< 詩篇 144 >

1 上主,我的磐石,他應該常受頌讚!他教我的手能鬥,教我的指能戰。
દાઉદનું ગીત. યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો, તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે.
2 他是我的力量,我的堡壘,他是我的干城,我的救主,我的盾牌及我的避難所,他使萬民都來屈服於我。
તમે મારા કૃપાનિધિ, મારો ગઢ, મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો, તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો, તમે દેશોને મારે તાબે કરો છો.
3 上主,世人算什麼,您竟眷顧他,人子算什麼您竟懷念他?
હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો?
4 世人不過像一口氣,他的歲月如影消逝。
માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે.
5 上主,求您將天低垂,親自降凡,您一觸摸群山,群山立即冒煙。
હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.
6 求您發出閃電,將敵人驅散,求您把箭射出,使他們混亂。
વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો.
7 求您自高處伸出您的手,救拔我,求您由洪水和外人手中,拯救我!
ઉપરથી તમારા હાથ લંબાવો; ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો વિદેશીઓના હાથમાંથી મને બચાવો.
8 他們的口舌只說虛言謊語,只是為發假誓而舉起右手。
તેઓનાં મુખ જૂઠું બોલે છે અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે.
9 天主,我要向您高唱新曲,我要彈十絃琴向您詠奏。
હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ.
10 是您賜給君王獲得了勝利,是您拯救了您的僕人達味。
૧૦તમે રાજાઓને તારણ આપો છો; તમે તમારા સેવક દાઉદને ઘાતકી તલવારથી બચાવ્યો.
11 求您由凶險的刀劍救拔我,求您由外人的手掌拯救我!他們的口舌只說虛言謊語,只是為發假誓而舉起右手。
૧૧મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો તેઓનું મુખ મિથ્યા બોલે છે તેઓના જમણા હાથો કપટના હાથો છે.
12 願我們的兒子們,從幼就像茂盛的果樹,願我們的女兒們,像宮殿中雕刻的砥柱!
૧૨અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13 願我們倉廩裡的各種食糧常滿,願我們牧場上的羊群,蕃殖億萬!
૧૩અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ; અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ.
14 願我們的牲畜常滿載重量,城牆沒有缺口也沒有逃亡,我們的街市中也沒有悲傷。
૧૪અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો.
15 身逢這些福樂的百姓,真是有福,認上主為天主的人民,真是有福。
૧૫જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે; જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે.

< 詩篇 144 >