< 约伯记 23 >

1 约伯回答说:
ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,
2 如今我的哀告还算为悖逆; 我的责罚比我的唉哼还重。
“આજે પણ મારી ફરિયાદ કડવી છે; મારાં દુઃખો કરતાં મારો ઘા ભારે છે.
3 惟愿我能知道在哪里可以寻见 神, 能到他的台前,
અરે, મને તે ક્યાં જડે તે હું જાણતો હોત તો કેવું સારું! અરે, તો હું તેમને આસને જઈ પહોંચત!
4 我就在他面前将我的案件陈明, 满口辩白。
હું મારી દલીલો તેમની આગળ અનુક્રમે રજૂ કરત અને મારું મોઢું દલીલોથી ભરત.
5 我必知道他回答我的言语, 明白他向我所说的话。
મારે જાણવું છે ઈશ્વર મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. અને તે મને જે કહેત તે હું સમજત.
6 他岂用大能与我争辩吗? 必不这样!他必理会我。
શું તે તેમની શક્તિનો મારી સામે ઊપયોગ કરશે? ના, હું જે કહું તે જરૂર તેમના લક્ષમાં લેત.
7 在他那里正直人可以与他辩论; 这样,我必永远脱离那审判我的。
ત્યાં એક પ્રામાણિક માણસ તેમની સાથે વાદવિવાદ કરી શકે છે. પછી હું સદાને માટે મારા ન્યાયાધીશથી મુકત થાત.
8 只是,我往前行,他不在那里, 往后退,也不能见他。
જુઓ, હું પૂર્વમાં જાઉં છું, પણ તે ત્યાં નથી. હું પશ્ચિમમાં જોઉં છું, પણ હું તેમને જોઈ શકતો નથી.
9 他在左边行事,我却不能看见, 在右边隐藏,我也不能见他。
ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેમને નિહાળી શકતો નથી. જમણે હાથે તે એવા ગુપ્ત રહે છે કે હું તેમને જોઈ શકતો નથી.
10 然而他知道我所行的路; 他试炼我之后,我必如精金。
૧૦પણ ઈશ્વર મારી ચાલચલગત જાણે છે; મારી પરીક્ષા તે કરશે ત્યારે હું સોના જેવો નીકળીશ.
11 我脚追随他的步履; 我谨守他的道,并不偏离。
૧૧મારા પગ તેમના પગલાને વળગી રહ્યા છે; મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે હું આમતેમ ભટકી ગયો નથી.
12 他嘴唇的命令,我未曾背弃; 我看重他口中的言语,过于我需用的饮食。
૧૨તેમના હોઠોની આજ્ઞાઓથી હું પાછો હઠ્યો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.
13 只是他心志已定,谁能使他转意呢? 他心里所愿的,就行出来。
૧૩પરંતુ ઈશ્વર બદલાતા નથી; કોણ તેમને બદલી શકે? તેમનો આત્મા જે ઇચ્છે તે જ તે કરે છે.
14 他向我所定的,就必做成; 这类的事他还有许多。
૧૪તેમણે મારે માટે જે નિર્માણ કર્યું છે તે પ્રમાણે જ તે કરશે. અને એવાં ઘણાં કામ તેમના હાથમાં રહેલાં છે.
15 所以我在他面前惊惶; 我思念这事便惧怕他。
૧૫માટે હું તેમની આગળ ગભરાઈ જાઉં છું. જ્યારે હું આ બાબતો વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે.
16 神使我丧胆; 全能者使我惊惶。
૧૬ઈશ્વરે મારું હૃદયભંગ કર્યું છે; અને સર્વશક્તિમાન ઈશ્વરે મને ગભરાવ્યો છે.
17 我的恐惧不是因为黑暗, 也不是因为幽暗蒙蔽我的脸。
૧૭કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે, ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.

< 约伯记 23 >