< Mark 13 >
1 da yesu si zren rhe ni haikali iri ni mri ko ma bi huzama a tre ndi teacha ya tita ba baiko biyi ba biya
૧ઈસુ ભક્તિસ્થાનમાંથી બહાર જતા હતા. ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે કે, ‘ઉપદેશક, જુઓ, કેવાં પથ્થર તથા કેવાં બાંધકામો!’
2 a hla ni wu wuto khikle mme biyi? ko tita rina kri ni tu kpanma hama ni zile na
૨ઈસુએ તેને કહ્યું કે, ‘શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.’”
3 da a son ni tu gbku olive wandi niya haikali a Bitrus, Yakubu, Yohana e Andrawus ba mye ni yib
૩જૈતૂન પહાડ પર, મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિતરે, યાકૂબે, યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું,
4 hlani tawu nita mba ikpi bi yi ba faru? age ba ni tsoro ta ndi kpe biyi ba ti wiewere wu whursu
૪‘અમને કહો, એ ક્યારે થશે? જયારે તે બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે કયા ચિહ્ન થશે?’”
5 yesu a lu kri si bla ni bawu mla ya nin du dior gyuryi na
૫ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો.
6 gbugbwu ba ye ni ndume nda tre mi wawu yi nda gyur gbugbwu hi hle
૬ઘણાં મારે નામે આવીને કહેશે કે, તે હું છું અને ઘણાંઓને ગેરમાર્ગે દોરશે.
7 bita wo kuu ko tre huu na ti sisiri na kpi bimba ba ye ama ekli rhi hye ri
૭પણ જયારે યુદ્ધ વિષે તથા યુદ્ધની અફવાઓ વિષે તમે સાંભળો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.
8 gbumgblu ba lu wa nhu ni gbungblu u bi chu ba kamba kpamba bi wo jub meme ni bubu kankan ni yon me ni hei be ba yi farlio yi nei na kri lega na ba vu yi hi lo da tsiyi ni tra wu bre irji mbi
૮કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે; આ તો મહાદુઃખનો આરંભ છે.
9 ba gbronyihi duyi kri ni gaba gononi ba ba bi tuchu ni tu nde mu a duyi tsoro ba ikpe wandi me ti ni yiwua
૯પણ પોતાના વિષે સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે; સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ, તેઓને માટે સાક્ષી થવા સારુ, ઊભા કરવામાં આવશે.
10 ama itre rji ni kuci hi kago ba ti vu yi hi lo bi kana ti sisir na tu kpe a di bi tre a na
૧૦પણ પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.
11 niton ki ba na ye ikpe wa bi tre a ana bi yi bi tre na ruhu maitsarki ba ni tre
૧૧જયારે તેઓ તમને ધરપકડ કરશે, ત્યારે શું બોલવું તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા હશે.
12 vayi ni lani vayi du wuu haka e ti ni tre ma mri ba lu kri ni tu ba yimba ni ba timba du ba luu ba
૧૨ભાઈ ભાઈને તથા પિતા છોકરાંને મરણદંડને સારુ પકડાવશે; છોકરાં માબાપની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે.
13 ndi ba karnwu ni tu nde mu ama ndi wa a kri gbangban yi ni kle ani gbujbwu
૧૩મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.
14 bi ta to meme gunki ba ni kri ni bubwu ana kamata na indi wandi asi bla vunvu yi ka mal ya da rimere be wandi ba he ni gran judea duba tsutsu hi ni tu ba gblu ba
૧૪પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કારપાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.
15 wandi a he ni yu tra du na grji ri niko diwawu ni ban kperi na
૧૫અગાશી પર હોય તે ઊતરીને ઘરમાંથી કંઈ લેવા સારુ અંદર ન જાય;
16 e wandi a he ni rhua do na kma ye ban nglo ma ni ko na
૧૬અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન આવે.
