< 撒母耳记下 17 >
1 亚希多弗又对押沙龙说:“求你准我挑选一万二千人,今夜我就起身追赶大卫,
૧પછી અહિથોફેલે આબ્શાલોમને કહ્યું, “હવે મને પસંદ કરેલા બાર હજાર માણસો આપ. અને હું આજે રાત્રે જઈને દાઉદનો પીછો કરીશ.
2 趁他疲乏手软,我忽然追上他,使他惊惶;跟随他的民必都逃跑,我就单杀王一人,
૨જયારે તે થાકેલો અને નિર્બળ હશે ત્યારે હું તેની પાસે જઈને તેને ગભરાવી નાખીશ. ત્યારે જે માણસો તેની સાથે છે તે બધા ભાગી જશે અને હું ફક્ત રાજા પર જ હુમલો કરીશ.
3 使众民都归顺你。你所寻找的人既然死了,众民就如已经归顺你;这样,也都平安无事了。”
૩હું સર્વ લોકોને તારી પાસે પાછા લાવીશ જેઓને તું શોધે છે તેઓ નાશ પામશે અને સર્વ લોકો તારી સાથે શાંતિમાં રહેશે.”
૪અહિથોફેલે જે કહ્યું તે આબ્શાલોમને તથા ઇઝરાયલના સર્વ આગેવાનોને પસંદ પડ્યું.
5 押沙龙说:“要召亚基人户筛来,我们也要听他怎样说。”
૫પછી આબ્શાલોમે કહ્યું, “હવે હુશાય આર્કીને પણ બોલાવો અને તે શું કહે છે તેને આપણે સાંભળીએ.”
6 户筛到了押沙龙面前,押沙龙向他说:“亚希多弗是如此如此说的,我们照着他的话行可以不可以?若不可,你就说吧!”
૬જયારે હુશાય આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે આબ્શાલોમે તેને ખુલાસો કર્યો કે અહિથોફેલે આ પ્રમાણે કહ્યું છે અને હુશાયને પૂછ્યું, “શું અહિથોફેલના કહ્યા પ્રમાણે અમારે કરવું? જો ના હોય તો, શું કરવું તેની તું સલાહ આપ.”
7 户筛对押沙龙说:“亚希多弗这次所定的谋不善。”
૭તેથી હુશાયે આબ્શાલોમને કહ્યું, “આ સમયે અહિથોફેલે જે સલાહ આપી છે તે સારી નથી.”
8 户筛又说:“你知道,你父亲和跟随他的人都是勇士,现在他们心里恼怒,如同田野丢崽子的母熊一般,而且你父亲是个战士,必不和民一同住宿。
૮વળી હુશાયે કહ્યું, “તને ખબર છે કે તારા પિતા અને તેના માણસો બહુ હિંમતવાન યોદ્ધાઓ છે, જેમ પોતાના બચ્ચાં છીનવાઈ જવાથી રીંછણ ક્રોધિત હોય છે તેવા તે લોકો છે. તારો પિતા લડવૈયા પુરુષ છે; તે આજે રાત્રે સૈનિકોની સાથે રહેશે નહિ.
9 他现今或藏在坑中或在别处,若有人首先被杀,凡听见的必说:‘跟随押沙龙的民被杀了。’
૯હમણાં તે કોઈ ખાડામાં કે કોઈ બીજી જગ્યાએ સંતાયેલા હશે. શરૂઆતના હુમલામાં તમારામાંના કેટલાક માણસો માર્યા જશે. તે વિષે જે કોઈ સાંભળશે તેઓ કહેશે કે, ‘આબ્શાલોમની પાછળ ચાલનાર સૈનિકોની કતલ થઈ રહી છે.’
10 虽有人胆大如狮子,他的心也必消化;因为以色列人都知道你父亲是英雄,跟随他的人也都是勇士。
૧૦એટલે બહાદુર સૈનિકો, જેઓ સિંહ જેવા શૂરવીર સમાન છે, તેઓ પણ ગભરાશે કારણ કે આખું ઇઝરાયલ જાણે છે કે તારો પિતા શૂરવીર યોદ્ધો છે અને જે માણસો તેની સાથે છે તે ઘણાં બળવાન છે.
11 依我之计,不如将以色列众人—从但直到别是巴,如同海边的沙那样多—聚集到你这里来,你也亲自率领他们出战。
૧૧તેથી મારી સલાહ છે કે દાનથી બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓને તું એકઠા કર, તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે અને તું પોતે લડાઈમાં જા.
