< 以西結書 30 >

1 上主的話傳給我說:「
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2 人子,你要講預言說:吾主上主這樣說:你們應悲哀;禍哉,那一日!
હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી ઉચ્ચાર અને કહે કે, પ્રભુ યહોવાહ કહે છે: ‘આવનાર દિવસ દુઃખમય છે!’ એવું બૂમો પાડીને કહો,
3 因為那一日近了,上主的日子近了,那是密雲的日子,是異民的終期。
તે દિવસ, એટલે યહોવાહનો દિવસ નજીક છે. તે મેઘોમય દિવસ છે, તે પ્રજાઓ માટે આફતનો દિવસ થશે.
4 刀劍必臨於埃及;傷亡者橫臥在埃及時,恐怖必籠罩著雇士。她的財富必被搶去,她的基礎必被拆毀。
મિસર વિરુદ્ધ તલવાર આવશે, મારી નંખાયેલા લોકો મિસરમાં પડશે, ત્યારે કૂશમાં દુઃખ થશે ત્યારે તેઓ તેની સંપત્તિ લઈ જશે અને તેના પાયા તોડી પાડવામાં આવશે.
5 雇士、普特、路得和一切雜族,利比亞和同他們結盟的本地人,都要喪身刀下。
કૂશ, પૂટ તથા લૂદ અને બધા પરદેશીઓ, તેમ જ તેઓની સાથે કરારથી જોડાયેલા લોકો પણ તલવારથી પડી જશે.”
6 上主這樣說:凡支持埃及的人都要喪亡,她驕傲的勢力必要衰落,由米革多耳到色威乃的人,必喪身刀下──吾主上主的斷語──
યહોવાહ આમ કહે છે: મિસરને ટેકો આપનારાઓ પડી જશે અને તેઓના સાર્મથ્યનું અભિમાન ઊતરી જશે. મિગ્દોલથી તે સૈયેને સુધી તેઓના સૈનિકો તલવારથી પડી જશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
7 她要在荒蕪地帶中,成為最荒蕪的;她的城在荒廢的城中,將成為最荒廢的。
ઉજ્જડ થઈ ગયેલા દેશોની જેમ તેઓ ઉજ્જડ થશે, વેરાન થઈ ગયેલા દેશની જેમ તેઓ વેરાન થઈ જશે.
8 當我在埃及點火時,凡輔佐她的都要毀滅,那時他們便承認我是上主。
હું મિસરમાં અગ્નિ સળગાવીશ અને તેના બધા મદદગારો નાશ પામશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!
9 在那一日,我必派遣使主,乘著船,恐嚇安居的雇士;恐怖必要籠罩他們,如埃及的日子。看,已來到了。
તે દિવસે નિશ્ચિંત રહેનારા કૂશીઓને ભયભીત કરવા માટે સંદેશાવાહક મારી આગળથી વહાણોમાં જશે, મિસરના દિવસે આફત આવી હતી તેમ તેઓ મધ્યે આફત આવી પડશે. તે દિવસ આવી રહ્યો છે.
10 吾主上主這樣說:我要藉巴比倫王拿步高的手,消滅埃及的民眾。
૧૦પ્રભુ યહોવાહ આમ કહે છે: “હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારને હાથે મિસરના સમુદાયનો અંત લાવીશ.
11 他和跟他來的人民,是萬民中最兇殘的;他們被派來,是為破壞此地;他們將拔刀攻打埃及,使此地充滿傷亡的人。
૧૧તે તથા તેની સાથેનું તેનું સૈન્ય, જે પ્રજાઓ માટે ત્રાસરૂપ છે, તેઓને દેશનો નાશ કરવા માટે લાવવામાં આવશે; તેઓ મિસર સામે પોતાની તલવાર ખેંચશે અને મૃત્યુ પામેલા લોકોથી દેશને ભરી દેશે.
12 我要使河流成為乾地,把此地賣給惡人,藉外人的手破壞此地和此地的一切:這是我,上主說的。
૧૨હું નદીઓને સૂકવી નાખીશ અને હું દેશને દુષ્ટ માણસોના હાથમાં વેચી દઈશ. હું દેશને તથા તેની અંદર જે છે તે બધાને પરદેશીઓને હાથે વેરાન કરી દઈશ. હું યહોવાહ તે બોલ્યો છું.”
