< Исус Навиев 19 >
1 Второто жребие излезе за Симеона, за племето на Симеоновците според семействата им; и наследството им беше всред наследството на юдейците.
૧બીજી ચિઠ્ઠી શિમયોનના નામની નીકળી, એટલે શિમયોનના કુળને તેઓના કુટુંબ પ્રમાણે જમીન સોંપવામાં આવી. તેઓનો વારસો યહૂદાના કુળના વારસા મધ્યે હતો.
2 За своето наследство те имаха; Вирсавее (или Савее), Молада,
૨તેઓને તેમનો વારસો મળ્યો, એટલે, બેરશેબા અથવા શેબા, મોલાદા,
૪એલ્તોલાદ, બથૂલ અને હોર્મા.
5 Сиклаг, Вет-маркавот, Асарсуса,
૫શિમયોન જે સિકલાગ પાસે હતું, બેથ-માર્કાબોથ, હસાર-સૂસા,
6 Ветловаот и Саруен; тринадесет града със селата им;
૬બેથ-લબાઓથ, શારુહેન. તેઓના ગામો સહિત આ કુલ તેર નગરો હતાં.
7 Аин, Римон, Етер и Асан; четири града със селата им;
૭સિમયોન પાસે આઈન, રિમ્મોન, એથેર, તથા આશાન હતાં. તેઓના ગામો સહિત આ કુલ ચાર નગરો હતાં.
8 и всичките села, които бяха около тия градове, до Ваалат-вир (който е южният Рамат). Това е наследството за племето на симеонците според семействата им.
૮આ નગરોની ચારેતરફનાં જે સર્વ ગામો સહિત, બાલાથ-બેર એટલે, વારસો, તેઓનાં કુટુંબોને આપવામાં આવ્યો હતો.
9 От дяла на юдейците се даде наследството на симеонците, защото делът на юдейците беше голям за тях; за това, симеонците наследиха дял всред тяхното наследство.
૯શિમયોનના કુળનો આ વારસો યહૂદાના કુળના વિસ્તારમાંથી તેઓને મળ્યો હતો. કેમ કે યહૂદાના કુળને જરૂર કરતાં વધારે જમીનનો ભાગ સોંપાયો હતો. માટે તેઓના વારસા મધ્યે શિમયોનના કુળને ભાગ મળ્યો હતો.
10 Третото жребие излезе за завулонците, според семействата им; и пределът на наследството им беше до Сарид;
૧૦ત્રીજી ચિઠ્ઠી ઝબુલોનના કુળના નામની નીકળી. અને તેઓના કુટુંબ પ્રમાણે તેઓને જમીન આપવામાં આવી. તેઓના વારસાની સરહદ સારીદથી શરુ થતી હતી.
11 и границата им отиваше западно до Марала, и досягаше Давасес и досягаше потока, който е срещу Иокнеам;
૧૧તેઓની સરહદ પશ્ચિમ દિશા તરફ મારાલા અને દાબ્બેશેથ સુધી પહોંચી; તે યોકનામ સામેના નાળાં સુધી વિસ્તરેલી હતી.
12 и от Сарид завиваше към изгрева на слънцето до междата на Кислот-тавор, и излизаше на Даврат, и възлизаше на Яфия,
૧૨સારીદથી પૂર્વ દિશાએ વળીને પૂર્વ તરફ કિસ્લોથ તાબોરની સરહદ સુધી ગઈ. ત્યાંથી નીકળીને તે દાબરાથ અને પછી યાફીઆ સુધી ગઈ.
13 и от там минаваше към изток в Гетефер, в Ита-касин, и излизаше в Римон-метоар към Нуя;
૧૩ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ પસાર થઈને એથ-કાસીન સુધી ગઈ; પછી ત્યાંથી વળીને રિમ્મોન થઈને નેઆ સુધી લંબાઈ હતી.
14 и от север границата завиваше в Анатот, и свършваше в долината Ефтаил,
૧૪તે સરહદ ચકરાવો ખાઈને ઉત્તરે હાન્નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલની ખીણ આગળ આવ્યો.
15 като включваше Катат, Наадал, Симрон, Идала и Витлеем, дванадесет града със селата им.
૧૫કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદલા, તથા બેથલેહેમ નગરોનો આ પ્રદેશમાં સમાવેશ થાય છે. તેઓનાં ગામો સહિત આ કુલ બાર નગરો હતાં.
16 Това е наследството на завулонците по семействата им, -тия градове със селата им.
૧૬આ ઝબુલોનના કુળનો વારસો, જે તેના કુટુંબોને તેમનાં નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો તે છે.
