< Йоан 18 >

1 Като изговори това, Исус излезе с учениците Си отвъд потока Кедрон, гдето имаше градина, в която влезе Той и учениците Му.
એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા.
2 А и Юда, който Го предаваше, знаеше това място; защото Исус често се събираше там с учениците Си.
હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે જગ્યા વિષે જાણતો હતો; કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વખત ત્યાં જતા હતા.
3 И тъй, Юда като взе една чета войници и служители от главните свещеници и фарисеите, дойде там с фенери, факли и оръжия.
ત્યારે યહૂદા સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો, મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવ્યો.
4 А Исус като знаеше всичко, което щеше да Го сполети, излезе и им рече: Кого търсите?
ત્યારે ઈસુ પોતાનાં પર જે સર્વ આવી પડવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને કહ્યું કે, ‘તમે કોને શોધો છો?’”
5 Отговориха Му: Исуса Назарянина. Исус им каза: Аз съм. С тях стоеше и Юда, който Го предаваше.
તેઓએ તેમને ઉત્તર દીધો કે, ‘ઈસુ નાઝારીને.’ ઈસુ તેઓને કહે છે કે, ‘તે હું છું.’ અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો.
6 И когато им каза: Аз съм, те се дръпнаха назад и паднаха на земята.
એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, ‘તે હું છું,’ ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા.
7 Пак ги попита: Кого търсите? А те рекоха: Исуса Назарянина.
ત્યારે તેમણે ફરી તેઓને પૂછ્યું કે, ‘તમે કોને શોધો છો?’ અને તેઓએ કહ્યું કે, ‘નાસરેથના ઈસુને.’”
8 Исус отговори: Рекох ви, че съм Аз; прочее, ако Мене търсите, оставете тия да си отидат;
ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મેં તમને કહ્યું કે, તે હું છું;’ એ માટે જો તમે મને શોધતાં હો તો, આ માણસોને જવા દો.’”
9 (за да се изпълни думата казана от Него: От тия, които си Ми дал, ни един не изгубих).
એ માટે કે જે વચન તેઓ બોલ્યા હતા તે પૂર્ણ થાય; ‘જેઓને તમે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી.’”
10 А Симон Петър, като имаше нож, измъкна го, удари слугата на първосвещеника, и му отсече дясното ухо; а името на слугата беше Малх.
૧૦ત્યારે સિમોન પિતરે તેની પાસે તલવાર હતી, તે કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલ્ખસ હતું.
11 Тогава Исус рече на Петра: Тури ножа в ножницата. Чашата, която ми даде Отец, да я не пия ли?
૧૧તેથી ઈસુએ પિતરને કહ્યું કે, ‘તારી તલવાર મ્યાનમાં મૂક; જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે ‘તે શું હું ના પીઉં?’”
12 И тъй, четата, хилядникът и юдейските служители хванаха Исуса и Го вързаха.
૧૨ત્યારે સિપાઈઓએ, સેનાપતિ તથા યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમને બાંધ્યા.
13 И заведоха Го първо при Анна; защото той беше тъст на Каиафа, който беше първосвещеник през тая година.
૧૩તેઓ પહેલાં તેમને આન્નાસની પાસે લઈ ગયા; કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો.
14 А Каиафа, беше онзи, който беше съветвал юдеите, че е по-добре един човек да загине за людете.
૧૪હવે કાયાફાએ યહૂદીઓને એવી સલાહ આપી હતી કે, લોકોને માટે એક માણસે મરવું હિતકારક છે.
15 И подир Исуса вървяха Симон Петър и един друг ученик; и този ученик, като беше познат на първосвещеника, влезе с Исуса в двора на първосвещеника.
૧૫સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તેથી ઈસુની સાથે પ્રમુખ યાજકના ઘરના ચોકમાં ગયો.
16 А Петър стоеше вън до вратата; и тъй другият ученик, който беше познат на първосвещеника, излезе та каза на вратарката и въведе Петра.
૧૬પણ પિતર બારણા આગળ બહાર ઊભો રહ્યો. માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારી દાસીને કહીને પિતરને અંદર લઈ ગયો.
17 И слугинята вратарка казва на Петра: И ти ли си от учениците на Този човек? Той казва: Не съм.
૧૭ત્યારે તે દાસીએ પિતરને કહ્યું કે, ‘શું તું પણ તે માણસના શિષ્યોમાંનો એક છે?’ પિતરે કહ્યું કે, ‘હું નથી.’”
18 А слугите и служителите бяха наклали огън, защото беше студено, и стояха та се грееха; а и Петър стоеше с тях и се грееше.
૧૮ત્યાં ચાકરો તથા સિપાઈઓ ઠંડીને કારણે કોલસાની તાપણી કરીને તાપતા હતા; કેમ કે ઠંડી હતી; અને પિતર પણ તેઓની સાથે ઊભો રહીને તાપતો હતો.
19 А първосвещеникът попита Исуса за учениците Му и за учението Му.
૧૯ત્યારે પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો તથા શિક્ષણ વિષે પૂછ્યું.
20 Исус му отговори: Аз говорих явно на света, винаги поучавах в синагогите и в храма, гдето всички юдеи се събират, и нищо не съм говорил скришно.
