< 以赛亚书 5 >
1 我要为我所亲爱的唱歌, 是我所爱者的歌,论他葡萄园的事: 我所亲爱的有葡萄园在肥美的山冈上。
૧હું મારા પ્રિયતમ માટે, તેની દ્રાક્ષવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં, મારા વહાલા પ્રિયતમને ફળદ્રુપ ટેકરી પર એક દ્રાક્ષવાડી હતી.
2 他刨挖园子,捡去石头, 栽种上等的葡萄树, 在园中盖了一座楼, 又凿出压酒池; 指望结好葡萄, 反倒结了野葡萄。
૨તેણે તે ખેડી અને તેમાંથી પથ્થર વીણી કાઢ્યા અને તેમાં ઉત્તમ દ્રાક્ષવેલા રોપ્યા અને તેની મધ્યમાં બુરજ બાંધ્યો અને તેમાં દ્રાક્ષકુંડ ખોદી કાઢ્યો, તેમાં દ્રાક્ષની સારી ઊપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષની ઊપજ થઈ.
3 耶路撒冷的居民和犹大人哪, 请你们现今在我与我的葡萄园中,断定是非。
૩હે યરુશાલેમના રહેવાસીઓ તથા યહૂદિયાના લોકો; તમે મારી અને મારી દ્રાક્ષવાડી વચ્ચે ઇનસાફ કરજો.
4 我为我葡萄园所做之外, 还有什么可做的呢? 我指望结好葡萄, 怎么倒结了野葡萄呢?
૪મારી દ્રાક્ષવાડી વિશે વધારે હું શું કરી શક્યો હોત, જે મેં નથી કર્યું? જયારે હું સારી દ્રાક્ષ ઊપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષની ઊપજ કેમ થઈ હશે?
5 现在我告诉你们, 我要向我葡萄园怎样行: 我必撤去篱笆,使它被吞灭, 拆毁墙垣,使它被践踏。
૫હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું; હું તેની વાડ કાઢી નાખીશ; જેથી તે ભેલાઈ જશે; તેનો કોટ હું પાડી નાખીશ, જેથી તે કચડાઈ જશે
6 我必使它荒废,不再修理, 不再锄刨,荆棘蒺藜倒要生长。 我也必命云不降雨在其上。
૬હું તેને ઉજ્જડ કરી મૂકીશ, તે સોરવામાં આવશે નહિ અને કોઈ તેને ખેડશે નહિ, પણ એમાં કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે, વળી હું વાદળોને આજ્ઞા કરીશ કે તેઓ એમાં વરસાદ ન વરસાવે.
7 万军之耶和华的葡萄园就是以色列家; 他所喜爱的树就是犹大人。 他指望的是公平, 谁知倒有暴虐; 指望的是公义, 谁知倒有冤声。
૭કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના યહોવાહની દ્રાક્ષવાડી છે અને યહૂદિયાના લોકો તેના મનપસંદ રોપા છે; તેણે ન્યાયની આશા રાખી હતી, પણ બદલામાં ત્યાં રક્તપાત હતો, નેકીની આશા રાખી હતી પણ ત્યાં વિલાપ હતો.
8 祸哉!那些以房接房, 以地连地, 以致不留余地的, 只顾自己独居境内。
૮પોતે દેશમાં એકલા રહેનારા થાય ત્યાં સુધી, જેઓ ઘર સાથે ઘર જોડી દે છે અને ખેતર સાથે ખેતર જોડે છે, તેમને અફસોસ!
9 我耳闻万军之耶和华说: 必有许多又大又美的房屋 成为荒凉,无人居住。
૯સૈન્યોના ઈશ્વરે મને કહ્યું, ઘણા ઘરો પાયમાલ થશે, હા, મોટાં અને પ્રભાવશાળી ઘરો, વસ્તી વિનાનાં થઈ જશે.
