< 約書亞記 15 >
1 猶大支派的子孫按照家族,抽籤分得的土地是在極南部,以厄東邊境為界,南至親曠野。
૧યહૂદાપુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો. એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે, જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.
૨તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી.
3 沿阿刻辣賓山坡之南,經親曠野,上至卡德士巴爾乃亞之南,再由此經過赫茲龍,上至阿達爾,再繞過卡爾卡,
૩ત્યાંથી સરહદ આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ. અને કાદેશ બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ. ત્યાંથી હેસ્રોન થઈને આદ્દારથી ચકરાવો ખાઈને કાર્કા સુધી ગઈ.
4 穿過阿茲孟直到埃及小河,而後廷至大海:以上是他們南方的邊界。
૪ત્યાંથી આસ્મોન સુધી ગઈ. ત્યાંથી મિસરના ઝરણાંથી પસાર થઈને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. આ તેમની દક્ષિણ તરફની સરહદ હતી.
5 東方的邊界是起自鹽海直到約旦河口;北方的是起自約旦河口的海灣,
૫યર્દનના છેડા તરફ, ખારો સમુદ્ર પૂર્વ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ સમુદ્રની ખાડીથી ઉત્તર તરફની સરહદથી શરુ થતી હતી.
6 上至貝特曷革拉,經過貝特阿拉巴北部,上至勒烏本人波罕的盤石;
૬તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાનની શિલા, રુબેનના દીકરા સુધી ગઈ.
7 再由此上至德彼爾,沿阿苛爾山谷,往北轉向位於谷南的阿杜明山坡對面的革里羅特,再經默士水泉,直到洛革耳泉。
૭પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન-શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.
8 以後再由此由本希農山谷而上,直達耶步斯,即耶路撒冷的南側,再上至俯視本希農山谷西方的山頂,這山位於勒法因平原的北端。
૮પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ એટલે યરુશાલેમ સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.
9 再由這山頂轉向乃費托亞水泉,直到厄斐龍山,然後轉向巴阿拉,──即克黎雅特耶阿陵。
૯પછી તે સરહદ પર્વતના શિખરથી તે નેફતોઆના ઝરણાં સુધી ગઈ, ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ. પછી તે સરહદ બાલાહ એટલે કિર્યાથ-યારીમ સુધી અંકાયેલી હતી.
10 再從巴阿拉向西折向肥依爾山,繞過耶阿陵即革撒隆山脊北部,下至貝特舍默士,經過提默納,
૧૦પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાહથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની એટલે કસાલોન ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.
11 直至厄刻龍山脊北部,再繞過史加龍,經巴阿拉山,直到雅貝乃耳,最後至海為止。
૧૧તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલાહ પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.
12 西方的邊界以大海海濱為界:以上是猶大子孫按照家族所分得的地區四周的邊界。
૧૨પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.
13 若蘇厄遵照上主的吩咐,將猶大子孫中的一部分土地,即克黎雅特阿爾巴,分給了耶孚乃的兒子加肋布。阿爾巴是阿納克的祖先,阿爾巴即是赫貝龍。
૧૩યહોશુઆએ યહોવાહની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા અનાકનો પિતા હતો.
14 加肋布從那裏趕走了阿納克的三個子孫:舍瑟、阿希曼和塔爾耳買;他們是阿納克的後代。
૧૪અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.
15 加肋布又從那裏上去,攻打了德彼爾固民。──德彼爾以叫克黎雅特色費爾。
૧૫તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.
16 加肋布說:「誰能征服或拿下克黎雅特色費爾,我便將我的女兒阿革撒給他為妻。」
૧૬કાલેબે કહ્યું, “જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સાહ સાથે પરણાવીશ.”
17 加肋布的弟兄,刻納次的兒子敖特尼奪下了那城,加肋布便將自己的女兒阿革撒給他為妻。
૧૭કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.
18 阿革撒快門的時候,丈夫勸她向她的們父親要求一塊田地。阿革撒一下驢,加肋布便向她說:「妳要﹖」什麼
૧૮જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના ગધેડા પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, “તારે શું જોઈએ છે?”
19 阿革撒答說:「請你給我一件禮物;即要把我安放在南方的旱地,求你也將水泉給我。」她的父親就把上泉和下泉賜給了她。
૧૯આખ્સાહએ ઉત્તર આપ્યો, “મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.
૨૦આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે.
21 猶大支派子孫在乃革布與厄東交界的城市,有卡貝責耳、阿辣得、雅古爾、
૨૧અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,
25 哈祚爾哈達大、克黎約特赫茲龍──祚爾加達、即哈祚爾、
૨૫હાસોર-હદાત્તા, કરીયોથ હેસ્રોન એટલે હાસોર,
૨૭હસાર-ગાદ્દાહ, હેશ્મોન, બેથ-પેલેટ,
૨૮હસાર-શૂઆલ, બેરશેબા, બિઝયોથ્યા.
૩૦એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
૩૧સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
32 肋巴敖特、史耳新和恩黎孟:共計二十九座城巴和及所屬村鎮。
૩૨લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
૩૩પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરાહ તથા આશના;
૩૪ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
૩૫યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
36 沙阿辣因、阿狄塔殷、革德辣及革德洛塔殷:共計十四座城和所屬村鎮。
૩૬શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
૩૭સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
૩૮દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
૩૯લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
૪૦કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
41 革德洛特、貝特達貢、納阿瑪、瑪刻達:共計十六座座城和所屬村鎮。
૪૧ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાહ તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
૪૨લિબ્નાહ, એથેર તથા આશાન,
44 刻依拉、阿革齊布、瑪勒沙:共計九座城和所屬村鎮;
૪૪કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
૪૫એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
46 還有從厄刻龍到海,所有靠近阿市多得所屬村鎮。
૪૬એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
47 阿市多得所屬城鎮,直到埃及小河;並以大海為界
૪૭આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
૪૮પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
૪૯દાન્ના તથા કિર્યાથ-સાન્ના, એટલે દબીર,
૫૦અનાબ, એશ્તમોઆ તથા આનીમ,
૫૧ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
૫૩યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
54 胡默達、克黎雅特阿爾巴,即赫貝龍和漆敖爾:共計九座城所屬村鎮。
૫૪હુમ્ટા, કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
૫૫માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,
૫૬યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,
૫૭કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
૫૮હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
59 瑪阿辣特、貝特阿諾特、厄耳特孔:共計六座城所屬村鎮。特科亞、厄弗辣大即白冷、培敖爾、厄堂、谷隆、塔堂、索勒、加倫、加林、貝特爾、瑪納:共計十一座城所屬村鎮。
૫૯મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.
60 尚有克黎雅特巴爾即克黎雅特耶阿陵和阿辣巴兩座城,所屬村鎮。
૬૦કિર્યાથ-બાલ એટલે કિર્યાથ-યારીમ તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
૬૧અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,
૬૨નિબ્શાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.
63 至於住在耶路撒冷的耶步斯人,猶大人不能將他們趕走,因此耶步斯人直到今日,仍同猶大人一起住在耶路撒冷。
૬૩પણ યરુશાલેમના રહેવાસી યબૂસીઓને યહૂદા કુળના લોકો કાઢી શક્યા નહિ; તેથી યબૂસીઓ આજ સુધી યહૂદા કુળની સાથે યરુશાલેમમાં રહે છે.