13 吾主上主這樣說:我必要消滅偶像,使邪神由諾夫絕跡,由埃及再不出現王侯;使恐怖降在埃及地,
૧૩પ્રભુ યહોવાહ કહે છે: “હું મૂર્તિઓનો નાશ કરીશ, હું નોફના પૂતળાંઓનો અંત લાવીશ. ત્યાર પછી મિસર દેશમાં કોઈ રાજકુમારો નહિ રહે, હું મિસર દેશમાં ભય મૂકી દઈશ.
14 使帕特洛斯變為曠野,在左罕點火,對諾施行懲罰。
૧૪હું પાથ્રોસને વેરાન કરીશ અને સોઆનમાં અગ્નિ સળગાવીશ, નોનો ન્યાય કરીને સજા કરીશ.
15 我要向新──埃及的要塞,發洩我的怒氣,剷除諾的民眾。
૧૫હું મિસરના સૌથી મજબૂત કિલ્લા સીન પર મારો કોપ રેડી દઈશ, નોનો સમુદાયનો નાશ કરીશ.
16 我要在埃及點火,新必因恐怖而戰慄,諾必被破壞,諾夫白日遭受敵人攻擊。
૧૬હું મિસરમાં અગ્નિ સળગાવીશ, સીનમાં ભારે આફત આવશે, નોનો ભાંગી પડશે. નોફને દુશ્મનો રાતદિવસ હેરાન કરશે.
17 翁及丕貝色特的壯丁必喪身刀下,二城的人都要被擄去。
૧૭આવેનના તથા પી-બેસેથના જુવાનો તલવારથી માર્યા જશે, તેઓનાં નગરો ગુલામગીરીમાં જશે.
18 當我在塔黑培乃斯打斷埃及的權杖,消滅她驕傲的勢力時,白日將變為黑暗,烏雲籠罩著她,她的女兒也要被擄去。
૧૮જ્યારે હું તાહપન્હેસમાં મિસરે મૂકેલી ઝૂંસરીઓ તોડી ભાંગી નાખીશ, ત્યારે તેના સામર્થ્યનું અભિમાન સમાપ્ત થઈ જશે. ત્યાં વાદળ તેને ઢાંકશે, તેની દીકરીઓ ગુલામીમાં જશે.
19 當我對埃及施行懲罰時,他們必承認我是上主。」
૧૯હું મિસરનો નાશ કરીને તેને સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.”
20 十一年一月初七日,上主的話傳給我說:「
૨૦અગિયારમા વર્ષના પહેલા મહિનાના સાતમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
21 人子,我打斷了埃及王法郎的臂膊,看,沒有人包紮,沒有人敷藥,或用繃帶裹起,使臂膊有力拿劍。
૨૧“હે મનુષ્યપુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. જુઓ, તને ફરીથી તલવાર પકડી જશે એવો મજબૂત કરવા સારુ દવા લગાડીને તેના પર પાટો બાંધી લીધો નથી.”
22 為此,吾主上主這樣說:看,我要打擊埃及王法郎,打斷他那還有力量的臂膊,使刀由他手中跌落。
૨૨તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે, કે “જુઓ, હું મિસરના રાજા ફારુનની વિરુદ્ધ છું. હું તેના બન્ને હાથ એટલે મજબૂત તથા ભાંગેલો હાથ ભાંગી નાખીશ, તેના હાથમાંથી તલવાર પાડી નાખીશ.
23 我要將埃及人分散到外邦,把他們散布在各地。
૨૩હું મિસરીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.
24 我必要加強巴比倫王的臂膊,把我的刀放在他手中;我要打斷法郎的臂膊,使他在那人面前呻吟,像受傷的人呻吟一樣。
૨૪હું બાબિલના રાજાના હાથ બળવાન કરીશ અને તેના હાથમાં મારી તલવાર આપીશ જેથી હું ફારુનના હાથ ભાંગી નાખીશ. પ્રાણઘાતક ઘા વાગેલો માણસ જેમ નિસાસા નાખે તેમ તે બાબિલના રાજાની આગળ નિસાસા નાખશે.
25 我要加強巴比倫王的臂膊,而法郎的臂膊反要衰弱;當我把我的刀交在巴比倫王手中,使他伸向埃及地時,他們便要承認我是上主。
૨૫કેમ કે હું બાબિલના રાજાના હાથ બળવાન બનાવીશ, ફારુનના હાથ નીચા પડશે, હું બાબિલના રાજાના હાથમાં મારી તલવાર આપીશ, તે તેનાથી મિસર દેશ પર હુમલો કરશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
26 我要將埃及人分散到外邦,把他們散佈在各地:如此,他們便要承認我是上主。」
૨૬હું મિસરીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં સર્વત્ર વેરવિખેર કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.”

< 以西結書 30 >