< 历代志上 3 >

1 大卫在希伯 所生的儿子记在下面:长子暗嫩是耶斯列人亚希暖生的。次子但以利是迦密人亚比该生的。
દાઉદના દીકરાઓ જે તેનાથી હેબ્રોનમાં જન્મ પામ્યા હતા તેઓ આ છે: પ્રથમજનિત આમ્નોન, અહિનોઆમ યિઝ્રએલીથી; બીજો દાનિયેલ, અબિગાઈલ કાર્મેલીથી;
2 三子押沙龙是基述王达买的女儿玛迦生的。四子亚多尼雅是哈及生的。
ત્રીજો આબ્શાલોમ, જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાથી. ચોથો દીકરો, અદોનિયા જે હાગ્ગીથથી હતો.
3 五子示法提雅是亚比她生的。六子以特念是大卫的妻以格拉生的。
પાંચમો, શફાટયા જે અબીટાલથી હતો; છઠ્ઠો, યિથ્રામ તેની પત્ની એગ્લાથી.
4 这六人都是大卫在希伯 生的。大卫在希伯 作王七年零六个月,在耶路撒冷作王三十三年。
દાઉદના આ છ દીકરાઓ, હેબ્રોનમાં કે જ્યાં દાઉદે સાત વર્ષ અને છ માસ સુધી રાજ કર્યુ ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યુ.
5 大卫在耶路撒冷所生的儿子是示米亚、朔罢、拿单、所罗门。这四人是亚米利的女儿拔·书亚生的。
વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથશેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન.
6 还有益辖、以利沙玛、以利法列、
દાઉદના બીજા નવ દીકરાઓ; ઈબ્હાર, અલિશામા, અલિફેલેટ,
7 挪迦、尼斐、雅非亚、
નોગા, નેફેગ, યાફીઆ,
8 以利沙玛、以利雅大、以利法列,共九人。
અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.
9 这都是大卫的儿子,还有他们的妹子她玛,妃嫔的儿子不在其内。
તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.
10 所罗门的儿子是罗波安;罗波安的儿子是亚比雅;亚比雅的儿子是亚撒;亚撒的儿子是约沙法;
૧૦સુલેમાનનો દીકરો રહાબામ હતો. રહાબામનો દીકરો અબિયા હતો. અબિયાનો દીકરો આસા હતો. આસાનો દીકરો યહોશાફાટ હતો.
11 约沙法的儿子是约兰;约兰的儿子是亚哈谢;亚哈谢的儿子是约阿施;
૧૧યહોશાફાટનો દીકરો યહોરામ હતો. યોરામનો દીકરો અહાઝયાહ હતો. અહાઝયાહનો દીકરો યોઆશ હતો.
12 约阿施的儿子是亚玛谢;亚玛谢的儿子是亚撒利雅;亚撒利雅的儿子是约坦;
૧૨યોઆશનો દીકરો અમાસ્યા હતો. અમાસ્યાનો દીકરો અઝાર્યા હતો. અઝાર્યાનો દીકરો યોથામ હતો.
13 约坦的儿子是亚哈斯;亚哈斯的儿子是希西家;希西家的儿子是玛拿西;
૧૩યોથામનો દીકરો આહાઝ હતો. આહાઝનો દીકરો હિઝકિયા હતો. હિઝકિયાનો દીકરો મનાશ્શા હતો.
14 玛拿西的儿子是亚们;亚们的儿子是约西亚;
૧૪મનાશ્શાનો દીકરો આમોન અને આમોનનો દીકરો યોશિયા હતો.
15 约西亚的长子是约哈难,次子是约雅敬,三子是西底家,四子是沙龙。
૧૫યોશિયાના દીકરાઓ; તેનો જયેષ્ઠ દીકરો યોહાનાન, બીજો દીકરો યહોયાકીમ, ત્રીજો દીકરો સિદકિયા તથા ચોથો દીકરો શાલ્લુમ.
16 约雅敬的儿子是耶哥尼雅和西底家。
૧૬યહોયાકીમનો દીકરો યકોન્યા, તેનો દીકરો સિદકિયા, જે છેલ્લો રાજા હતો.
17 耶哥尼雅被掳。他的儿子是撒拉铁、
૧૭બંદીવાન યકોન્યાના દીકરાઓ; શાલ્તીએલ,
18 玛基兰、毗大雅、示拿萨、耶加米、何沙玛、尼大比雅。
૧૮માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.
19 毗大雅的儿子是所罗巴伯、示每。所罗巴伯的儿子是米书兰、哈拿尼雅,他们的妹子名叫示罗密。
૧૯પદાયાના દીકરાઓ; ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના દીકરાઓ; મશુલ્લામ તથા હનાન્યા; શલોમીથ તેઓની બહેન હતી;
20 米书兰的儿子是哈舒巴、阿黑、比利家、哈撒底、于沙·希悉,共五人。
૨૦હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, તેઓ પણ ઝરુબ્બાબેલના બીજા પાંચ દીકરાઓ હતા.
21 哈拿尼雅的儿子是毗拉提、耶筛亚。还有利法雅的众子,亚珥难的众子,俄巴底亚的众子,示迦尼的众子。
૨૧હનાન્યાના વંશજો; પલાટયા તથા યશાયા. રફાયાના દીકરાઓ; આર્નાનના દીકરાઓ, ઓબાદ્યાના દીકરાઓ, શખાન્યાના દીકરાઓ.
22 示迦尼的儿子是示玛雅;示玛雅的儿子是哈突、以甲、巴利亚、尼利雅、沙法,共六人。
૨૨શખાન્યાનો દીકરો શમાયા. શમાયાના દીકરાઓ; હાટ્ટુશ, ઈગાલ, બારિયા, નાર્યા તથા શાફાટ.
23 尼利雅的儿子是以利约乃、希西家、亚斯利干,共三人。
૨૩નાર્યાના ત્રણ દીકરાઓ; એલ્યોએનાય, હિઝકિયા તથા આઝ્રીકામ.
24 以利约乃的儿子是何大雅、以利亚实、毗莱雅、阿谷、约哈难、第莱雅、阿拿尼,共七人。
૨૪એલ્યોએનાયના સાત દીકરાઓ; હોદાવ્યા, એલ્યાશિબ, પલાયા, આક્કુબ, યોહાનાન, દલાયા તથા અનાની.

< 历代志上 3 >