< Псалми 81 >

1 За първия певец, на гетския инструмент. Асафов псалом. Пейте радостно на Бога наша сила; Възкликнете към Якововия Бог.
મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું (ગીત). ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.
2 Запейте псалом и звънете тъпанче. Благозвучна арфа и псалтир.
ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.
3 Засвирете с тръба на новолуние, На пълнолуние, в деня на нашия празник.
ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.
4 Защото това е закон за Израиля, Наредба от Якововия Бог.
કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે, તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે.
5 Той го заповяда за заявление всред Иосифа. Когато излезе против Египетската земя, Гдето чух език, който не познавах.
જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી,
6 Отстраних рамото му изпод товар; Ръцете му се отърваха от кош.
“મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા.
7 В скръбно време и ме призова, и Аз те избавих; Отговорих ти в скришно място на гръма Изпитах те при водите на Мерива. (Села)
સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો. મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. (સેલાહ)
8 Слушайте, люде Мои, и ще заявя пред вас, Израилю, ако би Ме послушал:
હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે, હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું!
9 Да няма всред тебе чужди богове, И да се не поклониш на чужд бог,
તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ; તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ.
10 Аз съм Господ твоят Бог. Който те възведох из Египетската земя; Отвори широко устата си, и ще ги изпълня.
૧૦તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવાહ હું છું. તારું મુખ ઉઘાડ અને હું તેને ભરી દઈશ.
11 Но людете Ми не послушаха гласа Ми; Израил не Ме искаше.
૧૧પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારો આદર કર્યો નહિ.
12 Затова ги оставих да вървят по упорството на сърцето си, За да ходят по своите си намерения.
૧૨તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.
13 Дано Ме бяха слушали людете Ми, Да беше ходил Израил по Моите пътища!
૧૩મારા લોકો મારું સાંભળે અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું!
14 Скоро бих покорил неприятелите им, И срещу противниците им бих обърнал ръката Си,
૧૪તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું.
15 Даже ненавистниците на Господа щяха да се преструват за покорни Нему; А благоденственото време на тия щеше да трае за винаги;
૧૫જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે.
16 И Той щеше да ги храни с най-изрядната пшеница; И с мед от скала щях да те наситя.
૧૬હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.”

< Псалми 81 >