< 约伯记 22 >

1 提幔人以利法回答说:
ત્યારે અલિફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે,
2 人岂能使 神有益呢? 智慧人但能有益于己。
“શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે?
3 你为人公义,岂叫全能者喜悦呢? 你行为完全,岂能使他得利呢?
તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો?
4 岂是因你敬畏他 就责备你、审判你吗?
શું તે તારાથી ડરે છે કે તે તને ઠપકો આપે છે અને તે તને તેમના ન્યાયાસન આગળ ઊભો કરે છે?
5 你的罪恶岂不是大吗? 你的罪孽也没有穷尽;
શું તારી દુષ્ટતા ઘણી નથી? તારા અન્યાય તો પાર વિનાના છે.
6 因你无故强取弟兄的物为当头, 剥去贫寒人的衣服。
કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે; અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે.
7 困乏的人,你没有给他水喝; 饥饿的人,你没有给他食物。
તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી; તમે ભૂખ્યાને રોટલી આપી નથી,
8 有能力的人就得地土; 尊贵的人也住在其中。
જો કે શક્તિશાળી માણસ તો ભૂમિનો માલિક હતો. અને સન્માનિત પુરુષ તેમાં વસતો હતો.
9 你打发寡妇空手回去, 折断孤儿的膀臂。
તેં વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે; અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે.
10 因此,有网罗环绕你, 有恐惧忽然使你惊惶;
૧૦તેથી તારી ચારેતરફ ફાંસલો છે, અને અણધારી આફત તને ડરાવી મૂકે છે;
11 或有黑暗蒙蔽你, 并有洪水淹没你。
૧૧જેને તું જોઈ શકતો નથી, એવો અંધકાર તને ગભરાવે છે, અને પૂરનાં પાણીએ તને ઢાંકી દીધો છે.
12 神岂不是在高天吗? 你看星宿何其高呢!
૧૨શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી? તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે?
13 你说: 神知道什么? 他岂能看透幽暗施行审判呢?
૧૩તું કહે છે, ઈશ્વર શું જાણે છે? શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે?
14 密云将他遮盖,使他不能看见; 他周游穹苍。
૧૪ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી; અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.’
15 你要依从上古的道吗? 这道是恶人所行的。
૧૫જે પ્રાચીન માર્ગ પર દુષ્ટ લોકો ચાલ્યા હતા, તેને શું તું વળગી રહીશ?
16 他们未到死期,忽然除灭; 根基毁坏,好像被江河冲去。
૧૬તેઓનો સમય પૂરો થયા અગાઉ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા, તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો.
17 他们向 神说:离开我们吧! 又说:全能者能把我们怎么样呢?
૧૭તેઓ ઈશ્વરને કહેતા હતા કે, ‘અમારાથી દૂર ચાલ્યા જાઓ;’ તેઓ કહેતા કે, સર્વશક્તિમાન અમને શું કરી શકવાના છે?’
18 哪知 神以美物充满他们的房屋; 但恶人所谋定的离我好远。
૧૮તેમ છતાં પણ ઈશ્વરે તેઓનાં ઘર સારી વસ્તુઓથી ભર્યાં; પણ દુષ્ટ લોકોના વિચાર મારાથી દૂર છે.
19 义人看见他们的结局就欢喜; 无辜的人嗤笑他们,
૧૯ન્યાયીઓ તેમને જોઈને ખુશ થાય છે; અને નિર્દોષ તુચ્છકાર સહિત તેમના પર હસશે.
20 说:那起来攻击我们的果然被剪除, 其余的都被火烧灭。
૨૦તેઓ કહે છે, અમારી સામે ઊઠનારા નિશ્ચે કપાઈ ગયા છે; અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે.’
21 你要认识 神,就得平安; 福气也必临到你。
૨૧હવે ઈશ્વરની સાથે સુલેહ કર અને શાંતિમાં રહે; જેથી તારું ભલું થશે.
22 你当领受他口中的教训, 将他的言语存在心里。
૨૨કૃપા કરીને તેમના મુખથી બોધ સાંભળ અને તેમની વાણી તારા હૃદયમાં સંઘરી રાખ.
23 你若归向全能者,从你帐棚中远除不义, 就必得建立。
૨૩જો તું સર્વશક્તિમાન ઈશ્વરની પાસે પાછો વળે તો તું સ્થિર થશે, અને જો તું તારા તંબુમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે.
24 要将你的珍宝丢在尘土里, 将俄斐的黄金丢在溪河石头之间;
૨૪જો તું તારું ધન ધૂળમાં ફેંકી દે, અને ઓફીરનું સોનું નાળાંના પાણીમાં ફેંકી દે.
25 全能者就必为你的珍宝, 作你的宝银。
૨૫તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે, અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે.
26 你就要以全能者为喜乐, 向 神仰起脸来。
૨૬તું સર્વશક્તિમાન ઈશ્વરમાં આનંદ માનશે; અને તું ઈશ્વર તરફ તારું મુખ ઊંચું કરશે.
27 你要祷告他,他就听你; 你也要还你的愿。
૨૭તું તેમને પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; અને પછી તું તારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.
28 你定意要做何事,必然给你成就; 亮光也必照耀你的路。
૨૮વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે તો તે સફળ થશે; તારા માર્ગમાં પ્રકાશ પડશે.
29 人使你降卑,你仍可说:必得高升; 谦卑的人, 神必然拯救。
૨૯ઈશ્વર અભિમાનીને પાડે છે, અને નમ્રને તેઓ બચાવે છે.
30 人非无辜, 神且要搭救他; 他因你手中清洁,必蒙拯救。
૩૦જેઓ નિર્દોષ નથી તેઓને પણ તેઓ ઉગારે છે, તારા હાથની શુદ્ધતાને લીધે તેઓ તને ઉગારશે.”

< 约伯记 22 >