< 何西阿書 6 >

1 「來,我們回到上主那裏去,因為衪撕碎了我們,也必要治愈;衪打傷了我們,也必要包紮。
“આવો આપણે યહોવાહની પાસે પાછા જઈએ. કેમ કે તેમણે આપણને ચીરી નાખ્યા છે, તેઓ જ આપણને સાજા કરશે; તેમણે આપણને ઘા કર્યા છે, તેઓ જ આપણને પાટો બાંધશે.
2 兩天後衪必使田復生,第三天衪必使我們興起,生活在衪的慈顏下。
બે દિવસ પછી તેઓ આપણને સચેત કરશે; ત્રીજે દિવસે તેઓ આપણને ઉઠાડશે, આપણે તેમની આગળ જીવતા રહીશું.
3 讓我們認識上主,讓我們努力認識上主! 衪定要像曙光一樣出現,衪要來到我們中間,有如秋雨,有如滋潤田地的春雨。」
ચાલો આપણે યહોવાહને જાણીએ, યહોવાહને ઓળખવાને ખંતથી મહેનત કરીએ. તેમનું આવવું ઊગતા સૂરજની જેમ નિશ્ચિત છે. તે વરસાદની જેમ, વસંતઋતુમાં પૃથ્વીને સિંચનાર છેલ્લા વરસાદની જેમ આવશે.
4 厄弗辣因,我可對你們作什麼﹖因為你們的仁愛有如旱晨的浮雲,有如易於消散的朝露。
હે એફ્રાઇમ હું તને શું કરું? હે યહૂદિયા હું તને શું કરું? તમારી વિશ્વાસનીયતા સવારના વાદળ જેવી છે, ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવી છે.
5 因此,我藉先知們砍伐了他們,以我口中的言語殺死戳了他們;我的的裁判出現有如光明:
માટે મેં તેઓને પ્રબોધકો દ્વારા કતલ કર્યા છે, મેં મારા મુખનાં વચનોથી તેઓનો સંહાર કર્યો છે. મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળારૂપ છે.
6 因為我喜歡仁慈勝過祭獻,喜歡人認識天主勝過全燔祭。
કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહિ, દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું ડહાપણ ચાહું છું.
7 但是他們在阿當就犯了罪,在那裏已背叛了我。
તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે; તેઓ મારી સાથે અવિશ્વાસુ રહ્યા છે.
8 基肋阿得是座作惡的城池,滿了血跡。
ગિલ્યાદ દુષ્કર્મીઓનું નગર છે, રક્તના નિશાનથી ભરેલું છે.
9 一隊司祭就如埋伏的強盜,在往舍根的路上行兇;的確,他們行了可恥的事
જેમ લૂંટારાઓનાં ટોળાં કોઈની રાહ જુએ છે, તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખૂન કરે છે; તેઓએ શરમજનક અપરાધો કર્યા છે.
10 在貝特耳我見了可惡的事:在那裏厄弗辣因行了淫,以色列玷污了自己
૧૦ઇઝરાયલ લોકોમાં મેં ભયાનક બાબત જોઈ છે; ત્યાં એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.
11 當我轉變我百姓的命運時,猶大啊! 為你也注定了一個收割期。
૧૧હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ, ત્યારે તારા માટે કાપણી ઠરાવેલી છે.

< 何西阿書 6 >