12 这样,我们在何处遇见他,就下到他那里,如同露水下在地上一般,连他带跟随他的人,一个也不留下。
૧૨પછી જયાં કઈ તે મળશે ત્યાં અમે આવીશું અને ઝાકળ જેમ જમીન પર પડે છે તેમ અમે તેના ઉપર તૂટી પડીશું. અને તેને કે તેની સાથેના પણ માણસને જીવતા જવા દઈશું નહિ.
13 他若进了哪一座城,以色列众人必带绳子去,将那城拉到河里,甚至连一块小石头都不剩下。”
૧૩વળી જો તે કોઈ નગરમાં ભરાઈને બેઠા હશે, તો સર્વ ઇઝરાયલીઓ નગર આગળ દોરડાં લાવશે અને અમે તે નગરને ખેંચીને નદીમાં નાખીશું કે ત્યાં નાનો પથ્થર પણ જોવા નહિ મળે.”
14 押沙龙和以色列众人说:“亚基人户筛的计谋比亚希多弗的计谋更好!”这是因耶和华定意破坏亚希多弗的良谋,为要降祸与押沙龙。
૧૪પછી આબ્શાલોમે તથા ઇઝરાયલના સર્વ માણસોએ કહ્યું, “હુશાય આર્કીની સલાહ અહિથોફેલની સલાહ કરતાં વધારે સારી છે.” આબ્શાલોમ આફતમાં મુકાય તે માટે ઈશ્વરે અહિથોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નક્કી કર્યું હતું.
15 户筛对祭司撒督和亚比亚他说: “亚希多弗为押沙龙和以色列的长老所定的计谋是如此如此,我所定的计谋是如此如此。
૧૫હુશાયે સાદોક તથા અબ્યાથાર યાજકોને કહ્યું, “અહિથોફેલે આબ્શાલોમને અને ઇઝરાયલના આગેવાનોને આ પ્રમાણેની સલાહ આપી હતી, પણ મેં કંઈક બીજી સલાહ આપી હતી.
16 现在你们要急速打发人去,告诉大卫说:‘今夜不可住在旷野的渡口,务要过河,免得王和跟随他的人都被吞灭。’”
૧૬તો હવે, જલ્દી જાઓ, દાઉદને ખબર આપીને તેને કહો કે, ‘આજે રાત્રે રાન તરફના આરા પાસે છાવણી નાખશો નહિ, પણ નદી ઓળંગી જાઓ નહિ તો રાજા અને તેના સર્વ લોકો માર્યા જશે.’”
17 那时,约拿单和亚希玛斯在隐·罗结那里等候,不敢进城,恐怕被人看见。有一个使女出来,将这话告诉他们,他们就去报信给大卫王。
૧૭હવે યોનાથાન અને અહિમાઆસ એન-રોગેલ પાસે ઊભા હતા, એક દાસી તેઓને સમાચાર આપતી. તેઓ જઈને દાઉદ રાજાને કહેતાં, કેમ કે નગરમાં આવતાં તેઓ કોઈનાં જોવામાં આવે નહિ.
18 然而有一个童子看见他们,就去告诉押沙龙。他们急忙跑到巴户琳某人的家里;那人院中有一口井,他们就下到井里。
૧૮પરંતુ એક જુવાન માણસે તેઓને જોઈને આબ્શાલોમને ખબર આપી તેથી યોનાથાન તથા અહિમાઆસ જલ્દીથી ચાલ્યા ગયા અને બાહુરીમમાં એક માણસને ઘરે આવ્યા, ત્યાં તેના આંગણામાં એક કૂવો હતો તેમાં તેઓ ઊતર્યા.
19 那家的妇人用盖盖上井口,又在上头铺上碎麦,事就没有泄漏。
૧૯તે માણસની પત્નીએ કૂવા પર એક ચાદર પાથરી અને તેના પર અનાજને સૂકવવા પાથરી દીધું, જેથી કોઈને કશી ખબર ન પડે કે યોનાથાન તથા અહિમાઆસ કૂવામાં છે.
20 押沙龙的仆人来到那家,问妇人说:“亚希玛斯和约拿单在哪里?”妇人说:“他们过了河了。”仆人找他们,找不着,就回耶路撒冷去了。
૨૦આબ્શાલોમના માણસોએ તે સ્ત્રી પાસે ઘરમાં આવીને પૂછ્યું, “અહિમાઆસ તથા યોનાથાન કયાં છે?” તે સ્ત્રીએ તેઓને કહ્યું, “તેઓ તો નદી ઓળંગીને ચાલ્યા ગયા છે.” તે માણસોએ આજુબાજુ જોયું, પણ તેઓ મળ્યા નહિ, તેથી તેઓ યરુશાલેમ પાછા ફર્યા.
