< 詩篇 9 >
1 【天主除暴安良】 達味詩歌,交與樂官。調寄「木特拉本」。 上主,我全心讚頌你,宣揚你的一切奇偉;
૧મુખ્ય ગવૈયાને માટે; રાગ મુથ-લાબ્બેન. દાઉદનું ગીત. હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ; હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ.
૨હું તમારામાં આનંદ પામીશ તથા ઉલ્લાસ કરીશ; હે પરાત્પર ઈશ્વર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ.
૩જ્યારે મારા શત્રુઓ પાછા ફરે છે, ત્યારે તમારી આગળ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.
૪કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.
5 你摧毀了異民,殲滅惡徒,你把他們的名字永遠消除。
૫તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.
6 敵人現已覆滅,永遠沉淪,你蕩平的城邑,全不留名。
૬શત્રુઓનો ખંડેરોની જેમ અંત આવશે તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે. જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી.
૭પણ યહોવાહ સદાકાળ રાજ કરશે; તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે.
૮તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે. તે લોકોનો અદલ ઇનસાફ કરશે.
૯વળી યહોવાહ હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, તે સર્વ સંકટસમયે ગઢ થશે.
10 凡認識你名號的人,必仰望你,上主,尋覓你的人,你必不擯棄。
૧૦જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે, કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી.
11 你們該歌頌上主,祂住在熙雍,在萬民中宣揚祂的一切化工:
૧૧સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.
12 上主追討血債,常懷念悲苦的人民,上主絕不會忘掉他慘痛的呼聲。
૧૨કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; તે તેમની અરજ ભૂલી જતા નથી.
13 上主,求你憐憫我,垂視我仇加於我的苦辱,拯救我脫離死亡的門戶,
૧૩હે યહોવાહ, મારા પર દયા કરો; મોતના દ્વારથી મને ઉઠાડનાર, મારો દ્વ્રેષ કરનાર મને દુ: ખ દે છે, તે તમે જુઓ.
14 好使我在熙雍女子門口,宣揚你的美譽,欣享你的助祐。
૧૪સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું હું તમારા ઉદ્ધારમાં હર્ષ પામીશ.
15 異民都落於自己挖掘的深坑,他們的腳都掉入自設的陷阱。
૧૫પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા જાળમાં તેઓના પોતાના પગ સપડાયા છે.
16 上主自顯於世,行了審判,惡人被自設的羅網所陷。
૧૬યહોવાહે પોતે પોતાની ઓળખાણ આપી છે; તેમણે ન્યાય કર્યો છે; દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (સેલાહ)
17 願一般忘卻天主的異族,願一般惡人都歸於陰府! (Sheol )
૧૭દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે. (Sheol )
18 困苦的人絕不會被遺忘,窮人的依靠永不會喪亡。
૧૮કેમ કે દરિદ્રીને હંમેશા ભૂલી જવામાં આવશે નહિ, ગરીબોની આશા હંમેશ માટે નિષ્ફળ જશે નહિ.
19 上主,起來,莫讓世人獲勝,願異民盡都在你前受審!
૧૯હે યહોવાહ, ઊઠો; માણસને અમારા પર વિજયી ન થવા દો; તમારી સમક્ષ રાષ્ટ્રોનો ન્યાય થાય.
૨૦હે યહોવાહ, તેઓને ભયભીત કરો; જેથી રાષ્ટ્રો જાણે કે તેઓ માણસો જ છે. (સેલાહ)