< Luke 12 >
1 Ni nton kima, indji dubu gbugbuwu ba rju ye shubi nitu bran mba ba hon ta chan kpamba. Alu kri tre ni guchi ni mri ko ma ndi, “Mla ya yist wu Farisawa, wandi ahi gyuru ndji nitu zren mba
૧એટલામાં હજારો લોકો એકઠા થયા, એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલાં તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે, ‘ફરોશીઓના ખમીરથી સાવધાન રહો, કે જે ઢોંગ છે.
2 Ba kpe wa ba kawu wandi ana rju kri ndende ni ra na, ba kpe wa ba kari wandi bana toh na.
૨પણ પ્રગટ નહિ કરાશે એવું કશું ઢંકાયેલું નથી; અને જાણવામાં ન આવે એવું કંઈ ગુપ્ત નથી.
3 Nitu kima, ikpi wa wu tre ni bwu ba wo ni kpan, i wuta tre kpe ni riri ni ton, nimi tra, ba dbu hla ni tu nkan.
૩માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબાઓ પર પ્રગટ કરાશે.
4 Mi hla ni yiwu, kpukpanmu, na tie sissri bi wa ba wu ikpa megyen, dana he ni kpe wa ba la tie na.
૪મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેમનાંથી ડરશો નહિ.
5 Ama, mi gbron ton mbi nitu wa be klu'u klu wandi anita wu, a he ni gbengble wu ta u yo ni lu shetan. Ee, Mi hla ni yiwu, klu'u. (Geenna )
૫પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે ‘મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો. (Geenna )
6 Bana leni chinche sparo ton nitu wlo bubo tra na? Ni kima me, Irji na kparisu ni iri mba na.
૬શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? પણ ઈશ્વર પોતાની દ્રષ્ટિમાં તેઓમાંની એકને પણ ભૂલતા નથી.
7 Infutu wu tume me a bla ba pempe. Natie sissri na. Wu he ni ndu zan chinchen sparo gbugbuwu.
૭તમારા માથાના બધા જ વાળ ગણેલા છે. બીશો નહિ. ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
8 Mi hla ni yiwu ndji wa a kri nda tre ni tu mu ni shishi ndji, Vren Ndji ngame ni tre ni tuma ni shishi Maleku Irji,
૮હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના સ્વર્ગદૂતો આગળ માણસનો દીકરો પણ કબૂલ કરશે.
9 Anita kama ni me ni shishi ndji, ba kama niwu ni shishi Maleku Irji.
૯પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના સ્વર્ગદૂતોની આગળ કરવામાં આવશે.
10 Ko nha wa a tre lan tre meme nitu Vren Ndji, bakpa wru hle niwu, ama wuta tra valala wu gbron gbrongrji, nitu Ruhu Tsatsra, bana wru hle niwu na.
૧૦જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ કોઈ દુર્ભાષણ કરે તો તેને તે માફ કરવામાં આવશે નહિ.
11 Bati ngrji wu ye ni shishi kikle bi mitra Sinagog, bi tie chu baba bi ninkon gbu, na du suron mbi rjoku nitu kpe wandi bi tre wa ani kpauyi chuwo na.
૧૧જયારે તેઓ તમને સભાસ્થાનોમાં તથા રાજકર્તાઓ તથા અધિકારીઓ આગળ લઈ જશે, ત્યારે અમારે કેવી રીતે અથવા શો ઉત્તર આપવો, અથવા અમારે શું કહેવું, તે વિષે ચિંતા ન કરો;
12 Ruhu Tsatsra ni tsro yi ni nton kima, ikpe wa bi tre'a.
૧૨કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તેજ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે.
13 Ndji rinimi ikpan ndji ba a tre niwu ndi, Ticha, hla ni vayi mu ni du ga gado mbu ni me.
૧૩લોકોમાંથી એક જણે તેને કહ્યું કે, ‘ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે.’”
14 Yesu a hla wu ndi Ndji, anha yo me mi ga tre koh du mi ri nimi tre mbi?
૧૪ઈસુએ કહ્યું કે, ‘ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કોણે ઠરાવ્યો?’”
