< 马可福音 14 >

1 逾越节和除酵节前两天,祭司长和宗教老师想方设法用诡计逮捕耶稣,然后将其杀害。
હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું; અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા.
2 但他们暗想:“不可在节日期间下手,免得引发民众暴动。”
તેઓએ કહ્યું કે, ‘પર્વમાં નહિ કેમ કે રખેને ત્યાં લોકોમાં હુલ્લડ થાય.’”
3 耶稣这段时间在伯大尼。一天他在麻风病人西门家里吃饭时,一个女人前来,拿着一瓶非常昂贵的甘松纯香膏。她打破瓶身,把香膏倒在耶稣的头上。
જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું.
4 那里的人中,有人很生气地说:“为什么这样浪费香膏呢?
પણ કેટલાક પોતાના મનમાં રોષે ભરાઈને કહેવા લાગ્યા કે, ‘અત્તરનો બગાડ શા માટે કર્યો?
5 这香膏的钱值一年的薪水,应该用来接济穷人。”他们对她感到很愤怒。
કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત. અને એ પૈસા ગરીબોને અપાત.’” તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી.
6 但耶稣说:“让她这么做!她对我做了一件美好的事情,为何要批判她?”
પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે.
7 你们常与穷苦人在一起,可以随时帮助他们。但你们不常和我在一起。
કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જયારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી.
8 她已尽其所能在我被安葬之前,提前用香膏涂上我的身体。
જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે; દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે.
9 告诉你们实话,无论福音传到世界何处,人们世界都会记得她的所作所为。
વળી હું તમને નિશ્ચે કહું છું કે, આખી દુનિયામાં, જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે સેવા કરી છે તે તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.’”
10 这时,十二门徒中的的加略人犹大跑去见祭司长,要把耶稣出卖给他们。
૧૦બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ સારુ કે તે ઈસુને ધરપકડ કરીને તેઓના હાથમાં સોંપશે.
11 他们听此甚是欢喜,就答应给他好处,于是犹大就开始寻找出卖耶稣的机会。
૧૧તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુની ધરપકડ કરવાની તક શોધતો રહ્યો.
12 除酵节的第一天,也是宰杀逾越节羊羔的那一天,门徒问耶稣:“你想要我们到哪里为你预备逾越节晚餐呢?”
૧૨બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે, જયારે લોકો પાસ્ખાનું બલિદાન કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે, ‘તમે પાસ્ખા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?’”
13 耶稣派出两名门徒,对他们说:“你们去城里,看到一个拿着水瓶之人向你们迎面走来,就跟着他。
૧૩ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે, ‘શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જજો.
14 无论他进入谁家,就询问那家的主人,我和门徒应该在哪里庆祝逾越节。
૧૪અને જે ઘરમાં તે જાય તેના માલિકને પૂછજો કે, “ઉપદેશક કહે છે કે, મારી ઊતરવાની ઓરડી ક્યાં છે કે, જેમાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?”
15 他必带你们去楼上一个大房间处,那里已经布置整齐,预备妥当,你们在那里为我们做准备就好了。”
૧૫તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’”
16 门徒离开了,他们进了城,果真遇到了耶稣所说之事,于是预备好了逾越节的晚餐。
૧૬શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યુ.
17 到了晚上,耶稣和十二门徒过来了。
૧૭સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા.
18 在用餐的过程中,耶稣说:“告诉你们实话,你们中间有一个人要出卖我。”
૧૮અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને ધરપકડ કરશે.’”
19 门徒们都很震惊,纷纷询问:“是我吗,是吗?”
૧૯તેઓ દુ: ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, ‘શું તે હું છું?’”
20 耶稣对他们说:“他是十二门徒里的一人,就是与我分享食物之人中的一个。”
૨૦તેમણે તેઓને કહ્યું કે, ‘બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે જ તે છે.
21 正如经文所预言:“人子将逝,但出卖人子之人必有灾祸!而且那人如果没有降生才好。”
૨૧કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે, તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.’”
22 他们用餐时,耶稣拿起饼,祝福后把饼分给众人,说:“拿去吃吧,这是我的身体。”
૨૨તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માગીને ભાંગી અને તેઓને આપી; અને કહ્યું કે, ‘લો, આ મારું શરીર છે.’”
23 他又拿起杯子,祝福后把它递给门徒,他们都喝了。
૨૩પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો; અને બધાએ તેમાંથી પીધું.
24 耶稣说:“这是我的血,为众人而流,用于立约。
૨૪ઈસુએ તેઓને કહ્યું કે, નવા કરારનું આ મારું રક્ત છે, જે ઘણાંને માટે વહેડાવવામાં આવ્યું છે.
25 告诉你们实话,从今后我不再喝葡萄酒,直到我在上帝之国品尝新酒。”
૨૫હું તમને નિશ્ચે કહું છું કે, જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી.’”
26 他们吟唱完圣歌后开始向橄榄山而去。
૨૬તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.
27 耶稣告诉他们:“你们所有人都会放弃我,因为经文上记着:‘我要攻击牧人,羊群就彻底散了。’
૨૭ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે સઘળા મારાથી દૂર થઈ જશો, કેમ કે એવું લખેલું છે કે, હું પાળકને મારીશ અને ઘેટાં વિખેરાઈ જશે.
28 但在我复活后,要比你们先到加利利。”
૨૮પરંતુ મારા પાછા ઊઠ્યાં પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.’”
29 彼得对他说:“就算所有的人都弃你而去,我也不会。”
૨૯પણ પિતરે ઈસુને કહ્યું કે, ‘જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.’”
30 耶稣对他说:“我告诉你实话,就在今天晚上,鸡叫两遍以前,你会有三次不肯认我的情况。”
૩૦ઈસુ તેને કહે છે, કે ‘હું તને નિશ્ચે કહું છું કે, આજે રાત્રે જ મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.’”
31 彼得坚决地说:“就算必须与你同死,我也决不会不认你!”众人也这样说。
૩૧પણ તેણે વધારે હિંમતથી કહ્યું કે, ‘મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ કરું’. બીજા બધાએ પણ એમ જ કહ્યું.
32 他们来到一个名叫客西马尼的地方;耶稣对门徒说:“你们坐在这里,我去祷告了。”
૩૨તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.’”
33 他带上彼得、雅各和约翰,这时开始感到心烦意乱,非常难过。
૩૩ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.
34 耶稣对他们说:“这痛苦如此煎熬,我感到快死了一样。请留在这里,保持警醒。”
૩૪ઈસુ તેઓને કહે છે, ‘મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.’”
35 耶稣稍往前了几步,伏在地上祷告,请求如果可能,那必然发生的事情就不要发生。
૩૫તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે, શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય.’”
36 他说:“上帝啊,吾父,你无所不能,那么求你让这次的痛苦远离我。但这不应是我所求的,而是你所要的。”
૩૬તેમણે કહ્યું કે, ‘અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”
37 耶稣回来后发现门徒睡着了,就对彼得说:“西门,你睡着了吗?难道你连一个小时也不能清醒吗?
૩૭ઈસુ પાછા આવે છે, અને તેઓને ઊંઘતા જુએ છે અને પિતરને કહે છે, ‘સિમોન શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી?
38 保持清醒进行祷告,以免被诱惑征服。你们精神虽然有意愿,但肉体却很软弱。”
૩૮જાગતા રહો અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.’”
39 耶稣再次离开去祷告,祷告的内容相同。
૩૯ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી.
40 他再回来的时候,看见门徒都睡着了,因为他们实在太疲倦了,也不知道该说些什么。
૪૦ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા; તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી; અને તેમને શો જવાબ દેવો, એ તેઓને સમજાતું ન હતું.
41 耶稣第三次回来,对他们说:“你们还在睡觉吗?还在休息吗?那么现在就休息够了,因为时间到了!看,人子即将遭受背叛,将其交给一群罪人。
૪૧ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે, ‘શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું. તે ઘડી આવી ચૂકી છે, જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે.
42 起来吧,我们走!出卖我的人来了。”
૪૨ઊઠો, આપણે જઈએ; જુઓ, જે મને પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે.’”
43 耶稣正说话之际,十二门徒中的犹大和一群手拿刀棒之人前来,这些人都是祭司长、宗教老师和长老所派。
૪૩તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણાં લોકો તલવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા.
44 这个叛徒和他们约好一个暗号:“我亲吻谁,谁就是耶稣。抓住他,让士兵把他押走。”
૪૪હવે ઈસુને ધરપકડ કરનારાઓએ તેઓને એવી નિશાની આપી હતી કે, ‘જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈથી લઈ જજો.’”
45 犹大来了,对耶稣说:“拉比!”然后亲吻耶稣。
૪૫ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, ‘ગુરુજી.’” અને તે તેમને ચૂમ્યો.
46 其他人动手抓住耶稣,把他逮捕。
૪૬ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા.
47 但站在耶稣身边的一个人拔出自己的刀,砍了大祭司的仆人一刀,削掉他的一只耳朵。
૪૭પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો.
48 耶稣对他们说:“你们带着刀棒而来,是把我当作危险的罪犯捉拿吗?
૪૮ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેમ ચોરને પકડે તેમ તમે તલવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું?
49 我每天在圣殿中教导众人,跟你们在一起,你们却没有捉拿我。这一切就是为了应验经文所述。”
૪૯હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે આમ થાય છે.
50 这时候,所有门徒都逃跑了,弃他而去。
૫૦બધા ઈસુને મૂકીને નાસી ગયા.
51 (有一个年轻的追随者,披着一块麻布。
૫૧એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો; અને તેઓએ તેને પકડ્યો;
52 众人捉住他时,他丢掉麻布,赤身逃跑了。)
૫૨પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો.
53 他们把耶稣押到大祭司那里,所有的祭司长、长老和宗教老师都聚集在一起。
૫૩તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા.
54 彼得远远跟着耶稣,走进大祭司的官邸,和差役们一起火炉旁取暖。
૫૪પિતર ઘણે દૂરથી તેમની પાછળ ચાલ્યો અને છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો; અને ચોકીદારોની સાથે બેસીને અંગારાની તાપણીમાં તે તાપતો હતો.
55 屋子内,祭司长和公议会的所有人都在试图找证据控告耶稣,要把他处死,但什么都没有找到。
૫૫હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ.
56 虽然有许多人作假证控告他,但他们的证供相互矛盾。
૫૬કેમ કે ઘણાંઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.
57 有几个人站起来,作假证控告他说:
૫૭કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું કે,
58 “我们听他说过:‘我要拆毁这由人手所建之所,三日之内另建一座并非人手所造的神庙。’”
૫૮અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ‘હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ.’”
59 但就是这样的证词,也并不能自圆其说。
૫૯આ વાતમાં પણ તેઓ સહમત ન હતા.
60 大祭司站起来,走到议会面前,问耶稣:“这些人作证控告你的是什么?你没有什么想说的吗?”
૬૦પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે, ‘શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?’”
61 耶稣沉默。大祭司又问他:“你是被祝福的圣子基督吗?”
૬૧પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, ‘શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?’”
62 耶稣说:“我是。你们会看到人子站在万能上帝的右边,驾天上云彩降临。”
૬૨ઈસુએ કહ્યું કે, ‘હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશના વાદળાં પર આવતા જોશો.
63 大祭司于是撕开自己的衣服,说:“我们还要什么证人呢?
૬૩પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્રો ફાડીને કહ્યું કે, ‘હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે?
64 你们都听见这亵渎之语了。你们认为如何?” 他们都认为他有罪,要求将其处决。
૬૪તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે?’ બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યાં.
65 于是有人开始向他吐唾沫,蒙住他的脸,用拳头打他,对他说:“现在你怎么不预言了,你这个‘预言家’!”士兵把他带到一旁,开始殴打他。
૬૫કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા કે, ‘તું પ્રબોધક છે તો કહી બતાવ કે કોણે તને માર્યો? અને ચોકીદારોએ તેમને તમાચા મારીને તેમને સકંજામાં લીધા.
66 这时候,彼得坐在外面的院子里,大祭司的一个婢女走过来,
૬૬હવે પિતર નીચે આંગણમાં હતો ત્યારે પ્રમુખ યાજકની એક સેવિકા આવી.
67 看见彼得在烤火,那婢女径直看着他说:“你也是那拿撒勒人耶稣一伙的!”
૬૭અને પિતરને તાપતો જોઈને તે કહે છે કે, ‘તું પણ નાસરેથના ઈસુની સાથે હતો.’”
68 彼得却否认说:“我不知道你在说什么,不知道你什么意思!”他于是走到前院,这时鸡叫了。
૬૮પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘તું શું કહે છે, તે હું જાણતો નથી તેમ જ સમજતો પણ નથી.’” તે બહાર પરસાળમાં ગયો અને મરઘો બોલ્યો.
69 那婢女看见他在那里,就又对旁边的人说:“这个人也是他们一伙的!”
૬૯તે સેવિકા તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે, ‘એ તેઓમાંનો છે.’”
70 彼得再次否认。过了一会,其他人对彼得说:“你真是他们一伙的,因为你也是加利利人。”
૭૦પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડીવાર પછી ત્યાં ઊભેલાઓએ પિતરને કહ્યું કે, ‘ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.’”
71 彼得就诅咒发誓说:“我不认得你们说的这个人!”
૭૧પણ પિતર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, ‘જે માણસ વિષે તમે કહો છો, તેને હું ઓળખતો નથી.’”
72 此刻听到公鸡第二次打鸣。彼得想起耶稣对他说过的话:“鸡叫两遍以前,你会有三次不肯认我的情况。”想到这里,他痛哭起来。
૭૨તરત મરઘો બીજી વાર બોલ્યો; અને ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવ્યું; અને તે પર મન પર લાવીને તે ખૂબ રડ્યો.

< 马可福音 14 >