< 何西阿书 8 >

1 你用口吹角吧! 敌人如鹰来攻打耶和华的家; 因为这民违背我的约, 干犯我的律法。
“રણશિંગડું તારા મુખમાં મૂક. તેઓ ગરુડની જેમ યહોવાહના લોકોની સામે આવે છે. કેમ કે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે, મારા નિયમ વિરુદ્ધ બંડ કર્યું છે.
2 他们必呼叫我说: 我的 神啊,我们以色列认识你了。
તેઓ મને હાંક મારીને કહેશે કે, ‘હે ઇઝરાયલના ઈશ્વર, અમે તમને જાણીએ છીએ.’
3 以色列丢弃良善; 仇敌必追逼他。
પણ જે સારું છે તેનો ઇઝરાયલે ત્યાગ કર્યો છે, શત્રુ તેની પાછળ પડશે.
4 他们立君王,却不由我; 他们立首领,我却不认。 他们用金银为自己制造偶像, 以致被剪除。
તેઓએ રાજાઓ નીમ્યા છે, પણ મારી સંમતિથી નહિ. તેઓએ સરદારો ઠરાવ્યા છે, પણ હું તે જાણતો ન હતો. તેઓએ પોતાના માટે, સોના ચાંદીની મૂર્તિઓ બનાવી છે, પણ મારી મદદ તેઓને મળી શકે તેમ નથી.”
5 撒马利亚啊,耶和华已经丢弃你的牛犊; 我的怒气向拜牛犊的人发作。 他们到几时方能无罪呢?
પ્રબોધક કહે છે, હે સમરુન, યહોવાહે તારા વાછરડાને ફેંકી દીધો છે.” યહોવાહ કહે છે કે, “મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઊઠ્યો છે. કેમ કે તેઓને નિર્દોષ થતાં સુધી કેટલો સમય લાગશે?
6 这牛犊出于以色列, 是匠人所造的,并不是神。 撒马利亚的牛犊必被打碎。
કેમ કે એ પણ ઇઝરાયલથી થયું છે; કારીગરે તે બનાવ્યું છે; તેઓ ઈશ્વર નથી. સમરુનના વાછરડાના ટુકડે ટુકડા કરવામાં આવશે.
7 他们所种的是风,所收的是暴风; 所种的不成禾稼,就是发苗也不结实; 即便结实,外邦人必吞吃。
કેમ કે લોકો પવન વાવે છે, અને વંટોળિયો લણશે, તેના કણસલામાંથી અનાજ નહિ મળે, તેની ઊપજમાંથી લોટ નીકળશે નહિ. જો કદાચ તેમાંથી કંઈ નીકળશે, તો વિદેશીઓ તેનો નાશ કરશે.
8 以色列被吞吃; 现今在列国中,好像人不喜悦的器皿。
ઇઝરાયલ ગરક થઈ ગયું છે. વિદેશીઓમાં આજે તેઓ અળખામણા વાસણ જેવા છે.
9 他们投奔亚述,如同独行的野驴; 以法莲贿买朋党。
કેમ કે એકલા રખડતા જંગલી ગધેડા જેવા, તેઓ આશ્શૂરની પાસે દોડી ગયા. એફ્રાઇમે પૈસા આપીને પોતાના માટે પ્રીતમો રાખ્યા છે.
10 他们虽在列邦中贿买人, 现在我却要聚集惩罚他们; 他们因君王和首领所加的重担日渐衰微。
૧૦જો કે તેઓ પ્રજાઓમાં પૈસા આપીને પ્રેમીઓ રાખે છે, તોપણ હું તેઓને ઠેકાણે લાવીશ. જેથી તેઓ થોડી વાર સુધી રાજાના સરદારોને અભિષેક કરવાનું બંધ કરે.
11 以法莲增添祭坛取罪; 因此,祭坛使他犯罪。
૧૧કેમ કે એફ્રાઇમે વેદીઓ વધારીને પાપ વધાર્યાં છે, પણ તે તો પાપ કરવાની વેદીઓ છે.
12 我为他写了律法万条, 他却以为与他毫无关涉。
૧૨મે તેઓને માટે મારા નિયમમાં દશ હજાર વિધિઓ લખ્યા હોય, પણ તે તેઓના માટે વિચિત્ર લાગે છે.
13 至于献给我的祭物, 他们自食其肉, 耶和华却不悦纳他们。 现在必记念他们的罪孽, 追讨他们的罪恶; 他们必归回埃及。
૧૩મને બલિદાન ચઢાવતી વખતે, તેઓ માંસનું બલિદાન કરે છે અને તે ખાય છે, પણ હું, યહોવાહ તેઓને સ્વીકારતો નથી. હવે હું તેઓના અપરાધ યાદ કરીશ અને તેઓનાં પાપની સજા કરીશ. તેઓને પાછા મિસર જવું પડશે.
14 以色列忘记造他的主,建造宫殿; 犹大多造坚固城, 我却要降火焚烧他的城邑, 烧灭其中的宫殿。
૧૪ઇઝરાયલના લોકો પોતાના સરજનહારને ભૂલી ગયા છે, તેઓએ મંદિરો બાંધ્યાં છે. યહૂદિયા પાસે કોટબંધ નગરો ઘણાં છે. પણ હું તેઓનાં નગરો ઉપર અગ્નિ મોકલીશ. તે તેઓના કિલ્લાઓને ભસ્મ કરી નાખશે.

< 何西阿书 8 >