે.
21 你必被隐藏,不受口舌之害; 灾殃临到,你也不惧怕。
૨૧જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે. અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ.
22 你遇见灾害饥馑,就必嬉笑; 地上的野兽,你也不惧怕。
૨૨વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ. અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ડરીશ નહિ.
23 因为你必与田间的石头立约; 田里的野兽也必与你和好。
૨૩તારા ખેતરના પથ્થરો પણ તારા સંપીલા મિત્રો બનશે. પૃથ્વી પરનાં જંગલી જાનવરોથી પણ તું બીશે નહિ.
24 你必知道你帐棚平安, 要查看你的羊圈,一无所失;
૨૪તને ખાતરી થશે કે તારો તંબુ સુરક્ષિત છે. અને તું તારા પોતાના વાડાને તપાસી જોશે, તો તને કશું ખોવાયેલું જોવા મળશે નહિ.
25 也必知道你的后裔将来发达, 你的子孙像地上的青草。
૨૫તને ખાતરી થશે કે મારે પુષ્કળ સંતાનો છે, અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે.
૨૬જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘરે લવાય છે. તેમ તું તારી પાકી ઉંમરે કબરમાં જઈશ.
27 这理,我们已经考察,本是如此。 你须要听,要知道是与自己有益。
૨૭જુઓ, અમે એ વાતની ખાતરી કરી છે કે; તે તો એમ જ છે; તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.”