15 A tre ni ba andi, mla toh ni na du son tu do honyi na, nitu mlason ndji ni vrhi ana nitu kri ni gbugbu ikpi wa a he ni wuna.
૧૫પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘સાવધાન રહો, અને બધા લોભથી પોતાને દૂર રાખો; કેમ કે કોઈનું જીવન તેની મિલકતની પુષ્કળતામાં હોતું નથી.’”
16 Nikima, Yesu a tre parabul ni bawu ndi, “Irju ndji wu wo ri nu birhi gbugbuwu.
૧૬ઈસુએ તેઓને એવું દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ;
17 A son nda mla ya ni kpama nda tre ndi, 'Mi tie ni he, nitu mina he ni bubu wa mi zi biri wu wru mu na?'
૧૭તેણે મનમાં એવો વિચાર કર્યો કે, હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગ્યા નથી.
18 A tre ndi, ngye kpe wa mi ti a yi. Mi zi ba wronmu ni mme bi rigrama, nike mi zi biri wu wrhu mu mba mbru ikpi mu wawu.
૧૮તેણે કહ્યું કે, હું આમ કરીશ; મારી વખારોને હું પાડી નાખીશ, અને તે કરતાં હું મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત હું ભરી મૂકીશ.
19 Mi hla ni suron mu, “Suron, wu he ni kpi gbugbuwu wa wu mla zi wu ise gbugbu ni ko shishi. Kuson si rhi ni so, son piyame.'”
૧૯હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વર્ષને માટે ઘણી માલમિલકત તારે સારુ રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.
20 Ee, Irji hla wu ndi, 'Ruhu ndji, ni chu wu luwa, ba kpa vrhi suron meluwa, i ikpi ba wu mla zi ba, wu don ni nha?'
૨૦પણ ઈશ્વરે તેને કહ્યું કે, ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે?
21 Kima he na bibi ndji bari, ba vu kpi si mla zi ni tu mba, nda k'ma tie bi kpla ni Irji.
૨૧જે પોતાને સારુ દ્રવ્યો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.
22 Yesu a hla ni mri koh ma ndi, Mi hla yiwu, na dame ni tu me na, ikpe wa wuri, ko ni kpame, ikpe wa wu sru.
૨૨ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તથા તમારા શરીરને સારુ પણ ન કરો, કે અમે શું પહેરીશું.
23 Vri son a zan biri i kpa zan nklon wu sru.
૨૩કેમ કે ખોરાક કરતા જીવ, અને વસ્ત્ર કરતા શરીર, અધિક છે.
24 Ya kikle chinche ravins, bana chu ndana han na. Ba na he ni tra wu zi kpi ko wron na, ama Irji ni nuba irhi-mba. Wu na zan chinche ba ni anfani ni shishi Irji na?
૨૪કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી અને કાપતા નથી; તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે; પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો!
25 Inha nimi-mbi, nitu son rhimre nitu kpe, ani du vi wu vri ma hon zan cubit?
૨૫ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળનો એકાદ પળનો વધારો શકો છે?
26 Wuta na toh tie mri kpi toh wayi na, nitu ngye wu du suron me du na kuson si na?
૨૬માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા, તો બીજાં વિષે તમે કેમ ચિંતા કરો છો?
27 Ya mri vunvu bi kpan mbi ni shishi to lilies, ni lu gbron mbu, bana tiya na, bana k'ma ya bubu na, ee, Solomon me ni nzu hon ma ana sru ikpi wu bi toh iri-mba na.
૨૭ફૂલઝાડોનો વિચાર કરો; તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.
28 Irji nita nu ghiga wu wrhu, wandi luwa ahe, i mble ba kau taga ni lu, ani tie he ndana nu nklon wu sru na? Wu ndji wu kpanyime ni wu fime.
૨૮એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?
29 Na yo shishi ni kpe wa wu rhi ndi sona, na du suron me hamma ni kukru na.
૨૯અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, અને એમ કહેતાં ચિંતા ન કરો.
