< 詩篇 38 >

1 達味紀念歌。 上主,求你不要在你的震怒中責罰我,求你不要在你的氣憤中懲戒我。
સંભારણાને અર્થે દાઉદનું ગીત. હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ઠપકો ન આપો; તમારા કોપમાં મને શિક્ષા ન કરો.
2 因為你的箭射中了我,你的手重壓了我。
કેમ કે તમારાં બાણો મને વાગ્યાં છે અને તમારો હાથ મને જોરથી દાબે છે.
3 因了你的盛怒,我已體無完膚;因了我的罪行,我已粉身碎骨。
તમારા ગુસ્સાને લીધે મારું આખું શરીર બીમાર છે; મારા પાપોને લીધે મારાં હાડકાંમાં આરોગ્ય નથી.
4 因為我的罪過高出我的頭頂,好似重擔把我壓得過分沉重。
કેમ કે મારો અન્યાય મારા માથા પર ચઢી આવ્યો છે; ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઈ પડ્યો છે.
5 我的創痍漬爛流膿,完全由於我的愚矇。
મારાં મૂર્ખાઈ ભર્યાં પાપોને કારણે મારા જખમ સડીને ગંધાઈ ઊઠ્યા છે.
6 我悲傷得身已傴僂,終日行動滿懷憂愁。
હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું; હું આખો દિવસ શોક કર્યા કરું છું.
7 因為我的腰肢焦灼難受,我的肉體已無完膚。
કેમ કે મારી કમરમાં અસહ્ય બળતરા થાય છે અને મારું આખું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે.
8 我已筋疲力盡,奄奄一息;我已心痛欲絕,嗟嘆不已。
હું નિર્બળ થઈને કચડાઈ ગયો છું; મારા હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9 我主,我的呻吟常在你的面前,我的悲歎不向你隱瞞;
હે પ્રભુ, મારી સર્વ ઇચ્છા તમે જાણો છો અને મારો વિલાપ તમને અજાણ્યો નથી.
10 我的心顫慄,我的精力衰退,我眼目的光明也已消逝。
૧૦મારા હૃદયના ધબકારા વધી ગયા છે, મારું બળ ઘટી ગયું છે અને મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
11 我遭難時,我的友朋都袖手旁觀,我的親人都站得很遠。
૧૧મારા રોગના ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઈ ગયા છે; મારા પડોશીઓ મારાથી દૂર ઊભા રહે છે.
12 追尋我命的人,張設網羅,設法害我的人,散布惡謨,他們行詭計日夜思索。
૧૨જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે. જેઓ મને ઉપદ્રવ કરવા પ્રયાસ કરે છે તેઓ હાનિકારક વાતો બોલે છે અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે.
13 但我好像是一個有耳聽不見的聾子,我又好像是一個有口不能言的啞巴。
૧૩પણ હું તો બહેરા માણસની જેમ તે સાંભળતો નથી; મૂંગો માણસ પોતાનું મુખ ઉઘાડતો નથી, તેના જેવો હું છું.
14 我竟成了一個沒有聽覺的人,成了一個口中沒有辯詞的人。
૧૪જે માણસ સાંભળતો નથી અને જેના મુખમાં દલીલો નથી તેના જેવો હું છું.
15 因為我唯有仰慕你,上主,你必應允我,我主我天主!
૧૫હે યહોવાહ હું નિશ્ચે તમારી રાહ જોઈશ; હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઉત્તર આપશો.
16 我原來說過:「不要讓他們洋洋得意,不要讓他們因我的失足而沾沾自喜。」
૧૬મેં આ કહ્યું કે જેથી મારા શત્રુઓ મારા પર હરખાય નહિ. જો મારો પગ લપસી જાય, તો તેઓ મારી સામે વડાઈ કરે છે.
17 我生來就易於失足,因此我常心懷痛苦。
૧૭કેમ કે હું ઠોકર ખાઈ રહ્યો છું અને હું સતત દુઃખમાં છું.
18 我的確承認我犯了罪愆,我為了我的過惡而憂慚。
૧૮હું મારા અન્યાયને કબૂલ કરું છું; હું મારા પાપને કારણે શોક કરું છું.
19 無故加害我的人,力強兇暴,無理憎恨我的人,成群結伙;
૧૯પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિનાકારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 他們都以怨報德而對待我,因我追求正義而惱恨我。
૨૦તેઓ ભલાઈને બદલે ભૂંડું પાછું વાળે છે; તેઓ મારા શત્રુઓ છે, કેમ કે જે સારું છે તેને હું અનુસરું છું.
21 上主,求你不要捨棄我,我主,求你不要遠離我。
૨૧હે યહોવાહ, તમે મને તજી દેશો નહિ; હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ.
22 我的上主,我的救助,求你速來給我護祐。
૨૨હે પ્રભુ, મારા ઉદ્ધારક, મને સહાય કરવાને ઉતાવળ કરો.

< 詩篇 38 >