< 詩篇 92 >

1 安息日的詩歌。 至高者!最幸福的事情,是讚美上主,歌頌主名,
ગીત, વિશ્રામવારને માટે ગાયન. યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
2 是清晨傳揚您的仁慈,是夜間宣講您的忠義,
સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો.
3 彈奏十絃琴和七絃琴,隨著琵琶旋律而詠詩。
દશ તારવાળાં વાજાં સાથે અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો.
4 上主,你既以你的化工使我喜悅,我就因你雙手的一切工程歡樂。
કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
5 上主,您的工程是多麼偉大,您的計劃是多麼奧妙!
હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
6 無理性的人,不會明白這事;愚昧的人,也不會領悟這事。
અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી.
7 歹徒雖然一時茂盛有如青草,作奸犯科的人雖然一時顯耀,然而他們終終必滅亡,永遠沉消,
જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
8 上主,惟有您永遠是至尊至高。
પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.
9 上主,請看您的仇人,您的仇人必要沉淪;作惡的人無處棲身。
તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.
10 您高舉我的角似野牛的角,用極新鮮的油膏傳抹了我,
૧૦તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે.
11 因而我的眼目才輕視我的仇人,我耳朵歡樂聽見制服我的惡人。
૧૧મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
12 正義的人像棕櫚茂盛,似黎巴嫩的香柏高聳。
૧૨ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
13 他們被栽植在上主的殿中,在我們天主的庭院裏繁榮。
૧૩જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 雖已年老,仍然結果,枝葉繁盛,依舊綠茂;
૧૪વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે.
15 為宣揚上主是多麼正直:我的磐石祂毫沒有不義。
૧૫જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.

< 詩篇 92 >