17 Четвъртото жребие излезе за Исахара, за исахарците по семействата им.
૧૭ચોથી ચિઠ્ઠી ઇસ્સાખારના નામની નીકળી તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.
18 Пределът им беше Езраил, Кесулот, Сунам,
૧૮તેઓના પ્રદેશમાં યિઝ્રએલ, કસુલ્લોથ તથા શૂનેમ.
19 Афераим, Сеон, Анахарат,
૧૯હફારાઈમ, શીઓન તથા અનાહરાથ.
૨૦રાબ્બીથ, કિશ્યોન, એબેસ,
21 Ремет, Енганим, Енада и Вет-фасис;
૨૧રેમેથ, એન-ગાન્નીમ, એન-હાદ્દા તથા બેથ-પાસ્સેસ.
22 и границата досягаше Тавор, Сахасима и Ветсемес; и границата им свършваше при Иордан; шестнадесет града със селата им.
૨૨તેઓની સીમા તાબોર, શાહસુમા, બેથ-શેમેશ થઈને યર્દન સુધી પહોંચી. તેઓનાં ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
23 Това е наследството за племето на исахарците по семействата им, - градовете със селата им.
૨૩ઇસ્સાખારના કુળનો આ વારસો તેઓના કુટુંબને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.
24 Петото жребие излезе за племето на асирците семействата им.
૨૪પાંચમી ચિઠ્ઠી આશેરના કુળની હતી. તે પ્રમાણે તેઓના કુટુંબને જમીન આપવામાં આવી.
25 Пределът им беше Хелкат, Али, Ветен, Ахсаф,
૨૫તેઓના પ્રદેશમાં હેલ્કાથ, હલી, બેટેન તથા આખ્શાફ
26 Аламелех, Амад и Мисал, и достигаше, до Кармил на запад и до Сихор-ливнат;
૨૬અલ્લામેલેખ, આમાદ તથા મિશાલ. તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી વિસ્તરેલી હતી.
27 и границата им завиваше към изгрева на слънцето при Вет-дагон, и досягаше Завулон и долината Ефтаил на север от Ветемек и Наил, и излизаше при Хаул на ляво,
૨૭પછી તે પૂર્વ દિશાએથી વળીને બેથ-દાગોન અને ઝબુલોન સુધી ગઈ, યફતાએલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી, પછી તે ત્યાંથી ઉત્તર તરફ કાબૂલ સુધી પહોંચી.
28 и Еврон, Роов, Амон и Кана, до големия Сидон;
૨૮પછી તે એબ્રોન, રહોબ, હામ્મોન, કાના એટલે મોટા સિદોન સુધી ગઈ.
29 и границата завиваше към Рама и към укрепения град Тир; и границата завиваше към Оса, и свършваше при морето край страната на Ахзив,
૨૯તે સરહદ પાછી વળીને રામા અને કોટવાળા નગર તૂર સુધી ગઈ. પછી તે સીમા વળીને હોસામાં ગઈ અને તેનો છેડો આખ્ઝીબના પ્રદેશની પાસે, સમુદ્ર સુધી આવ્યો,
30 и Ама, Афен и Роов; двадесет идва града със селата им.
૩૦ઉમ્મા, અફેક તથા રહોબ. તેઓનાં ગામો સહિત આ કુલ બાવીસ નગરો હતાં.
31 Това е наследство за племето на асирците по семействата им - тия градове със селата им.
૩૧આ આશેર કુળનો વારસો હતો, તે તેઓના કુળને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.
32 Шестото жребие излезе за нефталимците, за нефталимците по семействата им.
૩૨છઠ્ઠી ચિઠ્ઠી નફતાલીના કુળની હતી અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.
33 Границата им беше от Елеф, от Алон близо при Саананим, и Адами-некев, и Явнеил, до Лакум и свършваше при Иордан;
૩૩તેઓની સીમા હેલેફ, સાનાન્નીમમાંના એલોન વૃક્ષની બાજુથી, અદામી-નેકેબ, યાબ્નએલ, ત્યાંથી લાક્કૂમ સુધી ગઈ; યર્દન આગળ તેની સીમાનો અંત આવ્યો.
34 и границата завиваше към запад до Азнот-тавор, и от там излизаше при Укок, и досягаше Завулон на юг, а досягаше Асир на запад и Юда при Иордан към изгрева на слънцето.
૩૪તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર અને હુક્કોક સુધી ગઈ; દક્ષિણમાં ઝબુલોન, પશ્ચિમમાં આશેર, પૂર્વમાં યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.
