< Rom 4 >
1 Eshe meetson nonih wottso Abraham daatsre noetetuwo eebi?
૧તો મનુષ્યદેહે આપણા પૂર્વજ ઇબ્રાહિમને જે મળ્યું, તે વિષે આપણે શું કહીએ?
2 Abraham kááwu b́wot finona wotink'ere, bín b́ it'et keewo daatsiyank'e b́teshi, ernmó Ik'i shinatse it'o falratse.
૨કેમ કે ઇબ્રાહિમ જો કરણીઓથી ન્યાયી ઠર્યો હોત, તો તેને આત્મપ્રશંસા કરવાનું કારણ છે, પણ ઈશ્વર આગળ નહિ.
3 S'ayin mas'aafo, «Abarham Ik'on amanere, bíamantsonwere kááwu b́wottsok'o wotatniye bísh b́taaweyi» etfe.
૩કેમ કે શાસ્ત્રવચન શું કહે છે? કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને માટે ન્યાયીપણાને અર્થે ગણાયો.
4 Finiru asho b́ daatsitwo bí angi k'awnts wottsoni bako bísh imet imoniyaliye.
૪હવે કામ કરનારને જે પ્રતિફળ મળે છે તે કૃપારૂપ ગણાતું નથી, પણ હકરૂપ ગણાય છે.
5 Asho sheeng fino b́t'ut'alor dab́ morretswotsi Kashitwo Izar Izeweri bíamaniyal bíamantso kááw wotar bísh taawetwe.
૫પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.
6 Dawit b́kaaton Ik'o sheeng finalon kááw b́woshit asho awuk'o derek b́wottsok'o b́ kitsor hank'owe bíeti,
૬તે જ રીતે ઈશ્વર જે મનુષ્યને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે આશીર્વાદ આપે છે કે,
7 «Bo daro boosh oorowe eteetsuwotsnat Bomorro boosh ipk'reets ashuwots Derekne!
૭‘જેઓનાં અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયા છે, તેઓ આશીર્વાદિત છે.
8 Doonzo b́morro bíats b́taawurawu asho Deereke!»
૮જેનાં પાપ પ્રભુ નહિ ગણે તે મનુષ્ય આશીર્વાદિત છે.’”
9 Bére, Dawit b́keewuts deeran gofdamiyetsuwots s'uzsheya? Himó gof damiyerawwotsshe? Gof daamiyerawtsshowere, «Abraham Ik'o bíamanere bíamantsman bísh kááwu wotat b́taaweyi» etrone.
૯ત્યારે તે આશીર્વાદ સુન્નતીને જ આપવામાં આવ્યો છે, કે બેસુન્નતીને પણ? આપણે એવું તો કહીએ છીએ કે ‘ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.’”
10 Eshe Abrahamsh b́imnetiyo kááwu wotat bísh b́taawe awure? Gofo bíamftse shinemó gofo bíamiyake? Gofo bímfetsere shina bako gofo bíamiyakaliye.
૧૦ત્યારે તે શી રીતે ગણાયો? તે સુન્નતી હતો ત્યારે? કે બેસુન્નતી હતો ત્યારે? સુન્નતી હતો ત્યારે નહિ, પણ બેસુન્નતી હતો ત્યારે જ.
11 Abraham gofo bíamfetsere shino b́imnetiyo kááwu wotat b́datsetsok'o kitsosh milikito bísh b́wotituwok'o gofo bí amiye, hanuwere ando gofo boamaawo amanitu jamwots kááwu wotar botaawetuwok'o boosh niho b́wotishe.
૧૧અને તે બેસુન્નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું તેને મળ્યું હતું, તેની ઓળખ થવા માટે તે સુન્નતની નિશાની પામ્યો, જેથી સર્વ બેસુન્નતી વિશ્વાસીઓનો તે પૂર્વજ થાય કે તેઓને લેખે તે પણ વિશ્વાસનું ન્યાયીપણું ગણાય.
12 Mank'owere Abraham gof amtsuwotsshor nihe, gof amtsuwotssh niho b́wottsonuwere gof boamtso s'uzosh b́woterawo bí gofo bí amfetsere shino b́detsts imnetiyi shuutso sha'iruwotsshe.
૧૨અને સુન્નતીઓનો પૂર્વજ, એટલે જેઓ સુન્નતી છે એટલું જ નહિ, પણ આપણો પિતા ઇબ્રાહિમ બેસુન્નતી હતો તે સમયના તેના વિશ્વાસનાં પગલામાં જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય.
13 Abrahamnat b́ naaro datsu b́naatetwok'o Ik'o b́ jangiyi imnetiyon b́daatsts kááwona bako nem kotonaliye.
૧૩કેમ કે દુનિયાના વારસ થવાનું વચન ઇબ્રાહિમને કે તેના વંશજોને નિયમશાસ્ત્ર દ્વારા મળ્યું ન હતું, પણ વિશ્વાસના ન્યાયીપણા દ્વારા મળ્યું હતું.