30 Gbungblu wawu ba yo suron wa ikpi biki, i Timbi toh wu son kpi baki ngame
૩૦કેમ કે દુનિયાના લોકો તે સઘળા વાનાં શોધે છે; પણ તમારો પિતા જાણે છે કે તે વાનાંની તમને અગત્ય છે.
31 Wuka yo suron meni iko mulki Irji guchi, i ba vu kpibiyi nha niwu tuma.
૩૧પરંતુ તમે ઈશ્વરનું રાજ્ય શોધો; અને એ વાનાં પણ તમને અપાશે.
32 Na tie sissri na, ikran mri nitu Iti-mbu toh a bi ni du nuta ri ko mulki ma.
૩૨ઓ નાની ટોળી, ડરશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.
33 Le ni ikpi me ni nu sadaka. Wran ngomble ni kpa-mbi wa ana y'ba na - ikpe ndindi ni shulu wandi ana kle na, i ndji wu y'bi na ye whiewhiere na, i imra na kpa timeme na.
૩૩તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે સ્વર્ગમાં દ્રવ્ય, પોતાને સારુ મેળવો જે સદાને માટે રહેશે; કે જ્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી.
34 Bubu wa ikpe ndindi me he'a, suron me ni he ngame.
૩૪કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.
35 Lo kpa mla tie ni rjirji ni nchi, ni du ilu me si kpan,
૩૫તમારી કમરો બાંધેલી તથા તમારો દીવો સળગેલો રાખો;
36 nna ndji biwa basi gben ti-kohmba du k'ma rjini ko gran, anita ye wrunko, baka bwu niwu gbagbla.
૩૬અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, એ માટે કે તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને સારુ દ્વાર ઉધાડે, તેઓના જેવો તમે થાઓ.
37 Lulu he ni tu igran biwa tikomba niye to ba si gben yemma. Njanji, mi hla yiwu, ani mla kpama tie wu tindu nda du ba son nitu tabur, wa a ni lu tindu bawu.
૩૭જે દાસોને માલિક આવીને જાગતા જોશે તેઓ આશીર્વાદિત છે; હું તમને નિશ્ચે કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે.
38 Tikoh anita ye ni nh'ma wu ha ko nh'ma wu tra nda ye toh bi ki ni sisren si gben i lulu ni tu igran baki.
૩૮જો તે મધરાત પછી મોડેથી આવે, અને તેઓને એમ કરતાં જુએ, તો તે દાસો આશીર્વાદિત છે.
39 Ama bika toh, tikoh nita toh nton wa ndji wu y'bi ni ye'a, ana du rhi ni ko'a na.
૩૯પણ આટલું સમજો કે ઘરનો માલિક જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં ચોરી થવા ન દેત.
40 Son ni sro, wuna toh nton wa vren ndji ni yena.
૪૦તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય તે ઘડીએ માણસનો દીકરો આવશે.
41 Bitrus a tre, “Bachi wusi hla tre yi ni tawu megyen ka ni konha?”
૪૧પિતરે કહ્યું કે, ‘પ્રભુ, તમે આ દ્રષ્ટાંત અમને, કે સર્વને કહો છો?’”
42 Bachi a sa ndi, “A hi nha ndji ndindi wa tikoma ni nu ndu ya mbru igran ma, ani mla ta nuba biri mba ni ntonma?
૪૨પ્રભુએ કહ્યું કે, જેને તેનો માલિક પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારુ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન કારભારી કોણ છે?
43 Lulu he ni tu igran wa tikoh niye toh si ti ndu wa bana nu anita k'ma ye.
૪૩જે ચાકરને તેનો માલિક એમ કરતો જોશે તે આશીર્વાદિત છે.
44 Njanji mi hla yiwu, ani yo ni tu ikpi koh ma wau.
૪૪હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને કારભારી ઠરાવશે.
45 Igran a nita tre ni suron ma ndi, “Bachi mu ani ti grji ni ye, nda lu si tsi igran lilon baba mba biwa ba he ni wo ma, nda rhi nda so nda wha,
૪૫પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતાં વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મરવા લાગશે, અને ખાવાપીવા અને છાકટો થવા લાગશે;
46 Bachi igran niye ni ivi wa ana tie mre na mba nton wa ana to na, anic'ba tie tsitsa nda ban yo ni bubu bi ka toti ndindi.