21 他们走后,二人从井里上来,去告诉大卫王说:“亚希多弗如此如此定计害你,你们务要起来,快快过河。”
૨૧તેમના ગયા પછી યોનાથાન તથા અહિમાઆસ કૂવામાંથી નીકળી બહાર આવ્યા. તેઓએ દાઉદ રાજા પાસે જઈને ખબર આપીને કહ્યું, “જલ્દી ઊઠીને પાણીની પાર ચાલ્યા જાઓ, કેમ કે અહિથોફેલે તમારા વિષે આવી સલાહ આપી છે.”
22 于是大卫和跟随他的人都起来,过约旦河。到了天亮,无一人不过约旦河的。
૨૨પછી દાઉદ અને તેની સાથેના માણસો ઊઠ્યા અને યર્દન નદી પાર કરવા લાગ્યા. સૂર્યોદય થતાં પહેલાં તેઓમાંના સર્વ નદીમાંથી પ્રયાણ કરીને સામે પાર ચાલ્યા ગયા.
23 亚希多弗见不依从他的计谋,就备上驴,归回本城;到了家,留下遗言,便吊死了,葬在他父亲的坟墓里。
૨૩જયારે અહિથોફેલે જોયું કે તેની સલાહ અનુસાર કરવામાં આવ્યું નથી ત્યારે તે ત્યાંથી પોતાના ગધેડાને લઈને ચાલ્યો ગયો. તેના નગરમાં તે પોતાના ઘરે ગયો પોતાના ઘરનાને માટે વ્યવસ્થા કરીને આત્મહત્યા કરીને મરણ પામ્યો આ પ્રમાણે તે મૃત્યુ પામ્યો અને તેને તેના પિતાની કબરમાં દફનાવવામાં આવ્યો.
24 大卫到了玛哈念,押沙龙和跟随他的以色列人也都过了约旦河。
૨૪પછી દાઉદ માહનાઇમ આવ્યો. આબ્શાલોમે તથા તેની સાથેના ઇઝરાયલના સર્વ માણસોએ યર્દન પાર કરી.
25 押沙龙立亚玛撒作元帅,代替约押。亚玛撒是以实玛利人以特拉的儿子。以特拉曾与拿辖的女儿亚比该亲近;这亚比该与约押的母亲洗鲁雅是姊妹。
૨૫ત્યારે આબ્શાલોમે યોઆબની જગ્યાએ અમાસાને સૈન્યનો સેનાપતિ નીમ્યો. અમાસા, યોઆબની માતા, સરુયાની બહેન, જે નાહાશની દીકરી અબિગાઈલ સાથે સૂઈ જનાર યિથ્રા ઇઝરાયલીનો દીકરો હતો.
૨૬પછી આબ્શાલોમ અને ઇઝરાયલીઓએ ગિલ્યાદના દેશમાં છાવણી નાખી.
27 大卫到了玛哈念,亚扪族的拉巴人拿辖的儿子朔比,罗·底巴人亚米利的儿子玛吉,基列的罗基琳人巴西莱,
૨૭જયારે દાઉદ માહનાઇમ આવ્યો ત્યારે એમ બન્યું કે, તે આમ્મોનીઓના રાબ્બાના નાહાશનો દીકરો શોબી, લો-દબારના આમ્મીએલનો દીકરો માખીર તથા રોગલીમનો બાર્ઝિલ્લાય ગિલ્યાદી,
28 带着被、褥、盆、碗、瓦器、小麦、大麦、麦面、炒谷、豆子、红豆、炒豆、
૨૮તેઓ સાદડીઓ, ધાબળા, વાટકા, ઘડા, ઘઉં, જવનો લોટ, શેકેલું અનાજ, કઠોળ, મસૂર,
29 蜂蜜、奶油、绵羊、奶饼,供给大卫和跟随他的人吃;他们说:“民在旷野,必饥渴困乏了。”
૨૯મધ, માખણ, ઘેટાં અને પનીર લાવ્યા. કે જેથી દાઉદ અને તેના લોકો જે તેની સાથે હતા તેઓ ખાઈ શકે. આ માણસોએ કહ્યું “આ લોકો અરણ્યમાં ભૂખ્યા, તરસ્યાં અને થાકી ગયા છે.”