< Matiyu 15 >

1 U Farisawa ni anabawa bari barji ni Urushalima yeni Yesu. Ba tre.
તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે,
2 “A ngye tie rli u mir koh me ba wru ikpi ba tie hlega? Bana ngla wo mba rli na nda rli birli na”
“તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.”
3 Yesu a saa bawu nda tre, “U ni tungye mba bi wru tre Rji hle ndi hu tre ba tie mbi?
પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?”
4 E Irji hla, 'ku khwu ni tieme ni yime, mba Indi wa tre meme ni tieme kani yimaa, gbigbi ani khwu.
કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, ‘તમે તમારા માતાપિતાનું સન્માન કરો’ અને ‘જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.’
5 U bi hla ndi, Indi wa a hla ni tiema ka ni yima, Bi zo wa u fe rji ni mea, zizanyi ahi nno uka nno Rji”
પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, “જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’”
6 Indi kima na sison tie zizi ni tiema na. Ni nkonyi mba bi ya tre Rji hlega ni tu ikpi u ba baci mbi.
તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.
7 Biyi bi brji! a tsra ni tre Ishaya ni wa a tre ni tu mbi a,
ઓ ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે,
8 Indi birji ba gbre mi san ni l'me mba, u dri mba he gbugban mu ni me.
‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં હૃદય મારાથી વેગળાં જ રહે છે.
9 Ba kukhwu ni mu megyen don ba tsro na ikpi u ba baci mba ni ndi”.
તેઓની ભક્તિ નિરર્થક છે, કેમ કે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”
10 Wa ayo j'bu ndi ye ni kpama nda hla bawu, “Srenton ndi tozu-”
૧૦પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, “સાંભળો અને સમજો.
11 Ana kpye wa ari nyua mba ni ka indi tie rji na. Ahi kpye wa a rju rji ni mi nyua, kimayi ni kpa indi tie rji”.
૧૧મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.”
12 U mrli koh ma baka ye nda hla wu din “u to' ndi Farisawa ba ba tie nfu ni wa ba wo tre mea?”
૧૨ત્યારે ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “આ વાત સાંભળીને ફરોશીઓ નારાજ છે, એ શું તમે જાણો છો?”
13 Yesu a saa bawu nda tre, “Iwu wa ana tiemu u shulu cuna, ba gbi u rju.
૧૩પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.
14 Don ba me, ba bi fyen bi tsro nkon. U ndi u fyen ni ta tsro indin u fyen ri nkon hamba wu ba kuhle ni mi nkpenrlen.
૧૪તેઓને રહેવા દો, તેઓ અંધ માર્ગદર્શકો છે; અને જો અંધવ્યક્તિ બીજી અંધવ્યક્તિને દોરે તો તેઓ બન્ને ખાડામાં પડશે.
15 Bitru a saa ni Yesu, “Hla misalia ni tawu,”
૧૫ત્યારે પિતરે ઈસુને જવાબ આપતાં કહ્યું કે, “આ દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.”
16 Yesu a hla, “Biyi me bina to zu ngame rlina?
૧૬ઈસુએ કહ્યું કે, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો?
17 Bina to na din ikpye wa ari ni nyu ani grji tsihi ni mi ne nda rju hle hi ni juju utra nye?
૧૭શું તમે હજી નથી સમજતા કે મુખમાં જે કંઈ ભોજન લઈએ છીએ, તે પેટમાં જાય છે તેનો બિનઉપયોગી કચરો નીકળી જાય છે?
18 U ikpye wa ani rju rji ni nyua ba rju rji ni mi dri. Bi kimayi ba kpa ndi tie rji.
૧૮પણ મુખમાંથી જે બાબતો નીકળે છે, તે મનમાંથી આવે છે, અને તે માણસને ભ્રષ્ટ કરે છે.
19 A ni mi dri mba meme mre ba rju wuu ndi wa mba kplakpa zren iybi hu gonce, ni ba mre.
૧૯કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીય ભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકળે છે.