૪૬તો જે દહાડે તે વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવામાં તે દાસનો માલિક આવશે, અને તેને કાપી નાખશે, અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.
47 Igran kima, nitu ana toh suron bachima ye, ama dana mla son nda tie kpi wa ani son na, ba tsiwu branbran.
૪૭જે દાસ પોતાના માલિકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.
48 I waa ana toh na ama nda tie ikpe wa du ba tsiwu a, ba tsiwu ifimeyi. Ndi wa banu ikpi bran bran, ni wo ma, ba kpa branbran. Wandi ba zi kpi gbugbuwu ni woma, ba mye ikpi wa azan kima.
૪૮પણ જેણે વગર જાણે ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો માર ખાશે. અને જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે.
49 Mi ye nitu ye yo lu ni gbungblu mem, i mi son ndi ilu anina nu ye.
૪૯હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો એનાથી વિશેષ હું શું માંગું?
50 Ama mi he ni baptisma wa batie nimu'a, suron mu ni lo nitu du ba kle kima.
૫૦પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવું દબાણ અનુભવું છું?
51 Bi ya mi ye nji isi ye ni gbungblu meme? Ana toki na, mi hla yiwu, ahi iga.
૫૧શું તમે ધારો છો કે પૃથ્વી પર શાંતિ કરાવવાં હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તે કરતા ફૂટ પાડવા આવ્યો છું.
52 Rji ni zizan, hini shishi, ndi ton ba he niko, iga ni ri, ndi tra nitu ndi ha, i iha nitu tra.
૫૨કેમ કે હવે એક ઘરમાં પાંચ મધ્યે ફૂટ પડશે, એટલે ત્રણ બેની સામા, અને બે ત્રણની સામા થશે.
53 Baga ni kpamba, iti mba vren wa ni ihi ma. Ihi wa vren ma mba iwa vren ma, i wa vren ni ihi lonma.
૫૩બાપ દીકરાની સામો, તથા દીકરો બાપની સામો થશે; મા દીકરીની સામે, અને દીકરી પોતાની માની સામે થશે; સાસુ પોતાની વહુની સામે, અને વહુ પોતાની સાસુની સામે થશે, એમ તેઓમાં ફૂટ પડશે.
54 Yesu asia hla ni kpa ndi ba, ngame ndi, “Bita toh kpa lu ni lunde rhi ni yalu, bika gbla tre ndji, tenlu ni ye wa ani he toki.
૫૪તેમણે લોકોને પણ કહ્યું કે, તમે પશ્ચિમથી વાદળી ચઢતી જુઓ છો, કે તરત તમે કહો છો કે, ઝાપટું આવશે, અને એમ જ થાય છે.
55 Gyungwu nita ni fu ni rji ni kogbo, bi tre ndi, gbaji wu hwuma ni ye, wa ani ye toki.
૫૫જયારે દક્ષિણનો પવન ચાલે છે ત્યારે તમે કહો છો કે, લૂ વહેશે, અને એમ જ થાય છે.
56 Bi gyru tu-mbi, bi to sran, tsro kpa ikpi nimemembani shulu, i ti tie nihe nina toh sran ikpi wa si zren zizan na.
૫૬ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા?
57 Bi ti he mu nina gatre ni kpame na?
૫૭અને વાજબી શું છે તે તમે પોતાની જાતે કેમ પારખતા નથી?
58 Wuta hi niwandia no son na, ni shishi ndji wu ga tre, bita rhi he ni nko, bika mla ti ni kpambi, nitu du na njiwu hi lo, ni du ndji wu ga tre kana vu nuwa ani, njiwu hi tro na.
૫૮તું તારા વિરોધીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તું તેની સાથે સમાધાન કરવા સારુ યત્ન કર, એમ ન થાય કે તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે.
59 Mi hla niwu, wuna to wru na, se wu han kubu wa ba han pempyeme
૫૯હું તને કહું છું કે, તું પૂરેપૂરા નાણાં ચૂકવીશ નહિ, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.