17 imba bi mri ni nei ni biwa ba hei mir bi masisi ba hei ya ni vi ba ki
૧૭તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને સ્તનપાન કરાવતી હોય તેઓને અફસોસ છે!
18 bre trji du na hye ni ton sai na
૧૮તમારું નાસવું શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો;
19 vi baki baa ton wu khikle dan ton u ya wandi kina taba toh rji mumla wa irji a ti gbungblu wawuu ye zizan e khina la toh na
૧૯કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી થઈ નથી અને થશે પણ નહિ.
20 irjhi nita na mer viba ruh na ba nma wandi ani nawo ni ta bi wa ana ju ba ye a do vi ba do ba na bra na
૨૦જો પ્રભુએ તે દિવસોને ઓછા કર્યા ન હોત, તો કોઈ માણસ ન બચત; પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓને માટે તેમણે આ દિવસોને ટૂંકા કર્યા છે.
21 ko nha nita llha ni wu ndi ngye kristi he yi ko ngye a he mu na kpanyme na
૨૧તે વેળાએ જો કોઈ તમને કહે કે, જુઓ, અહીં ખ્રિસ્ત છે; કે જુઓ, તે ત્યાં છે, તો માનશો નહિ.
22 krista bi che baba anabawa bi che ba ye ni alamu gbugbuwu da gyur ndi ko ni bi wandi irji chuba ye
૨૨કેમ કે નકલી ખ્રિસ્તો તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે; તેઓ ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી દેખાડશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ છેતરે.
23 mla kri mi hla kpi bi yi ni yiwu du yi guci ni ye mba
૨૩તમે સાવધાન રહો; જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે.
24 baya ya wu ton kima irji na wu na ani ti buh iwua na kpana
૨૪પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે,
25 tsitse ba rhu rjoku rhi ni shulu u iko u shulu ni cu mle ba to
૨૫આકાશના તારાઓ ખરવા લાગશે; અને આકાશમાંના પરાક્રમો હલાવાશે.
26 vren ndi ni ye ni mi kpalu ni gbengble ni daraja
૨૬ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતા જોશે.
27 ani ton malaiku hi ni nfro nza bi gbungblu meme wu shulu do ba yoh bi ma wandi ana chuba ye
૨૭ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે.
28 to kpe wu mla ya to ni kunkro fig nto wandi vunvu ma ju wu to ndi esu ti weiweire ye
૨૮હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો; જયારે તેની ડાળી કુમળી જ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.
29 na ki me wuta to kpi biyi ba si zren to ye ma a weiweire ni nkontra
૨૯એમ જ તમે પણ જયારે આ બધું થતું જુઓ, ત્યારે તમારે જાણવું કે, ખ્રિસ્ત પાસે એટલે બારણા આગળ જ છે.
30 janji mi hla yiwu bi zan yi bana kle hamma ni to kpi biyi na
૩૦હું તમને નિશ્ચે કહું છું કે આ બધાં પૂરાં થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
31 shulu ba meme ba kle ama lantre mu na kle na
૩૧આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
32 nitu via ko ntoma ndoir ko maleka ni shulu ko vren bana to ha iti mehe a to
૩૨પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ અને દીકરો પણ નહિ.
33 kri ni wri ni mla ya nitu wuna to iton a na chiche vu vu bi Greek bari ba yo tre toyi kri ni wri mla ya ni bre
૩૩સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી.
34 na ndi wa a hi zren a don koma nda don mri ko ma ta ya ko ko nha ni ndu mada mha bi ya ba a duba khi ni wri
૩૪તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય.
35 ni tu kima wu na to ka tiko ni kma ye ni ton rime na ka ni yallu tsutsu chu koka ni gbatup wu bwhumble ke ni mble
૩૫માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે!
36 anita ye niko gbru me na ye too wa si krunana
૩૬એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ.
37 kpe andi mi lha ni wua mi hla ni ko nha mla ya mal kli
૩૭અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, ‘જાગતા રહો.’”