< 詩篇 136 >
1 請眾感謝上主,因他寬仁,因為他的仁慈永遠常存。
૧યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૨સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૩પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૪જે એકલા જ મહાન ચમત્કારો કરનાર છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૫જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યાં છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૬જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૭મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૮દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૯રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
10 祂擊殺了埃及國的首生,因為祂的仁慈永遠常存。
૧૦મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
11 祂領以色列走出埃及境,因為祂的仁慈永遠常存。
૧૧વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવનારની સ્તુતિ કરો; કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
12 祂伸出手臂施展了大能,因為祂的仁慈永遠常存。
૧૨પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડાવી લાવ્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
13 祂把紅海的水從中分開,因為祂的仁慈永遠常存。
૧૩તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
14 祂領以色列人海中步行,因為祂的仁慈永遠常存。
૧૪તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
15 祂淹沒法郎軍隊於海心,因為祂的仁慈永遠常存。
૧૫ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ડુબાવી દેનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
16 祂率領百姓在曠野繞行,因為祂的仁慈永遠常存。
૧૬જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
17 祂嚴懲了最強悍的國君,因為祂的仁慈永遠常存。
૧૭જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
18 祂擊殺了極強盛的國王,因為祂的仁慈永遠常存。
૧૮નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
19 祂殺死了阿摩黎王息紅,因為祂的仁慈永遠常存。
૧૯અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
20 祂殺死敖格,巴商之君,因為祂的仁慈永遠常存。
૨૦બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
21 祂將異民地使選民佔領,因為祂的仁慈永遠常存。
૨૧જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
22 祂使己僕以色列人繼承,因為祂的仁慈永遠常存。
૨૨જેમણે તે દેશ પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
23 祂懷念了我們遭難的人,因為祂的仁慈永遠常存。
૨૩જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
24 祂救拔我們脫離了仇人,因為祂的仁慈永遠常存。
૨૪અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
25 祂給一切生靈提供食品,因為祂的仁慈永遠常存。
૨૫જે બધાં પ્રાણીઓને અન્ન આપે છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
26 請眾感謝天主上居天庭,因為他的仁慈永遠常存。
૨૬આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.