< 歷代志上 7 >
1 [依撒加爾的後代]依撒加爾的兒子:托拉、普瓦、雅叔布和史默龍四人。
૧ઇસ્સાખારના ચાર દીકરાઓ: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન.
2 托拉的子孫:烏齊、勒法雅、耶黎耳、雅赫買、依貝散和舍慕耳,都是托拉家族的族長,英勇的戰士;再達味時代,依他們的家系,人數有二萬二千六百。
૨તોલાના દીકરાઓ: ઉઝિઝ, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ. તેઓ તેમના પિતૃઓના કુટુંબોના એટલે કે, તોલાના કુટુંબનાં આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસોની હતી.
3 烏齊的兒子依次辣希雅;依次辣希雅的兒子:米加耳、敖巴狄雅、約厄耳和依史雅......五人,┬歐是族長。
૩ઉઝિઝનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ: મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શિયા. આ પાંચ આગેવાનો હતા.
4 按家系和家族歸屬於他們的,尚有三萬六千出征的戰士;因為他們有很多婦女和兒童。
૪તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળી પ્રમાણે, તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ છત્રીસ હજાર માણસો હતા, કેમ કે તેઓની ઘણી પત્નીઓ તથા દીકરાઓ હતા.
5 連他們的兄弟,即全依撒加爾支派中的英勇的戰士,登記的人數,共計八萬八千。[本雅明的後代]
૫ઇસ્સાખારના કુળના પિતૃઓનાં કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓ સિત્યાશી હજાર યોદ્ધાઓ હતા.
૬બિન્યામીનના ત્રણ દીકરાઓ: બેલા, બેખેર તથા યદીએલ.
7 貝拉的兒子:厄茲朋、烏齊、烏齊耳、耶黎摩特和依黎五人,都是家族的族長;英勇的戰士,按家族統計,共計二萬二千三十四人。
૭બેલાના પાંચ દીકરાઓ; એસ્બોન, ઉઝિઝ, ઉઝિયેલ, યરિમોથ તથા ઈરી હતા. તેઓ કુટુંબોના સૈનિકો તથા આગેવાનો હતા. તેઓની ગણતરી પ્રમાણે તેઓના યોદ્ધાઓની સંખ્યા બાવીસ હજાર ચોત્રીસ હતી.
8 貝革爾的兒子:則米辣、約阿士、厄里厄則爾、厄里約乃、敖默黎、耶肋摩特、阿彼雅、阿納托特和阿拉默特:以上是貝革爾的兒子,
૮બેખેરના દીકરાઓ: ઝમિરા, યોઆશ, એલીએઝેર, એલ્યોનાય, ઓમ્રી, યેરેમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. આ બધા તેના દીકરાઓ હતા.
9 是家族的族長;英勇的戰士,按家族統計共計二萬二百人。
૯તેઓનાં કુટુંબો પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ વીસ હજાર બસો શૂરવીર પુરુષો તથા કુટુંબોના આગેવાનો હતા.
10 耶狄厄耳的兒子彼耳漢;彼耳漢的兒子:耶烏士、本雅明、厄胡得、革納阿納、則堂塔爾史士和希沙哈爾:
૧૦યદીએલનો દીકરો બિલ્હાન હતો. બિલ્હાનના દીકરાઓ: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર.
11 以上是耶狄厄耳的子孫,家族的族長;英勇的戰士能上陣作戰的,有一萬七千二百人。
૧૧આ બધા યદીએલના દીકરાઓ હતા. તેઓના કુટુંબનાં સત્તર હજાર બસો આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.
12 依爾的兒子叔平和胡平;阿赫爾的兒子胡生。納斐塔里支派
૧૨ઈરના વંશજો: શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો દીકરો હુશીમ.
13 納斐塔里的兒子:雅赫則耳、古尼、耶則爾、沙隆:是彼耳哈的子孫。[默納協支派]
૧૩નફતાલીના દીકરાઓ; યાહસીએલ, ગૂની, યેસેર તથા શાલ્લુમ. તેઓ બિલ્હાના દીકરાઓ હતા.
14 默納協的兒子:馬基爾,是他的一個阿蘭妾給他生的;瑪基爾是基肋阿得的父親。
૧૪મનાશ્શાના પુત્રો; અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્રીએલ અને માખીર. તેને જ માખીરનો દીકરો ગિલ્યાદ.
15 瑪基爾娶了妻,妻名叫瑪阿加,她的姊妹名叫責羅斐哈得,她只有女兒。
૧૫માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી.
16 瑪基爾的妻子瑪阿加生了一個兒子,給他起名叫培勒士;他的兄弟名叫舍勒士。舍勒士的兒子:烏藍和勒耿。
૧૬માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ.
17 烏藍的兒子貝丹:以上是默納協的子孫,瑪基爾的兒子基肋阿得的子孫。
૧૭ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના વંશજો હતા.
18 他的姊妹摩肋革特生依市曷得、阿彼厄則爾和瑪赫拉。
૧૮ગિલ્યાદની બહેન હામ્મોલેખેથે ઈશ્હોદ, અબીએઝેર તથા માહલાને જન્મ આપ્યો.
19 舍米達的兒子:阿希楊、舍根、里刻希和阿尼罕。[厄弗辣因支派]
૧૯શમિદાના દીકરાઓ; આહ્યાન, શેખેમ, લિકહી તથા અનીઆમ.