10 三十亩葡萄园只出一罢特酒; 一贺梅珥谷种只结一伊法粮食。
૧૦કેમ કે દશ એકરની દ્રાક્ષવાડીમાં એક બાથની ઊપજ થશે અને એક ઓમેર બીજમાંથી એક એફાહ અનાજ ઊપજશે.
11 祸哉!那些清早起来追求浓酒, 留连到夜深,甚至因酒发烧的人。
૧૧જેઓ પીવા માટે સવારમાં વહેલા ઊઠે છે; જેઓ દ્રાક્ષારસ પીને મસ્ત બને ત્યાં સુધી રાત્રે મોડે સુધી જાગનારાઓને અફસોસ છે!
12 他们在筵席上 弹琴,鼓瑟,击鼓,吹笛,饮酒, 却不顾念耶和华的作为, 也不留心他手所做的。
૧૨તેઓની ઉજવણીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી, અને દ્રાક્ષારસ છે, પણ તેઓ યહોવાહ જે કામ કરે છે તે પર લક્ષ આપતા નથી અને યહોવાહના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.
13 所以,我的百姓因无知就被掳去; 他们的尊贵人甚是饥饿, 群众极其干渴。
૧૩તેથી મારા લોકો અજ્ઞાનતાને લીધે બંદીવાસમાં ગયા છે; તેઓના આગેવાનો ભૂખ્યા થયા છે અને તેઓના સામાન્ય લોકો પાસે પીવા માટે કંઈ જ નથી.
14 故此,阴间扩张其欲, 开了无限量的口; 他们的荣耀、群众、繁华, 并快乐的人都落在其中。 (Sheol )
૧૪તેથી મૃત્યુએ અધિક તૃષ્ણા રાખીને પોતાનું મુખ અત્યંત પહોળું કર્યુ છે; તેઓના પસંદ કરાયેલા લોકો, તેઓના આગેવાનો, સામાન્ય લોકો અને તેઓમાં મોજ માણનાર તેમાં ઊતરી જાય છે. (Sheol )
15 卑贱人被压服; 尊贵人降为卑; 眼目高傲的人也降为卑。
૧૫માણસ નમી જાય છે અને મોટા માણસો દીન બની જાય છે તથા ગર્વિષ્ઠની દૃષ્ટિ નીચી કરવામાં આવશે.
16 惟有万军之耶和华因公平而崇高; 圣者 神因公义显为圣。
૧૬પણ સૈન્યોના યહોવાહ તેમના ન્યાયને લીધે મોટા મનાય છે અને ઈશ્વર જે પવિત્ર છે તે ન્યાયથી પવિત્ર મનાય છે.
17 那时,羊羔必来吃草,如同在自己的草场; 丰肥人的荒场被游行的人吃尽。
૧૭ઘેટાં જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે અને ધનાઢ્યોના પાયમાલ થયેલાં સ્થાને, પારકાં લોકો ખાઈ જશે.
18 祸哉!那些以虚假之细绳牵罪孽的人! 他们又像以套绳拉罪恶,
૧૮જેઓ અન્યાયને વ્યર્થતાની દોરીઓથી અને પાપને ગાડાના દોરડાથી તાણે છે તેઓને અફસોસ;
19 说:任他急速行,赶快成就他的作为, 使我们看看; 任以色列圣者所谋划的临近成就, 使我们知道。
૧૯જેઓ કહે છે, “ઈશ્વરને ઉતાવળ કરવા દો, તેમને કામ જલદી કરવા દો, કે જેથી અમે તે જોઈ શકીએ; અને ઇઝરાયલના પવિત્રની યોજના અમલમાં આવે, જેથી અમે તે જાણી શકીએ.”
20 祸哉!那些称恶为善,称善为恶, 以暗为光,以光为暗, 以苦为甜,以甜为苦的人。
૨૦જેઓ ખોટાને સારું અને સારાને ખોટું કહે છે; જેઓ અજવાળાંને સ્થાને અંધકાર અને અંધકારને સ્થાને અજવાળું ઠરાવે છે; જેઓ કડવાને સ્થાને મીઠું અને મીઠાનું કડવું ઠરાવે છે તેઓને અફસોસ!