20 Biyi yi ba kpi wa ba kpa ndi tie rjia. Rli ni wo wa bana ngla a na-na kpa ndi tie rji (meme) na.
૨૦માણસને જે ભ્રષ્ટ કરે છે તે એ જ છે; પણ હાથ ધોયા વગર ભોજન કરવું એ માણસને ભ્રષ્ટ કરતું નથી.”
21 Yesu a wlu ni kiyi hi ni ko kiekle gbu bi taya mba sidon
૨૧ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા.
22 U'wa u ka'ana ri aye rji ni nklan kokima a kla gble nyu nda tre, “Wo yi mu, Baci, Ivren Doda! Ivrenwa mu si ti kponya ni meme brji.
૨૨જુઓ, એક કનાની સ્ત્રીએ તે વિસ્તારમાંથી આવીને ઊંચે અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો; મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.”
23 U Yesu kana saa kpyeri niwu na. Mrli koh ma baye nda brewu, nda tre, “Zuu don hi kpama, ahu ta nda ni han ta ton”.
૨૩પણ ઈસુએ તે સ્ત્રીને કંઈ જવાબ આપ્યો નહિ. તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, “તે સ્ત્રીને મોકલી દો, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડયા કરે છે.”
24 U Yesu kana saa ni bawu nda tre, Bana ton me hi ni ndio na, atutu ntma Israila wa ba kadoa.
૨૪તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, “ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી.”
25 Aye nda kukhwu ni ko shishima, nda tre “Baci zome”.
૨૫પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, મને મદદ કરો.”
26 A saa niwu nda tre, “A na he tu nkon na ni ndu ba ban bredi mrli tayo ni mrli yawhu na.
૨૬તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, “છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.”
27 A tre, “E, Baci imrli yawhu ba rli rjurju wa ani kuhle ni tebru indi u koha.
૨૭તે સ્ત્રીએ કહ્યું કે, “ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.”
28 U Yesu saa niwu, “Iwa ikponji me babran ndu he niwu towa u son a” Ivrenwa ma a fe si ni nton kima.
૨૮ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, “ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાઓ.” તે જ સમયે તેની દીકરીને સાજાંપણું મળ્યું.
29 Yesu a don wrji kima nda hi ni ne Galili a hon hi ni ngblu nda ka kuson ni kima.
૨૯પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા.
30 Kpentren ndi baye niwu. Ba nji bi conrju, bifyen bi nkpran, bi cbiza ni ndi bi kuyren ni gbugbuwu ndi bari bi lilo ye niwu. Ba nji ba ye ni kbu ma wa a den ba.
૩૦ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું.
31 U j'bu ndi ba baka manji ma wakran ni wa ba to bi tie nkpan ba tre, bi c'bi za ba fe den, ubi conrju ba zren ni bi fyen ba to. ba gbyre Rji Israila san.
૩૧જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, અપંગો સાજાં થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતા થયાં છે, ત્યારે તેઓએ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કર્યો.
32 Yesu a yo mrli koh ma ye ni kpama nda tre,”Ijbu ndi ba ba' lome sron niwa ba he nime vi tra ye nda nafe kpye rli na. mina son tru bahi hama ni rli na, ni ndu ba na kukmo ni nkon na.
૩૨ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, “આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.”
33 Mrli koh ma ba tre, “Ani ntsen yi kie fe gble bredi wa ani mla ijbu ndi bayi?
૩૩શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ?
34 Yesu a tre ni ba, “Bi he ni gble bredi bren?” Ba tre, “Itangban, ni mrli lambe tsame”
૩૪ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું કે, “સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.”
35 U Yesu a yo ba ndu ba kuki ni meme.
૩૫તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી.
36 A vu gble bredi tangban ba u lambe'a a ngyri, nda mre gble bredi ba kanno mrli koh ma. Mrli koh maa ba kpa nno jbu ndi ba.
૩૬તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી.
37 Indi ba ba tan wawu mba wu nda whrjia. Ba vu rjurju wa ba tan don mbru ma tie sisen tangban.
૩૭સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી.
38 Biwa ba tan a, ba lilon dubu zya, imba ni mrli bana bla ba yo na.
૩૮જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.
39 Yesu a ndu j'bu ndi ba hi kpa mba nda ri ni ghwu hi nklan Magadan.
૩૯લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.

< Matiyu 15 >