< 約伯記 41 >
૧શું તું સમુદ્રના મહાકાય મગરમચ્છને તેને પકડવાના આંકડાથી પકડી શકે છે? અથવા શું તું તેની જીભને દોરીથી બાંધી શકે છે?
2 你豈能以鼻圈穿過牠的鼻子,以鉤子刺透牠的腮骨﹖
૨શું તું તેના નાકને વીંધી શકે છે, અથવા તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?
૩શું તે તારી સમક્ષ આજીજી કરશે? શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?
૪શું તે તારી સાથે એવો કરાર કરશે કે, તું તેને આજીવન તારો ગુલામ બનાવવા સંમત થશે?
5 你豈能玩弄牠像玩弄小鳥,將牠縛著作你女兒的玩物﹖
૫તું જેમ પક્ષીની સાથે તેમ તેની સાથે રમી શકશે? શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી કુમારિકાઓ તેની સાથે રમી શકે?
૬શું માછીઓ તેનો પાર કરશે? શું તેઓ તેને વેપારીઓની વચ્ચે વહેંચી નાખશે?
૭શું તીક્ષ્ણ બાણથી તેની ચામડીને છેદી શકાય અથવા શું અણીદાર માછલીના કાંટાથી તેના માથામાં ભોંકી શકાય?
8 將你的掌撫在牠身上罷! 若你想到惡鬥,決不敢再撫。
૮તારો હાથ તેના પર મૂકી જો, ત્યારે જે યુદ્ધ થાય તેને યાદ કરીને તું ફરી એવું કરીશ નહિ.
૯જો, જે કોઈ તેની આશા રાખે છે તેને નિષ્ફળતા મળશે. શું એમાંથી કોઈને તેની જ નજીક ફેંકી દેવામાં નહિ આવે?
10 沒有一個勇敢的人敢觸犯牠,有誰還敢站立在牠前面呢﹖
૧૦તેને છંછેડીને ગુસ્સે કરે એવો હિંમતવાળો કોઈ નથી. તો પછી કોણ, તેની સામે ઊભો રહી શકે?
૧૧તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે? આખા આકાશ તળે એવો કોઈ નથી.
12 論牠的四體百肢,我不能緘默;論牠的力量,我要說:沒有可與牠相比的。
૧૨તેના અવયવો, તેનું બળ, અથવા તેના શરીરના આકર્ષક આકાર વિષે હું ચૂપ રહીશ નહિ.
૧૩તેના વસ્ત્રને કોણ ઉતારી શકે છે? કોણ તેનાં બેવડાં જડબામાં પ્રવેશી શકે છે?
૧૪તેના દાંત જે લોકોને બીવડાવે છે, એવા દાંતવાળા તેના મુખના દરવાજા કોણ ખોલી શકે?
૧૫તેનાં મજબૂત ભીંગડાંનું તેને અભિમાન છે, તેઓ એકબીજા સાથે સંપૂર્ણપણે સજ્જડ છે.
૧૬તેઓનાં ભીંગડાં એક બીજાની સાથે એવાં તો જટિલ રીતે જોડાયેલાં છે, કે તેમની વચ્ચે હવા પણ જઈ શકતી નથી.
૧૭તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેલાં છે; તેઓ એકબીજા સાથે એવાં સજ્જ છે, કે તેઓ એકબીજાથી અલગ થઈ શકે નહિ.
૧૮તે છીંકે છે ત્યારે તે વીજળીના ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે; તેની આંખો સવારના ઊગતા સૂર્યની જેમ ચમકે છે.
૧૯તેના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે, અને અગ્નિની ચિનગારીઓ બહાર આવે છે.
૨૦ઊકળતા ઘડા નીચે બળતી મશાલોની વરાળની માફક, તેના નાકમાંથી ધુમાડા નીકળે છે.
૨૧તેનો શ્વાસોચ્છવાસ કોલસા પણ સળગાવી દે છે; તેના મુખમાંથી અગ્નિ ભભૂકે છે.
22 牠的力量集中在牠的頸上,在牠面前,沒有不恐怖的。
૨૨તેની ગરદનમાં બળ છે, તેના ત્રાસથી જાનવરો તેની આગળ થરથરે છે
૨૩તેના માંસના લોચા એકબીજા સાથે ચોંટેલા છે; તેઓ તેના અંગ પર એવા સજડ બંધાયેલા છે કે; તેઓ ખસી પણ શકતા નથી.
૨૪તેનું હૃદય પથ્થર જેવું મજબૂત છે, તેને કોઈ ડર નથી નિશ્ચે તેનું હૃદય ઘંટીના પડ જેવું સખત છે.
૨૫જ્યારે તે ઊભો થાય છે, ત્યારે સર્વ દેવો પણ તેનાથી ડરી જાય છે; અને બીકને કારણે તેઓ ભાગી જાય છે.
૨૬જો તેને કોઈ તલવારથી મારે, તો પણ તેને કંઈ થતું નથી, અને ભાલો, બાણ અથવા તો અણીદાર શસ્ત્ર પણ તેને કંઈ કરી શકતાં નથી.
૨૭તેની આગળ લોખંડ ઘાસ જેવું, અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે.
૨૮બાણ પણ તેને નસાડી શકતું નથી; પથ્થરો તો તેની નજરમાં ખૂંપરા બની જાય છે.
૨૯લાકડાની ડાંગો જાણે તેને સળીના ટુકડા હોય તેમ લાગે છે; અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે.
૩૦તેના પેટની ચામડી ઠીકરા જેવી તીક્ષ્ણ છે; અને તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે.
૩૧અને તે ઊંડાણને ઊકળતા પાણીના ઘડાની માફક હલાવે છે; તે સમુદ્રને તેલની માફક જાણે પરપોટા થતા હોય તેમ ઊડાવે છે.
૩૨તે તેની પાછળ ચમકતો માર્ગ બનાવે છે; કોઈ સમજે છે કે ઊંડાણ સફેદ છે.
૩૩પૃથ્વી પર તેના જેવું બીજું કોઈ પ્રાણી નથી, તે નિર્ભયપણે જીવવાને સૃજાયેલું છે.
૩૪“તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે; તે સર્વ ગર્વિષ્ઠોનો રાજા છે.”