20 厄弗辣因的兒子:叔特拉;叔特拉的兒子貝勒得,貝勒得的兒子塔哈特,塔哈特的兒子厄拉達,厄拉達的兒子塔哈特,
૨૦એફ્રાઇમના વંશજો નીચે પ્રમાણે છે; એફ્રાઇમનો દીકરો શુથેલા હતો. શુથેલાનો દીકરો બેરેદ હતો. બેરેદનો દીકરો તાહાથ હતો. તાહાથનો દીકરો એલાદા હતો. એલાદાનો દીકરો તાહાથ હતો.
21 塔哈特的兒子匝巴得。厄弗辣因的兒子叔特拉和厄則爾以及厄拉得,為加特的土人所殺,因為他們下去劫掠土人的牲畜。
૨૧તાહાથનો દીકરો ઝાબાદ હતો. ઝાબાદના દીકરા શુથેલા, એઝેર તથા એલાદ. તેઓને દેશના મૂળ રહેવાસીઓ ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓનાં જાનવરને લૂંટી જવા માટે તેઓ આવ્યા હતા.
22 他們的父親厄弗辣因哀悼他們多日,他的兄弟們也來慰弔。
૨૨તેઓના પિતા એફ્રાઇમે ઘણાં દિવસો સુધી શોક કર્યો, તેના ભાઈઓ તેને દિલાસો આપવા આવ્યા.
23 以後,他又走近了自己的妻子,她懷孕生了一個兒子,給他起名叫貝黎雅說:「我家遭過患難。」
૨૩એફ્રાઇમની પત્ની ગર્ભવતી થઈ તેણે પુત્રને જન્મ આપ્યો. એફ્રાઇમે તેનું નામ બરિયા ભાગ્યહીન રાખ્યું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.
24 他的女兒舍厄辣建立了上下貝特曷龍和烏曾舍厄辣。
૨૪તેને શેરા નામની એક દીકરી હતી. તેણે નીચેનું બેથ-હોરોન તથા ઉપરનું ઉઝ્ઝેન-શેરાહ એમ બે નગરો બાંધ્યા.
25 貝黎雅的兒子勒法黑,勒法黑的兒子勒舍夫,勒舍夫的兒子特拉黑,特拉黑的兒子塔罕,
૨૫એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો. રેશેફનો દીકરો તેલાહ હતો. તેલાહનો દીકરો તાહાન હતો.
26 塔罕的兒子拉丹,拉丹的兒子阿米胡得,阿米胡得的兒子厄里沙瑪,
૨૬તાહાનનો દીકરો લાદાન હતો. લાદાનનો દીકરો આમિહુદ હતો. આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો.
૨૭અલિશામાનો દીકરો નૂન હતો. નૂનનો દીકરો યહોશુઆ હતો.
28 他們佔據和居留的地方:貝特耳和所屬村鎮,往東有納阿郎,往西有革則爾和所屬村鎮,舍根和所屬村鎮,直到阿雅和所屬村鎮。
૨૮તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝાહ તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા.
29 在默納協子孫手中的,有貝特商和所屬村鎮,塔納客和所屬村鎮,默基多和所屬村鎮,多爾和所屬村鎮:以色列的兒子若瑟的子孫住在以上各地。[阿協爾支派]
૨૯મનાશ્શાની સીમા પાસે બેથ-શેઆન તથા તેનાં ગામો, તાનાખ તથા તેનાં ગામો, મગિદ્દો તથા તેનાં ગામો, દોર તથા તેનાં ગામો હતા. આ બધાં નગરોમાં ઇઝરાયલના દીકરા યૂસફના વંશજો રહેતા હતા.
30 阿協爾的兒子:依默納、依市瓦、依市偉和貝黎雅,和他們的姊妹色辣黑。
૩૦આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા. સેરાહ તેઓની બહેન હતી.
31 貝黎雅的兒子:赫貝爾和瑪耳基耳,後者是彼爾匝依特的父親。
૩૧બરિયાના દીકરાઓ; હેબેર તથા માલ્કીએલ. માલ્કીએલનો દીકરો બિર્ઝાઈથ.
32 赫貝爾生雅費肋特、芍默爾、曷堂和他們的姊妹叔亞。
૩૨હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી.
33 雅費肋特的兒子:帕撒客、彼默哈耳和阿市瓦特:以上是雅費肋特的兒子。
૩૩યાફલેટના દીકરાઓ; પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ. આ યાફલેટના બાળકો હતા.
૩૪યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.
35 他兄弟曷堂的兒子:祚法黑、依默納、舍肋士和阿瑪耳。
૩૫શોમેરના ભાઈ હેલેમના આ દીકરાઓ હતા; સોફાહ, ઇમ્ના, શેલેશ તથા આમાલ.
36 祚法黑的兒子:穌亞、哈爾乃費爾、叔阿耳、黎依默辣、
૩૬સોફાહના દીકરાઓ; શુઆ, હાર્નેફેર, શુઆલ, બેરી, યિમ્રા,
37 貝責爾、曷得、沙瑪、史耳沙、耶特爾和貝厄辣。
૩૭બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન તથા બેરા.
૩૮યેથેરના દીકરાઓ; યફૂન્ને, પિસ્પા, તથા અરા.
૩૯ઉલ્લાના વંશજો; આરાહ, હાન્નીએલ તથા રિસ્યા.
40 以上全是阿協爾的子孫,家族出名的族長,英勇的戰士,傑出的將領;能上陣打仗的登記人數,共計二萬六千。
૪૦એ બધા આશેરના વંશજો હતા. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના આગેવાનો, પરાક્રમી, શૂરવીર, પ્રસિદ્ધ પુરુષો તથા મુખ્ય માણસો હતા. વંશાવળી પ્રમાણે યુદ્ધના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.