૨૧જેઓ પોતાની દૃષ્ટિમાં બુદ્ધિમાન અને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ!
૨૨જેઓ દ્રાક્ષારસ પીવામાં શૂરા અને દારૂ મિશ્રિત કરવામાં કુશળ છે તેઓને અફસોસ!
23 他们因受贿赂,就称恶人为义, 将义人的义夺去。
૨૩તેઓ લાંચ લઈને દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને ન્યાયીનું ન્યાયીપણું છીનવી લે છે!
24 火苗怎样吞灭碎秸, 干草怎样落在火焰之中, 照样,他们的根必像朽物, 他们的花必像灰尘飞腾; 因为他们厌弃万军之耶和华的训诲, 藐视以色列圣者的言语。
૨૪તેથી જેમ અગ્નિની જીભ ઠૂંઠાને સ્વાહા કરી જાય છે; અને સૂકું ઘાસ ભડકામાં બળી જાય છે, તેમ તેઓનાં મૂળ સડી જશે અને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના યહોવાહના નિયમ તજ્યા છે અને ઇઝરાયલના પવિત્રના વચનનો અનાદર કર્યો છે.
25 所以,耶和华的怒气向他的百姓发作。 他的手伸出攻击他们,山岭就震动; 他们的尸首在街市上好像粪土。 虽然如此,他的怒气还未转消; 他的手仍伸不缩。
૨૫તેથી યહોવાહનો કોપ પોતાના લોકો વિરુદ્ધ સળગ્યો છે અને તેઓના પર યહોવાહે હાથ ઉગામીને તેમને સજા કરી છે; પર્વતો ધ્રૂજ્યા અને લોકોના મૃત દેહ ગલીઓમાં કચરાની જેમ પડ્યા છે. તેમ છતાં, તેમનો ક્રોધ શાંત થયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે.
26 他必竖立大旗,招远方的国民, 发嘶声叫他们从地极而来; 看哪,他们必急速奔来。
૨૬તે દૂરથી વિદેશીઓની તરફ ધ્વજા ઊભી કરશે અને તેઓને સીટી વગાડીને પૃથ્વીને છેડેથી બોલાવશે; જુઓ, તેઓ ઉતાવળે ઝટ આવશે.
27 其中没有疲倦的,绊跌的; 没有打盹的,睡觉的; 腰带并不放松, 鞋带也不折断。
૨૭તેઓમાં કોઈ થાકેલો નથી, કોઈ ઠોકર ખાતો નથી; નથી કોઈ ઝોકાં ખાતો કે નથી કોઈ ઊંઘતો; કોઈનો કમરબંધ ઢીલો નથી, કે કોઈ પગરખાંની દોરી તૂટેલી નથી;
28 他们的箭快利, 弓也上了弦。 马蹄算如坚石, 车轮好像旋风。
૨૮તેમનાં બાણ તીક્ષ્ણ કરેલાં છે અને ધનુષ્યો ખેંચેલાં છે; તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે અને તેમના રથનાં ચક્રો વંટોળિયાના જેવાં છે.
29 他们要吼叫,像母狮子, 咆哮,像少壮狮子; 他们要咆哮抓食, 坦然叼去,无人救回。
૨૯તેમની ગર્જના સિંહના જેવી છે, તેઓ સિંહના બચ્ચાની જેમ ગર્જના કરશે. તેઓ શિકારને પકડીને દૂર લઈ જશે અને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.
30 那日,他们要向以色列人吼叫, 像海浪匉訇; 人若望地,只见黑暗艰难, 光明在云中变为昏暗。
૩૦તે દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે. જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ અંધકાર તથા વિપત્તિ દેખાશે અને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે.