< Песен на песните 2 >
1 Аз съм роза Саронова И долински крем.
૧હું શારોનનું ગુલાબ છું, અને ખીણોની ગુલછડી છું.
2 Както е кремът между тръните; Така е любезната ми между дъщерите.
૨કાંટાઓ મધ્યે જેમ ગુલછડી હોય છે, તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે.
3 Както ябълката между дърветата на сада, Така е възлюбеният ми между синовете; Пожелах сянката му и седнах под нея, И плодът му бе сладък в устата ми.
૩જેમ જંગલના ઝાડમાં સફરજનનું વૃક્ષ હોય, તેમ જુવાનો વચ્ચે મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.
4 Доведе ме в дома на пированието, И знамето му над мене бе любов.
૪તે મને ભોજન કરવાને ઘરે લાવ્યો, અને તેની પ્રીતિરૂપી ધ્વજા મારા પર હતી.
5 Подкрепете ме с млинчета, разхладете ме с ябълки Защото съм ранена от любов.
૫સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો અને સફરજનથી મને તાજી કરો; કેમ કે હું પ્રેમપીડિત છું.
6 Левицата му е под главата ми, И десницата му ме прегръща.
૬તેનો ડાબો હાથ મારા માથા નીચે છે, અને તેનો જમણો હાથ આલિંગન કરે છે.
7 Заклевам ви, ерусалимски дъщери В сърните и в полските елени. Да не възбудите и да не събудите любовта ми преди да пожелае.
૭હે યરુશાલેમની દીકરીઓ, હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ દઈને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.
8 Гласът на възлюбления! ето, иде той, Скача по горите, играе по хълмовете.
૮આ અવાજ તો મારા પ્રીતમનો છે! જુઓ તે, પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો અહીં આવે છે.
9 Възлюбеният ми прилича на сърна или на млад елен; Ето стои, зад стената ни, Гледа в прозорците, Надзърта през решетките.
૯મારો પ્રીતમ હરણ અને મૃગના બચ્ચા જેવો છે. જુઓ, તે આપણી દીવાલ પાછળ ઊભો છે, તે બારીમાંથી જોયા કરે છે, તે જાળીમાંથી દેખાય છે.
10 Проговаря възлюбленият ми и казва ми: Стани, любезна моя, прекрасна моя, и дойди;
૧૦મારા પ્રીતમે મને કહ્યું, “મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ અને મારી સાથે બહાર આવ.
11 Защото, ето, зимата измина, И дъждът престана и отиде си;
૧૧જો, શિયાળો સમાપ્ત થયો છે; વરસાદ પણ પૂરો થયો છે.
12 Цветята се явяват по земята, Времето на птичето пеене пристигна, И гласът на гургулицата се чува в нашата земя;
૧૨ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; કાપણીનો તથા પક્ષીઓના કલરવનો સમય આવ્યો છે, આપણા દેશમાં કબૂતરોનો સ્વર સંભળાય છે.
13 По смоковницата зреят първите й смокини, И лозята цъфтят и издават благоухание. Стани, любезна моя; прекрасна моя, та дойди.
૧૩અંજીરના ઝાડ પર લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલામાં ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની ખુશ્બો ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને બહાર નીકળી આવ.
14 О гълъбице моя, в пукнатините на скалата. В скришните места на стръмнините, Нека видя лицето ти, нека чуя гласа ти; Защото гласът ти е сладък, и лицето ти прекрасно.
૧૪હે ખડકની ફાટોમાં, પર્વતની ગુપ્ત ફાટોમાં રહેનારી મારી હોલી, મને તારો ચહેરો જોવા દે, તારો અવાજ સાંભળવા દે. કેમ કે તારો અવાજ મીઠો છે અને તારો ચહેરો ખૂબસૂરત છે.”
15 Хванете ни лисиците, Малките лисици, които погубват лозята; Защото лозята ни цъфтят.
૧૫શિયાળવાં, નાનાં શિયાળવાંને મારા માટે પકડો, તે દ્રાક્ષવાડીઓને બગાડે છે, અમારી દ્રાક્ષવાડી ફૂલોથી ખીલી રહી છે.
16 Възлюбленият ми е мой, и аз негова; Пасе стадото си между кремовете.
૧૬મારો પ્રીતમ મારો છે, હું તેની છું; તે પોતાનાં ટોળાં ગુલછડીઓમાં ચરાવે છે.
17 Догде повее дневния хладен ветрец и побягнат сенките, Върни се, вълюблени ми, и бъди като сърне Или млад елен по назъбените планини.
૧૭હે મારા પ્રીતમ ચાલ્યો જા, પરોઢિયાનો શીતળ પવન વહે તે પહેલાં અને તારો પડછાયો પડે તે પહેલાં, ચાલ્યો જા; પર્વતો પરનાં ચપળ હરણાં અને મૃગનાં બચ્ચા જેવો થા.