35 А укрепените градове бяха: Сидим, Сер, Амат, Ракат Хинерот,
૩૫તેઓનાં કોટવાળા નગરો આ હતાં; સિદ્દીમ, સેર, હામ્માથ, રાક્કાથ, કિન્નેરેથ,
૩૭કેદેશ, એડ્રેઇ, એન-હાસોર.
38 Ирон, Мигдалил, Орам, Ветанат и Ветсемес; деветнадесет града със селата им,
૩૮ઈરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ-અનાથ તથા બેથ-શેમેશ. તેઓનાં ગામો સહિત આ કુલ ઓગણીસ નગરો હતાં.
39 Това е наследството за племето на нефталимците по семействата им - градовете със селата им.
૩૯આ નફતાલીના કુળનો વારસો હતો, તે તેમના કુટુંબોને નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો.
40 Седмото жребие излезе за племето на данците по семействата им.
૪૦સાતમી ચિઠ્ઠી દાનના કુળના નામની નીકળી. અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી.
41 Пределът, който те наследяваха, беше Саара, Естаол, Ерсемес,
૪૧તેઓના વારસાના વિસ્તારમાં સોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ,
૪૨શાલાબ્બીન, આયાલોન તથા યિથ્લાનો સમાવેશ થતો હતો.
43 Елон, Тамната, Акарон,
૪૩ઉપરાંત એલોન, તિમ્ના, એક્રોન,
44 Елтеко, Гиветон, Ваалат,
૪૪એલ્તકે, ગિબ્બથોન, બાલાથ,
45 Юд, Вани-варак, Гетримон,
૪૫યેહૂદ, બની-બરાક, ગાથ-રિમ્મોન,
46 Меиаркон и Ракон, с околността, която е срещу Иопа,
૪૬મે-યાર્કોન તથા યાફાથી પારના રાક્કોન સહિત સમગ્ર વિસ્તારનો સમાવેશ થતો હતો.
47 А пределът на данците не им стигаше; за това данците отидоха и воюваха против Лесем, и като го превзеха и го поразиха с острото на ножа, взеха го за притежание и заселиха се в него; и Лесем наименуваха Дан, по името на праотца си Дан.
૪૭દાનના કુળે તેઓનો વિસ્તાર વધાર્યો. દાને લેશેમ પર હુમલો કરીને યુદ્ધ કર્યું. ત્યાંના દરેક જણને તલવારથી માર્યા, તેનો કબજો લીધો અને તેમાં વસ્યા. તેઓએ લેશેમનું નામ બદલીને તેઓના પૂર્વજોના નામ પરથી તેનું નામ દાન પાળ્યું.
48 Това е наследството за племето на данците по семействата им, - тия градове със селата им.
૪૮આ દાનના કુળનો વારસો હતો અને તેઓના કુટુંબો પ્રમાણે નગરો અને તેઓનાં ગામો સહિત તેમને આપવામાં આવ્યો હતો.
49 А като свършиха подялбата на земята, според пределите й, израилтяните дадоха на Исуса Навиевия син наследството всред себе си;
૪૯જયારે તેઓ દેશના વારસા પ્રમાણે જમીનની વહેંચણી પૂરી કરી રહ્યા ત્યારે ઇઝરાયલના લોકોએ નૂનના દીકરા, યહોશુઆને તેઓની મધ્યે વારસો આપ્યો.
50 според Господната заповед, дадоха му града, който поиска, сиреч, Тамнат-сарах в хълмистата част на Ефрема; и той съгради града и живееше в него.
૫૦યહોવાહની આજ્ઞાથી તેઓએ યહોશુઆને તેની માંગણી મુજબનું નગર તિમ્નાથ-સેરા આપ્યું. તે એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાં આવેલું હતું. તેનો જીર્ણોદ્ધાર કરીને તે તેમાં રહ્યો.
51 Тия са наследствата, който свещеникът Елеазар и Исус Навиевия син и началниците на бащините домове на племената на израилтяните разделиха с жребие в Сило пред Господа, при входа на шатъра за срещане. Така свършиха подялбата на земята.
૫૧એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆએ અને ઇઝરાયલ લોકોનાં કુળોના પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોએ શીલોહ તરફ મુલાકાતમંડપને પ્રવેશદ્વારે, યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખીને, જે વારસો વહેંચી આપ્યો તે આ છે. આમ તેઓએ જમીનની વહેંચણી કરવાનું કામ પૂરું કર્યું.