< Псалми 116 >
1 Любя Господа, защото послуша Гласа ми и молбите ми;
૧હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતી સાંભળી છે.
2 Понеже приклони ухото Си към мене, Затова ще Го призовавам догдето съм жив.
૨તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.
3 Връзките на смъртта ме обвиха, И мъките на преизподнята ме намериха; Скръб и беда срещнах. (Sheol )
૩મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં. (Sheol )
4 Тогава призовах името Господно, и Го помолих; О Господи, избави душата ми.
૪ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.”
5 Благ е Господ и праведен, Да! милостив е нашият Бог.
૫યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.
6 Господ пази простодушните; В беда бях, и Той ме избави.
૬યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.
7 Върни се, душе моя, в успокоението си, Защото Господ постъпи щедро към тебе.
૭હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
8 Понеже си избавил душата ми от смърт, Очите ми от сълзи, и нозете ми от подхлъзване,
૮કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.
9 Затова ще ходя пред Господа в земята на живите.
૯હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.
10 Аз повярвах, затова говорих; Много бях наскърбен.
૧૦મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”
11 В тревогата си рекох: Всеки човек е измамлив.
૧૧મારા ગભરાટમાં મેં કહ્યું, “સર્વ માણસો જૂઠા છે.”
12 Що да въздам Господу За всичките Му благодеяния към мене?
૧૨હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?
13 Ще взема чашата на спасението, И ще призова името Господно;
૧૩હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ.
14 Ще изпълня обреците си Господу, Да, пред всичките Му люде.
૧૪યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.
15 Скъпоценна е пред Господа Смъртта на светиите Му.
૧૫યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.
16 Ах! Господи, наистина аз съм Твой слуга; Твой слуга съм, син на Твоята слугиня; Ти си развързал връзките ми.
૧૬હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે.
17 На Тебе ще принеса жертва на хваление, И името Господно ще призова.
૧૭હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ.
18 Ще изпълня облаците си Господу, Да! пред всичките Негови люде,
૧૮યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ.
19 В дворовете на дома Господен, Всред тебе, Ерусалиме. Алилуя.
૧૯હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ.