< Yohana 16 >

1 Mi hla wayi ni yiwu ni ndu yi na kubu za na.
‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.
2 Ba ju yi rju ni majanmiyan u iton ni ye, niwa indji ni ta hola yi vu ni to'o (wuya), ani ya ndi wawu si tie ndu Rji.
તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.
3 Ba ti naki niwa ba na toh Ti'a ko Me na.
તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે.
4 Mi si hla biyi ni yiwu, inde iton nita ye, waba ti'a, bika ri mren Mi na hla ni yiwu,” Mi na hla kpe biyi ni yiwu ri na rji ni mumla, niwa Mi he niyi.
પણ જયારે તે સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.
5 Zizan yi Mi si hi ni Indji wa a ton me'a, naki me ni mi mbi, ba wa a minye Me, u hi ntsen?
પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું; અને તમે ક્યાં જાઓ છો એવું તમારામાંનો કોઈ મને પૂછતો નથી.
6 Ni wa Mi hla ikpi biyi ni yiwu, damuwa shu ni yiwu ni sron.
પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.
7 Ime mi si hla njanji mu ni yiwu, abi ni yiwu ni ndu Mi hi kpamu, u Mi ta na hi kpamu na, wawu indji u sisron ana ye ni yi na, u Mi ta hi, u Mi ton ye niyi.
તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.
8 Ani ta ye, wawu Indji u nji si sron ye ani tsro gbungblu'a meme ti lahtre'a, nitu njanji ni tron me -
જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;
9 nitu lahtre, nitu wa bana kpa nyeme ni Me na;
પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;
10 nitu tsatsra, Mi hi ni Ti'a, u bina la tie bre to mena;
૧૦ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી તમે મને જોશો નહિ;
11 nitu hukunci me niwa ba han hukunci ni ndji u nji gbungblu'a hukunci.
૧૧ન્યાયચુકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.
12 Ikpi gbugbuwu ba he wa Mi hla ni yiwu'a, u bina ya to zizan na.
૧૨હજુ પણ મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકો તેમ નથી.
13 Nitu ki, u Ibrji tsatsra u njanji aye'a, ani nji ni mi njanji wawu, niwa ana tre u tuma kankrji ma na, se ikpe wa awo, ani hla ki, ani hla ni yiwu ikpe wa ani tie.
૧૩તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.
14 Ani gbre Me san, nitu wa ani ban ikpi wa a u mu na hla ni yiwu.
૧૪તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે.
15 Ikpe iwa Iti'a ahe ni wu ahi u mu. Nitu ki, Mi hla da ani ban kpi wa a hu mu na hla ni yiwu.
૧૫જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.
16 Ni kogon vi ton, bina tie bre la to Me na, ni kogon vi nton fime ngari, bi la toh me.
૧૬થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો.’”
17 U bari ni mi almajere Ma, ba tre ndi, “Ahi ngyeyi mba Igu yi ni son hla nitawu, 'Ni vi nkpurju nton bina la toh Me na, u ni vi nkpurju nton ngari bi la toh me,' u, 'Nitu wa Mi hi ni Ti'a?'”
૧૭એથી તેમના શિષ્યોમાંના કેટલાકે એકબીજાને કહ્યું, ‘ઈસુ આપણને કહે છે કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, તે શું હશે?’”
18 Nitu ki ba tre ndi, “Ahi ngyeri wa asi tre'a, 'Ni vi nkpurju nton'a?' Kina to kpw wa asi tre nitu ma na.”
૧૮તેઓએ કહ્યું કે, ‘થોડીવાર પછી, એમ ઈસુ કહે છે તે શું છે? ઈસુ શું કહે છે એ આપણે સમજતા નથી.’”
19 Yesu to ba si son Mye wu, na hla ni bawu ndi, “U bi kma ni mye kpa mbi Mu ikpe wa Mi si son hla andi, “Ni kogon vi nton fime u bina to me na, u ngari ni kogon vi nton fime bi la to Me?'
૧૯તેઓ મને કશું પૂછવા ઇચ્છે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર શું પૂછો છો?
20 Njanji, njanji, Mi hla ni yiwu, bi yi ni mren, u gbungblu ni ngyiri, imre mbi ni shu ni yi nyu ni sron, u imre u yi mbi ani ka tie u ngyiri.
૨૦હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે રડશો અને શોક કરશો, પણ આ જગત આનંદ કરશે; તમે ઉદાસ થશો, પણ તમારી ઉદાસી આનંદમાં પલટાઈ જશે.’”
21 Iwa ni to lo ngrji, ni nton wa a si yi nne nitu wa inton u ngrji ye. Inde a ngri vren yo ye, ana la bre rimren ilon Ma ngana, nitu wa a si ngyiri wa ba ngrji indji ni gbungblu'a.
૨૧જયારે સ્ત્રીને પ્રસવવેદના થતી હોય છે ત્યારે તેને દુઃખ થાય છે, કેમ કે તેનો સમય આવ્યો હોય છે; પણ બાળકનો જન્મ થયા પછી, દુનિયામાં બાળક જનમ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી.
22 Zizan mba bi ri mre, Mi la to yi, u sron mbi ni ngyiri, u indrjori na ya ban ngyiri mbi'a rji ni yi na.
૨૨હમણાં તો તમે ઉદાસ છો ખરા; પણ હું ફરી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ છીનવી લેનાર નથી.
23 Chachu ki, bina mye Me kperi na. Njanji, njanji, Mi si hla ni yiwu, ko ngyeri bi bre ni mi Nde Ti'a ni mi Nde Mu ani no yi.
૨૩તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને નિશ્ચે કહું છું કે, જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે.
24 Ye zizan me bi na bre kperi nimi nde Mu na. Bika bre, u bi kpa, niwa ingyiri mbi a shu.
૨૪હજી સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો અને તમને મળશે, એ માટે તમારો આનંદ સંપૂર્ણ થાય.
25 Mi hla kpi biyi ni yiwu ni mi karin magana, inton ni ye wa Mina la hla kperi ni yiwu na ni mi karin magana na, Mi sran hla ni yiwu ni rira, nitu Ti'a wa ani karin magana.
૨૫એ વાતો મેં તમને દ્રષ્ટાંતોમાં કહી છે; એવો સમય આવે છે કે જયારે હું દ્રષ્ટાંતોમાં તમારી સાથે બોલીશ નહિ, પણ પિતા સંબંધી હું તમને સ્પષ્ટ રીતે કહી સંભળાવીશ.
26 Ni chahu ki, bu tre ni mi nde Mu u Mina hla yiwu ndi Mi tre ni Ti; a nitu mbi na.
૨૬તે દિવસે તમે મારે નામે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને પ્રાર્થના કરીશ;
27 Niwa Iti ni son yi kima, niwa bu'a bi son Me, u bi kpa nyeme ndi Mi rji ni Ti'a.
૨૭કારણ કે પિતા પોતે તમારા પર પ્રેમ કરે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને વિશ્વાસ પણ કર્યો છે કે હું પિતાની પાસેથી આવ્યો છું.
28 Mi rji ni Ti'a, ni ri ni gbungblu'a, ye zizan, ngari, Mi bri ni gbungblu'a ni kma ni hi ni Ti.”
૨૮હું પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે હું આ દુનિયા ત્યજીને પિતાની પાસે જાઉં છું.’”
29 Almajere Ma ba tre ndi, “To mba, zizan u si tre kpe wheme mba, una ka yiyi na.
૨૯તેમના શિષ્યો કહે છે કે, ‘હવે તમે સ્પષ્ટ રીતે બોલો છો અને કંઈ દ્રષ્ટાંતોમાં બોલતા નથી.
30 Zizan ki to u to ko ngyeri, ana wa ndrjori ni la mye na. Ni nakima, ki kpanyeme ndi u rju rji ni Irji.
૩૦હવે અમે જાણીએ છીએ કે તમે સઘળી બાબતો જાણો છો; અને કોઈ માણસ તમને કંઈ પૂછે એવી અગત્ય નથી; તેથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.’”
31 Yesu a ka sa ni bawu ndi, “Bi kpa nyeme zizan?
૩૧ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું હવે તમે વિશ્વાસ કરો છો?
32 Bika to, inton ni ye, ee, inton ye wa ba vra yi ti nkankan, ko nha ni kma hi ni ko ma, bi ka me don ni grji Mu. Ko nakime Mi na he ni nkrji Mu na, Iti Mu ahe ni Me.
૩૨જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે દરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.
33 Mi hla wayi ni yiwu ndi bi he ni me Mu ni fe si sron. Ni gbungblu'a ba ki ti yi je, bika kri gbangban, Mi kpaka ni gbungblu'a.
૩૩મેં તમને એ વાતો કહી છે કે, ‘મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.’”

< Yohana 16 >