< Mark 15 >
1 ni bwu ble frist bi nikon ba shubi ni bi nikon gbua u bi nha u tra rji ni yahudawa wa babi suronmua ba vu yesu lo nda njiu nda hi ba kau nno Bilatus
૧સવાર થઈ કે મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં.
2 Bilatus myeu awu yi u ehu Yahudawa? a sa ni wu andi u tre toki
૨પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, ‘તું કહે છે તે જ હું છું.’”
3 frist bi nikon ba nhau ni kpi gbugbu wu
૩મુખ્ય યાજકોએ તેમના પર ઘણાં આક્ષેપો મૂક્યા.
4 Bilatus a la mye u na hla na ka nche? to gbugbu tre wa ba ki nha wu ni tu mba
૪પિલાતે ફરી તેમને પૂછતાં કહ્યું કે, ‘શું તું કંઈ જ જવાબ આપતો નથી? જો, તેઓ તારા પર કેટલા બધા આક્ષેપો મૂકે છે!’
5 yesu ana la sa ni Bilatus ngana wa anno mamaki
૫પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.
6 to ni ntto u gan Bilatus a ta chi ndi bi la tre ri wa he troa chuwa indi wa ba kabre ni tu ma
૬આ પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તે છોડી દેતો હતો.
7 u igu ni mbru bi la tre ba latre u wu ndi
૭કેટલાક દંગો કરનારાઓએ હુલ્લડમાં ખૂન કર્યું હતું તેઓની સાથે કેદમાં પડેલો એવો બરાબાસ નામનો એક માણસ હતો.
8 ijubu ndi ba ye niye Bilatus ndu tie ikpie waazi tie rji mu
૮લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા કે, ‘જેમ તમે અમારે સારુ દર વખતે કરતા હતા તે પ્રમાણે કરો.’”
9 Bilatus ka sa bawu bi nyem ndu me kah chu yahudawa chuwo?
૯પિલાતે તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘શું તમારી મરજી એવી છે કે, હું તમારે સારુ યહૂદીઓના રાજાને મુક્ત કરું?’”
10 a to nda ni tu ngu mba baka vu yesu njiwu
૧૦કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધાં હતા.
11 amma nji frist ba ba con jbu ndi ba ndu ba yar gro ndu ba ka Barabbas mba cuwo
૧૧પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા, એ સારુ કે ઈસુને બદલે તે તેઓને માટે બરાબાસને મુક્ત કરે.
12 Bilatus a la mye mba ngarli a hi ngye mba tie ni chu Yahudawa?
૧૨પણ પિલાતે ફરી તેઓને કહ્યું કે, ‘જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેનું હું શું કરું?’”
૧૩તેઓએ ફરી બૂમ પાડી કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”
14 Bilatus mye ba a latre ngye a tie? u ba tutu yar gre clou
૧૪પિલાતે તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?’ પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘ઈસુને વધસ્તંભે જડાવો.’”
15 Bilatus a son tie kpie a ba wa nda ka Barabbas cuwo ni ba wu a pua yesu tre rli nda kau nno ba kpa klo
૧૫ત્યારે પિલાતે લોકોને રાજી કરવા તેઓને સારુ બરાબાસને જતો કર્યો. અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારુ સોંપ્યાં.
16 soja ba bu nji nda hi ni tra u bla tre nda u yo soja ba wawuu kabi
૧૬સિપાઈઓ ઈસુને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; અને તેઓએ ચોકીદારોની આખી ટુકડીને બોલાવ્યા.
17 ba lo tuma ni pli u ma klo ntme wiwrli nda con con lo nha
૧૭તેઓએ તેમને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો;
18 ba wlu nda ciu ndatre ndu rji ziu iclu yahudawa
૧૮અને ‘હે યહૂદીઓના રાજા, સલામ!’ એમ કહીને મશ્કરીમાં તેમને નમસ્કાર કરવા લાગ્યા.
19 ba grji tsiu ni tu ni gbugban u con ma nda ju nte ta sur ba kuqu gbarju nda kudran ni kbu ma
૧૯તેઓએ તેમના માથામાં સોટી મારી, ઈસુના પર થૂંક્યાં અને ઘૂંટણ ટેકીને તેમની આગળ નમ્યાં.
20 sa ba chauya ba chu pii u tuma rju hi ni wrji wa ba hi kpam wua
૨૦તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના અંગ પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં; પછી વધસ્તંભે જડવા સારુ તેમને લઈ જવામાં આવ્યા.
21 indi ri siman u gbu siren sia ye rji gburi ba vu ni gbengble to ban kukron krossa
૨૧સિમોન નામે કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે ખેતરથી આવતાં ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાઈઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો.
22 soja ba nji yesu hi ni wrji wa ba yo ndi golgota
૨૨ગલગથા નામની જગ્યા, જેનો અર્થ ‘ખોપરીની જગ્યા’ છે, ત્યાં તેઓ તેમને લાવ્યા.
23 ba nno ma kabi ba mur wa a kama nda na soh na
૨૩તેઓએ બોળ મિશ્રિત દ્રાક્ષારસ તેમને આપ્યો; પણ ઈસુએ તે પીવાની ના પાડી.
24 ba kpan wu nda vu klon ma rli nra ni kpa mba
૨૪સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં અને તેઓમાંના પ્રત્યેકે ઈસુના વસ્ત્રનો કયો ભાગ લેવો, તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં.
25 ba kpan u ni tu kukron ni ntton u tra
૨૫સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં.
26 ba nha ni ple kukron ni ikpie a ba nhaua ichu yaluda
૨૬તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે “યહૂદીઓનો રાજા.”