૨૦ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘દુનિયાની સમક્ષ હું પ્રગટ રીતે બોલતો આવ્યો છું; સભાસ્થાનોમાં તથા ભક્તિસ્થાનમાં જ્યાં સર્વ યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો; અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી.
21 Защо питаш Мене? питай ония, които са ме слушали, какво съм им говорил; ето, те знаят що съм казвал.
૨૧‘તું મને કેમ પૂછે છે?’ તેઓને પૂછ; ‘મેં જે કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછ; જો, મેં જે વાતો કહી તે તેઓ જાણે છે.
22 Когато рече това, един от служителите, който стоеше наблизо, удари плесница на Исуса и рече: Така ли отговаряш на първосвещеника?
૨૨ઈસુએ એમ કહ્યું ત્યારે, સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે, શું તું પ્રમુખ યાજકને એવી રીતે જવાબ આપે છે?’”
23 Исус му отговори: Ако съм продумал нещо зло, покажи злото; но ако добро, защо ме биеш?
૨૩ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો તે વિષે સાબિત કર. પણ જો સાચું હોય, ‘તો તું મને કેમ મારે છે?’”
24 Анна, прочее, Го прати вързан при първосвещеника Каиафа.
૨૪ત્યારે આન્નાસે ઈસુને બાંધીને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા.
25 А Симон Петър стоеше и се грееше; и рекоха му: Не си ли и ти от Неговите ученици? Той отрече казвайки: Не съм.
૨૫હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, ‘શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?’ તેણે નકાર કરતાં કહ્યું કે, ‘હું નથી.’”
26 Един от слугите на първос эяяя?
૨૬જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો જે પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો તેણે કહ્યું, વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી શું?
27 И Петър пак се отрече; и на часа изпя петел.
૨૭ત્યારે પિતરે ફરીથી ઇનકાર કર્યો; અને તરત જ મરઘો બોલ્યો.
28 Тогава поведоха Исуса от Каиафа в преторията; а беше рано. Но сами те не влязоха в преторията, за да се не осквернят, та да могат да ядат пасхата.
૨૮ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ.
29 Затова Пилат излезе при тях и каза: В какво обвинявате Тоя човек?
૨૯તેથી પિલાતે બહાર આવીને તેઓને કહ્યું કે, ‘એ માણસ પર તમે કયું તહોમત મૂકો છો?’”
30 В отговор му рекоха: Ако не беше Той злодеец, не щяхме да Го предадем на тебе.
૩૦તેઓએ તેને ઉત્તર આપ્યો, ‘જો એ માણસ ખોટું કરનાર ન હોત, તો અમે તેને તમને સોંપત નહિ.’”
31 А Пилат им рече: Вземете Го вие и Го съдете според вашия закон. Юдеите му рекоха: Нам не е позволено да умъртвим никого,
૩૧ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,’ યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.’”
32 (за да се изпълни думата, която рече Исус, като означаваше с каква смърт щеше да умре).
૩૨પોતે કયા મોતથી મરનાર હતા તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું.
33 И тъй, Пилат пак влезе в преторията, повика Исуса и му каза: Ти юдейски Цар ли си?
૩૩એથી પિલાતે ફરી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’”
34 Исус отговори: От себе си ли казваш това, или други са ти говорили за Мене?
૩૪ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘આ શું તું પોતાના તરફથી કહે છે કે, કોઈ બીજાઓએ મારા સંબંધી એ તને કહ્યું?’”
35 Пилат отговори: Че аз юдеин ли съм? Твоят народ и главните свещеници Те предадоха на мене. Какво си сторил?
૩૫પિલાતે ઉત્તર આપ્યો કે, ‘શું હું યહૂદી છું?’ તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો; ‘તેં શું કર્યું છે?’”
36 Исус отговори: Моето царство не е от този свят; ако беше царството Ми от този свят, служителите Ми щяха да се борят да не бъда предаден на юдеите. А сега царството Ми не е оттук.
૩૬ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં આવત નહિ, તે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી.
37 Затова Пилат Му каза: Тогава, Ти цар ли си? Исус отговори: Ти право казваш, защото Аз съм цар. Аз за това се родих, и за това дойдох на света, да свидетелствувам за истината. Всеки, който е от истината, слуша Моя глас.
૩૭તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘ત્યારે શું તું રાજા છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તું કહે છે કે હું રાજા છું.’ એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.’”
38 Пилат Му каза: Що е истина? И като рече това, пак излезе при юдеите и каза им: Аз не намирам никаква вина в него.
૩૮પિલાત તેને કહે છે કે, ‘સત્ય શું છે?’ જયારે તેણે એમ કહ્યું ત્યારે, તે ફરીથી યહૂદીઓની પાસે બહાર ગયો અને તેઓને કહ્યું મને આ માણસમાં કંઈ અપરાધ જણાતો નથી.
39 А у вас има обичай да ви пущам по един на пасхата; желаете ли, прочее, да ви пусна юдейския цар?
૩૯પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં, એવો તમારો રિવાજ છે. તેથી હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું?
40 Тогава те пак закрещяха, казвайки: Не Тоя, но Варава. А Варава беше разбойник.
૪૦ત્યારે તેઓએ ફરીથી ઊંચા અવાજે કહ્યું કે, ‘એને તો નહિ જ, પણ બરાબાસને. હવે બરાબાસ તો લુંટારો હતો.

< Йоан 18 >