< Еремия 45 >

1 Словото, което пророк Еремия говори на Варуха Нириевия син, когато написа в книга тия думи от Еремиевите уста, в четвъртата година на Юдовия цар Иоаким Иосиевия син; и рече:
યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના શાસનકાળના ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના દીકરા બારુખે પ્રબોધક યર્મિયાનાં બોલેલાં આ સર્વ વચનો પુસ્તકમાં લખ્યાં. પછી જે વચન યર્મિયા પ્રબોધક બોલ્યો તે આ છે,
2 Така казва Господ, Израилевият Бог, на тебе, Варуше:
હે બારુખ, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે;
3 Рекъл си: Горко ми сега! защото Господ притури печал на скръбта ми. Уморих се от въздишането си, и не намирам почивка.
તેં કહ્યું, ‘મને અફસોસ, યહોવાહે મારા દુઃખમાં વધારો કર્યો છે. હું નિસાસા નાખીને થાકી ગયો છું; હું આરામ અનુભવતો નથી.’”
4 Тъй да му речеш: Така казва Господ: Ето, онова, което съградих, Аз ще съборя, и онова, което насадих, Аз ще изкореня, и то по цялата тая земя.
તેને તું કહે કે, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે મેં બાંધ્યું છે, તેને હું પાડી નાખીશ. જે મેં રોપ્યું છે, તેને હું ઉખેડી નાખીશ. અને આ પ્રમાણે આખા દેશમાં કરીશ.
5 А ти търсиш ли за себе си големи неща? Не търси; защото, ето, Аз ще докарам зло върху всяка твар, казва Господ; но на тебе ще подаря живота за корист по всичките места, гдето отидеш.
“તું શું પોતાને માટે મહત્તા શોધે છે? તેવું કરીશ નહિ. કેમ કે, યહોવાહ કહે છે, હું મનુષ્ય પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.’”

< Еремия 45 >