< Ibrawiyots 4 >
1 Eshe, bí noosh b́ imetu kashdek'i beyokok kindosh noosh jangiyetso andoor b́besherafa'otse ititse konúwor kashdek'i beyok manok kindo b́ datsrawo b́ oorerawok'o nounetswor no'atso korde'one.
૧એ માટે આપણે ડરવું જોઈએ એમ ન થાય, કે તેમના વિશ્રામમાં પ્રવેશ પામવાનું આશાવચન હજી એવું ને એવું હોવા છતાં તમારામાંનો કોઈ કદાચ ત્યાં પહોંચવામાં નિષ્ફળ થાય.
2 Sheeng doo shishi keewo bo boshishtsok'o noowere shishrone, ernmó bo boshishts aap'o amanat dek'o bok'aztsotse boosh eegor k'alratse.
૨કેમ કે જેમ ઇઝરાયલીઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે; પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ. જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં સહમત થયા નહિ.
3 B́ fino, shin datsu bí azor tuut s'uuk b́wotiyalor, «Taa boosh ti imet kashdek'okok b́jamon kindratsno etaat fayat taarre» bí ettsok'on andoor no bín amanirwots Ik'o noosh b́ imet kash dek'i beyokmanits kinditwone.
૩આપણે વિશ્વાસ કરનારાઓ વિશ્રામમાં પ્રવેશ પામીએ છીએ, જેમ તેમણે કહ્યું છે કે, ‘મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ,’ જોકે કે કામો તો સૃષ્ટિના આરંભથી પૂર્ણ થયેલાં હતાં.
4 Beyok ikoke shawatl aaw jangosh, «Ik'o b́ fin jamáátse shawatl aawotse kashb́dek'i» ett guut'ere.
૪કેમ કે સાતમા દિવસ વિષે એક જગ્યાએ તેમણે એવું કહેલું છે કે, ‘સાતમે દિવસે ઈશ્વરે પોતાનાં સર્વ કામથી વિશ્રામ લીધો.’”
5 Mank'owere hanoke aani «Taa ti imts kashdek'okok b́ jamon kindratsnee» etfe.
૫અને એ જ જગ્યાએ તે ફરી કહે છે કે, ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.’”
6 Doo shishiyets keewman shin shin shishtswots bísh alewo bok'aztsotse boosh imet kashdek'ok manok kindratsnee, b́wotefermó manits bokinditwok'owa eteets ik ikwots fa'ane.
૬તેથી કેટલાકને તેમાં પ્રવેશ કરવાનું બાકી રહેલું છે અને જેઓને પહેલી સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી, તેઓએ આજ્ઞાભંગ કર્યો. તેથી તેઓ પ્રવેશ પામી શક્યા નહિ,
7 Manwere shin shin eteetsok'on «Hambets b́ k'ááro it shishor, it nibo k'aztso k'ayere.» et Ik'o ay dúroniye il Dawit weeron b́ keewts aap'o «Hambetsa» ett s'eegts aawo k'osh aawo Ik'o beezree.
૭માટે એટલી બધી વાર પછી ફરી નીમેલો દિવસ ઠરાવીને જેમ અગાઉથી કહેવામાં આવ્યું તેમ તે દાઉદ દ્વારા કહે છે કે, જો ‘આજે તમે તેની વાણી સાંભળો, તો તમે તમારાં હૃદયોને કઠણ ન કરો.’”
8 Iyasu boosh kashdek'o imre wotink'e, Ik'o ando aaniy «Hambetsa» err k'osh aawi jango keewrawnk'ee b́ teshi.
૮કેમ કે જો યહોશુઆએ તેઓને તે વિશ્રામ આપ્યો હોત, તો તે પછી બીજા દિવસ સંબંધી ઈશ્વરે કહ્યું ન હોત.
9 Eshe Ik'i ashuwotssh sanbat aawi kashdek'o oor fa'ee.
૯એ માટે ઈશ્વરના લોકોને માટે વિશ્રામનો વાર હજી બાકી રહેલો છે.
10 Ik'o b́ finatse kashb́dek'tsok'o mank'o Ik'o b́ imet kashdek'ok kinditwo b́ finatse kashdek'etwee.
૧૦કેમ કે જેમ ઈશ્વરે પોતાનાં કામોથી વિશ્રામ લીધો તેમ ઈશ્વરના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે, તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે.
11 Mansh konwor ashmanots ale k'azi areyo shoyde b́ dihrawok'o, Ik'oki kashdek'ok kindosh kup'de'oone.
૧૧એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશવાને ખંતથી યત્ન કરીએ કે, એમ ન થાય કે આજ્ઞાભંગના એ જ ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય.
12 Ik'i aap'otso beyat beek wotat aaninwere finkee, git weeron shash detsts shikoniyere bogts shashe, kashonat shayiron, shas'onat jeemplon b́ galeefetsosh k'ut'itkee, nibi gitsotse ááshts hasabinat tewnon p'ec'de'er angshitkee
૧૨કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારું છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે.
13 Ik'o shinatse ááshit azeetso eegonwor aaliye, bí ááwatse jam keewo sháánonat araats wotarr be'etke, noowere no aatet b́ shinaatsne.
૧૩ઉત્પન્ન કરેલું કંઈ તેની આગળ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દ્રષ્ટિમાં આપણે સઘળાં તદ્દન ઉઘાડાં છીએ.
14 Eshe daarwotsits k'ut'beshat dambaan daromaants amkindts eeno kahni naashwotsatsi k'aabo nodetstsotse no imnetiyo kup'ide'er deshde'one, kahniwotsatsi naashi k'aabonwere Ik'i na'o Iyesusiye.
૧૪તો ઈશ્વરના પુત્ર ઈસુ જે સ્વર્ગમાં પ્રવેશ પામ્યા છે, એવા મહાન પ્રમુખ યાજક આપણને મળ્યા છે, માટે આપણે જે સ્વીકાર્યું છે તેને દૃઢતાથી પકડી રાખીએ.
15 No nodetsts kahni naashwotsatsi k'aabo noo angi maawatse noosh maac' k'ew falitke, bí jamkeewon nokok'oye b́ fadeyi, wotowaere iku morro fineratse.
૧૫કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહિ, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે.
16 Eshe mhreto daatsr tep'o noosh b́geyit aawon s'aato nodaatsitwok'o s'aato b́daatsetwok Ik' be joorok ik shatalon t'iinone.
૧૬એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.