27 ba kpanwu ni bi ybi harli iri ni wo rli u ri ni wo kota
૨૭ઈસુની સાથે તેઓએ બે ચોરોને વધસ્તંભે જડ્યાં, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ.
28 i wa yi ye tsar ni tre rji wa a hla ba bla kabi ni bi latre
૨૮“તે અપરાધીઓમાં ગણાયો,” એવું જે શાસ્ત્રવચન હતું તે પૂરું થયું.
29 biwa ba ka ki hia ba zren da ni whu tu nda ni tre yowa iwuwa u zii tra rji ni meu ni mi vi tra nra kpame ndi grji ni kakrona
૨૯પાસે થઈને જનારાંઓએ ઈસુનું અપમાન કર્યું તથા માથાં હલાવતાં કહ્યું કે, ‘વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર,
30 nji frist ni bi nha ba ba chauyaya ngame ni kpa mba da tre
૩૦તું પોતાને બચાવ અને વધસ્તંભ પરથી ઊતરી આવ.’”
31 a ndi a kpa bai cuwo amma nda na to kpa kpama cuwo na
૩૧એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરોઅંદર શાસ્ત્રીઓ સહિત મશ્કરી કરીને કહ્યું કે, ‘તેણે બીજાઓને બચાવ્યા, પણ પોતાને બચાવી શકતો નથી.
32 ndu kristi ichu israilawa ba grji ni gran kukron a ye meme zizanyi ndu ki to ndi kpa nyme ni wu bi wa ba kpan ba ni yesu ba hlo tre ni me
૩૨ઇઝરાયલના રાજા, ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવ, કે અમે જોઈને વિશ્વાસ કરીએ.’” વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.
33 ni ntton u tane ibwu ye kah gbu wawuu hi ni ntton u tia
૩૩બપોરના લગભગ બારથી ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં અંધારપટ છવાયો.
34 ni ntton u tia yesu ka yar yi gbagban me eloi eloi lama sabachthani? wa hi irji mu irji mu u tie he rli kame don?
૩૪બપોરે લગભગ ત્રણ વાગ્યે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે, ‘એલોઈ, એલોઈ લમા શબક્થની, એટલે, મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’”
35 bi wa ba kli wi riha kia ba wo lan tre ma nda tre din to ba a si Iliya
૩૫જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘જુઓ, તે એલિયાને બોલાવે છે.’”
36 indi ri tsutsu ka yo rlikpanma ni ma waasa nda kason ni gbondo kpala nda kanno ndu soh igua tre din ki to ka Iliya ni ye njiu grji
૩૬એક માણસે દોડીને સિરકામાં પલાળેલી વાદળી લાકડાની ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું કે, ‘રહેવા દો, આપણે જોઈએ કે, એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ?’”
37 ni ki yesu ka yar yi gbangban me nda qu
૩૭ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
38 ipli u tra rjia ka yra tie harli rji ni tu mu grji hi kogboma
૩૮મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થયા.
39 da jirmi wa kli nda si ya yesu a to ndi yesu qu ye to wa a tre din njanjimu igu yi ana vren rji imba bari ngame baki gbigbanmu nda kia yah vimi mba ana ba maryamu ba mag daliya maryamu u salomi
૩૯જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જયારે જોયું કે તેમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે, ‘ખરેખર આ માણસ ઈશ્વરના દીકરા હતા.’”
૪૦કેટલીક સ્ત્રીઓ પણ દૂરથી જોતી હતી; તેઓમાં મગ્દલાની મરિયમ, નાના યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શાલોમી હતી.
41 wa a he ni Galili ba hu nda ta tie ndu wu imba gbugbu u ngame ba huhi ni urshalima
૪૧જયારે ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.
42 wa yalu tiea don he u mlaki ivi wa baka rjo ri ni sabath
૪૨સાંજ પડી ત્યારે સિદ્ધીકરણનો દિવસ, એટલે વિશ્રામવારની આગળનો દિવસ હતો, માટે,
43 Yusufu indi u Arimathiya ye ni ki ana ri ri bi lo chu ndi wa bata nno grima nda sia gben mulki rji avu sran nda shi ni Bilatus nda mye kmo yesu
૪૩ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, એટલે અરિમથાઈનો યૂસફ આવ્યો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુનો દેહ માગ્યો.
44 Bilatus tie sisri ndi yesu qu ayo jirme a nda wo ka yesu qu
૪૪પિલાત આશ્ચર્ય પામ્યો કે, ‘શું તે એટલો જલદી મૃત્યુ પામ્યો હોય!’ તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે, ‘ઈસુને મૃત્યુ પામ્યાને કેટલો વખત થયો?’”
45 da Bilatus a wo ni nyu jirmea ndi yesu qu ye a nno kmboa ni Yusufu
૪૫સૂબેદાર પાસેથી તે વિષે ખબર મળી ત્યારે પિલાતે યૂસફને એ દેહ અપાવ્યો.
46 Yusufu ana le plia ye a grji kumo ni grani kukrona nda lou ni pli nda nji he ka yo ni beh wa ana tita wa ba tsen mlatie a tru tita hra beh a ka nyu beha
૪૬યૂસફે શણનું વસ્ત્ર વેચાતું લીધું, મૃતદેહને ઉતારીને તેને શણના વસ્ત્રમાં વીંટાળ્યો અને ખડકમાં ખોદેલી એક કબરમાં દફનાવ્યો. અને તે કબર પર પથ્થર ગબડાવી મૂક્યોં.
47 maryamu ba mag daliya ni Maryamu iyi yosi ba to bubu wa ba rju yesu
૪૭તેમને ક્યાં મૂક્યા એ મગ્દલાની મરિયમ તથા યોસેની મા મરિયમે જોયું.