14 Ik'o b́jangitsman naatetwots nemo s'eentsde'e kotet ashuwotsi wotiyalma imnetiyo k'awuntso deshatse, b́jangtsonwere k'awntsalke.
૧૪કેમ કે જો નિયમશાસ્ત્રને માનનારા વારસ હોય, તો વિશ્વાસ નિરર્થક થાય છે અને વચન પણ વ્યર્થ થાય છે.
15 Nemo b́dowet Ik'i faye, ernmó nemo bíaalink'e morro berawuk'ee.
૧૫કેમ કે નિયમશાસ્ત્ર તો કોપ ઉપજાવે છે, પણ જ્યાં નિયમ નથી ત્યાં અપરાધ પણ નથી.
16 Mansh Ik'o b́jangitsman bodaats imnetiyona b́ tesh, Ik' jangitsanwere Abraham naar jamwotssh Ik'oki s'aaton imek b́woto arikee. Manúwere nemo shoydek't sha'iru ashuwots s'uzsh b́woterawo Abrahamkok'o amants jamwotsshe, mank'onowere Abraham noúnetssh nihe
૧૬તે વચન કૃપાથી થાય, અને વચન બધા વંશજોને માટે અચૂક થાય એટલે માત્ર જેઓ નિયમશાસ્ત્ર પાળે છે તેઓને જ માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમનાં વિશ્વાસના છે, તેઓને માટે પણ થાય;
17 Abraham jangosh, «Ay ashuwots niho neen woshre» ett guut'ere, bí k'irtsuwotsi tuuzituwonat aalo b́ fa'ok'o woshituwo Izar Izeweri bí amantsotsne.
૧૭જે ઈશ્વર મૃત્યુ પામેલાઓને સજીવન કરનાર છે અને જે બાબતો નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે અને જેમનાં પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા બધાનો પૂર્વજ છે, જેમ લખ્યું છે કે, ‘મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ બનાવ્યો છે તેમ’.
18 Abrahamsh n naaro ayider ayituwe ett keewetsok'on ay ashi niho b́wotituwok'o bí amananat b́ jang eegoru jangosh wotit keewo bíalefere.
૧૮આશાના કોઈ સંજોગ ન હોવા છતાં તેણે આશાથી વિશ્વાસ રાખ્યો, કે જેથી જે વચન આપેલું હતું કે, ‘તારો વંશ એવો થશે’, તે મુજબ તે ઘણી દેશજાતિઓનો પૂર્વજ થાય.
19 B́ idmewo bal natok'o b́teshtsotse b́ meetso b́maawutsotse k'irts ashok'o b́wottsotse shuwo b́falrawonat Sarawwere mahanat gawertsu b́wottsotse shuwo b́falrawok'o b́danaloru b́ imnetiyon maawk woteratse.
૧૯તે પોતે આશરે સો વર્ષનો હતો, તેનું શરીર હવે નજીવા જેવું થયું હતું અને સારાનું ગર્ભસ્થાન મૃતપાય હોવા છતાં તે વિશ્વાસમાંથી ડગ્યો નહિ.
20 B́ imnetiyon kup' wotat Ik'osh manga b́ imi bako Ik'o bísh b́ jangitsatse aman k'azoon b́jamon hakebaka eraatse.
૨૦ઈશ્વરના વચનને લક્ષમાં રાખીને, તેણે સંદેહ કે અવિશ્વાસ ન કર્યો; પણ ઈશ્વરને મહિમા આપીને,
21 Ik'o b́jangitsonowere s'eentsitwo b́wotok'o b́ maac'i s'eenona bíamnefo b́teshi.
૨૧તથા જે વચન તેમણે આપ્યું હતું તે પૂરું કરવાને પણ તેઓ સમર્થ છે, તેવો સંપૂર્ણ ભરોસો રાખીને તે વિશ્વાસમાં મક્કમ રહ્યો.
22 Mansha b́ amantso kááw wotat b́ taaweyi.
૨૨તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો.
23 Ernmó, «Kááwu wotat bísh taawere» ett guut't aap'etso Abraham s'uzsh b́woterawo
૨૩હવે તે તેને લેખે ગણવામાં આવ્યો, તે કેવળ તેને જ માટે લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે,
24 noshorniye, nodoonz Iyesusi k'irotse tuuztso Izar Izeweri amaniruwotssh nooshor no amantso kááwu wotar b́taaweti.
૨૪એટલે આપણે જેઓ આપણા પ્રભુ ઈસુને મૃત્યુ પામેલાઓમાંથી ઉઠાડનાર પર વિશ્વાસ કરીએ છીએ, તેઓને લેખે પણ ગણાશે.
25 Nodoonz Iyesuswere no morrosha ett k'irosh beshyat b́imeetsonat nonowere kááw woshosh k'irotse tutsoniye.
૨૫તે આપણા અપરાધોને લીધે પરાધીન કરાય, ને આપણા ન્યાયીકરણને માટે પાછા ઉઠાડવામાં આવ્યા.